Ronaldo V/S Coca Cola | Coca-Cola loses Rs 30,000 crore after a message from Cristiano Ronaldo; | રોનાલ્ડોએ 2 બોટલથી મોઢું ફેરવ્યું એમા તો કંપનીને લગભગ 30 હજાર કરોડનું નુકસાન; જાણો સમગ્ર ઘટનાક્રમ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Ronaldo V S Coca Cola | Coca Cola Loses Rs 30,000 Crore After A Message From Cristiano Ronaldo;

22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પોર્ટુગલના કેપ્ટન પ્રેસ-કોન્ફરન્સમાં રોષે ભરાયો, ગુસ્સામાં કોલ્ડ ડ્રિંકની બોટલો ઉઠાવીને નીચે રાખી દીધી, બૂમ પાડીને બોલ્યો- પાણી પીવાની આદત રાખો - Divya Bhaskar

પોર્ટુગલના કેપ્ટન પ્રેસ-કોન્ફરન્સમાં રોષે ભરાયો, ગુસ્સામાં કોલ્ડ ડ્રિંકની બોટલો ઉઠાવીને નીચે રાખી દીધી, બૂમ પાડીને બોલ્યો- પાણી પીવાની આદત રાખો

  • 25 સેકન્ડની ઘટના બાદ સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાના શેરમાં ચઢાવ-ઉતાર આવવાનું શરૂ થયું હતું

યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતા સોફ્ટ ડ્રિંક કંપની કોકા-કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડિલ તોડી છે, ન તો એણે કોઈ કંપનીને દગો આપ્યો છે. એણે તો ફક્ત સોફ્ટ ડ્રિંકની બોટલને પોતાના ડેસ્કથી 3-4 ફૂટ દૂર મૂકી દીધી હતી. જેથી કરીને કંપનીના માથે રાતો-રાત સંકટ રૂપી પહાડ તૂટી પડ્યો હતો.

સમગ્ર ઘટના

  • યૂરો કપમાં મંગળવારના રોજ પોર્ટુગલની પ્રથમ મેચના એક દિવસ પહેલા સોમવારે ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
  • આ કોન્ફરન્સ બુડાપેસ્ટ સ્ટેડિયમમા યોજાઈ હતી. રોનાલ્ડો અને પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાંતોસે પ્રેસ-કોન્ફરન્સ માટે પહોંચ્યો, તો કોકા કોલાની 2 બોટલ ત્યાં ટેબલ પર જ પડી હતી.
  • રોનાલ્ડો જે પોતાની અનુશાસિત ડાયટ માટે જાણીતો છે તે કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો અને ગુસ્સામાં આવીને તરત જ ત્યાંથી બોટલ હટાવી દીધી હતી.
  • રોનાલ્ડોએ કોકા-કોલાની બોટલને નીચે રાખ્યા પછી પોતાની પાણીની બોટલ ટેબર પર રાખી હતી. એણે મીડિયાના માધ્યમથી લોકોને પાણી પીવાનો સંદેશ આપ્યો હતો.

આ 25 સેકન્ડની ઘટના બાદ સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાના શેર ગણતરીની મિનિટોમાં ડાઉન થવાના શરૂ થઇ ગયા હતા. જોત જોતામાં કંપનીના શેર 4 બિલિયન ડોલર (આશરે 30 હજાર કરોડ રૂપિયા) જેટલા પડી ભાંગ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર યૂરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલ્યું હતું, જેમાં તે સમયે કોકા કોલા કંપનીના શેરનો ભાવ 56.10 ડોલર હતો. લગભગ અડધો કલાક પછી રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યારપછી ગણતરીની મિનિટમાં કોકા કોલાના શેર ગગડવા લાગ્યા હતા. પ્રથમ 55.22 ડોલર સુધી ગગડ્યા બાદ સતત કોકા કોલાના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. કંપનીના શેરના ભાવમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો અને કંપનીને આશરે 30 હજાર કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.

કોકા કોલાની પ્રતિક્રિયા
કોકા કોલા 11 દેશમાં રમાઈ રહેલા UEFA યુરો કપના ઓફિશિયલ સ્પોન્સર છે. કંપનીની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ-કોન્ફરન્સમાં બોટલને ડિસ્પ્લે તરીકે રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ વિવાદ બાદ કોકા કોલાએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કે મેચ પછી અમે ખેલાડીઓને સોફ્ટ ડ્રિંક આપીએ છીએ. હવે આ સોફ્ટ ડ્રિંકનું સેવન કરવું કે નહીં એ તેમની અંગત પસંદ છે.

બે ગોલ નોંધાવીને ટીમને જીતાડી
આપણે સૌ જાણીએ છીએ કે રોનાલ્ડો વિશ્વના પ્રખ્યાત ફુટબોલ પ્લેયરની યાદીમાં સામેલ છે. સોશિયલ મીડિયામાં પણ એના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. જેથી આવી પરિસ્થિતિમાં રોનાલ્ડોનો આ એક નાનો સંદેશો પણ કંપનીના ભાવિને મુશ્કેલીમાં મૂકી શકે છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

પોતાના ડાયટને લઈને જાગરૂક છે રોનાલ્ડો
રોનાલ્ડો આટલેથી જ ન અટક્યો, તેણે મીડિયાને પાણીની બોટલ દેખાડતાં કહ્યું- પાણી પીવો. રોનાલ્ડો પોતાના ડાયટને લઈને ઘણો જ જાગરૂક છે. તેનું ડાયટ પણ ઘણું જ સ્પેશિયલ છે. તે ફિટ રહેવા માટે એકપણ પ્રકારના એરેટેડ ડ્રિંક નથી પીતો. તેને પોતે આ વાતનો ઉલ્લેખ ઘણી વખત કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઘણા એથ્લીટ્સ ફિટનેસને લઈને રોનાલ્ડોને ફોલો કરે છે.

પોર્ટુગલને ગ્રુપ ઓફ ડેથમાં રાખવામાં આવ્યું છે
પોર્ટુગલની ટીમને આ વર્ષે ગ્રુપ-F એટલે કે ગ્રુપ ઓફ ડેથમાં રાખવામાં આવ્યું છે. પોર્ટુગલની સાથે ગ્રુપમાં જર્મની, ફ્રાંસ અને હંગેરી છે. ફ્રાંસ ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન છે. તો જર્મની 3 વખત યુરો ચેમ્પિયન બન્યું છે. 2016ના યુરો કપના ફાઈનલમાં પોર્ટુગલે ફ્રાંસને હરાવ્યું હતું અને આ ટીમ પહેલી વખત યુરોપની ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *