Sania Mirza and Bopanna out of third round | સાનિયા મિર્ઝા અને બોપન્નાની જોડી ત્રીજા રાઉન્ડમાંથી બહાર

[ad_1]

લંડન30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સાનિયા-બોપન્નાની જોડીની હાર સાથે વિમ્બલડનમાં ભારતીય પડકારનો અંત

વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડન ઓપન 2021 માં ભારતીય ટેનિસ ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. વિમ્બલડન ઓપનમાં મિક્સ ડબલ્સમાં ભારતીય જોડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના ત્રીજા રાઉન્ડમાંથી બહાર થઇ ગયા છે. વરસાદથી પ્રભાવિત રહેલી મેચમાં સાનિયા અને બોપન્નાની જોડી 6-3, 3-6 અને 11-9 થી હારી ગઇ હતી.

બોપન્નાની સર્વિસ અને નેટ પ્લે ખૂબ મજબૂત રહી હતી. જોકે સાનિયા મિર્ઝાની સર્વિસ પર સતત દબાણમાં રહી હતી. સાનિયા સર્વિસને લઇને સંઘર્ષમાં નજર આવતી હતી. સાનિયા અને બોપન્નાની જોડી જીન જૂલિયન રોજર અને આંદ્રેજા ક્લેપાક ની 14માં ક્રમાંકની જોડીએ પ્રથમ સેટમાં જ લીડ મેળવીને જીત હાંસલ કરી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં જ્યારે સ્કોર 5-6 હતો ત્યારે, સાનિયા મિર્ઝા ચિંતાની સ્થીતીને સંભાળતા પોતાને મેચમાં બનાવી રાખી રહી હતી. જોકે આ દરમ્યાન બોપન્ના એક અલગ જ સ્તરે રમી રહ્યો હતો.

તેણે નેટ પર ગજબ રિફ્લેક્સેઝ દેખાડ્યા હતા. જ્યારે સ્કોર 9-10 હતો ત્યારે ફરીથી સાનિયા એ સર્વિસ કરી હતી. જેની પર જૂલિયન રોજરે જોરદાર વિનર શોટ લગાવ્યો હતો. આ હાર વડે ગ્રાસ કોર્ટ ગ્રાંન્ડ સ્લેમમાં ભારતીય પડકાર સમાપ્ત થઇ ગયો હતો.

આ પહેલા સાનિયા મિર્ઝા અને તેની સાથી બેથેની માટેક-સેંન્ડસ એ મહિલા જોડીના બીજા તબક્કામાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે રશિયાની એલેના વેસ્નિના અને વેરોનિકા કુડેટમેટોવા એ સીધા સેટમાં 6-4 અને 6-3 થી હાર આપી હતી. સાનિયા મિર્ઝા ત્રણ વર્ષ બાદ વિમ્બલ્ડનમાં રમવા માટે ઉતરી હતી.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એ પુત્રને જન્મ આપ્યો હતો. જેને લઇને તે ટેનીસથી લાંબા સમયથી દુર હતી. આ વર્ષે તે ટેનીસ કોર્ટ પર પરત ફરી હતી. કોર્ટ પર પરત ફરવા બાદ સાનિયા માટે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ હતી. જેમાં સાનિયાએ નિરાશા મેળવવી પડી છે. સાનિયા મિર્ઝા માટે ટોક્યો ઓલિમ્પિક અગાઉ અંતિમ ટૂર્નામેન્ટ છે. ઓલિમ્પિકમાં સાનિયા અને અંકિતા રૈના સાથે મહિલા જોડી તરીકે સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *