Rishabh Pant Joins Team India’s Bio Bubble After Recovering From Corona | India Vs England | India Tour Of England | કોરોનાને હરાવી ટીમ ઇન્ડિયાનાં બાયો બબલમાં જોડાયો, બીજી પ્રેકટીસ મેચ રમી શકે છે; ડેન્ટિસ્ટને મળ્યા પછી સંક્રમિત થયો હતો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Rishabh Pant Joins Team India’s Bio Bubble After Recovering From Corona | India Vs England | India Tour Of England

14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રિષભ પંત ટીમ ઈન્ડિયાનાં બાયોબબલમાં જોડાયો - Divya Bhaskar

રિષભ પંત ટીમ ઈન્ડિયાનાં બાયોબબલમાં જોડાયો

  • પંતનાં 2 કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે

ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાથી સાજા થયા બાદ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટીમમાં જોડાયો છે. હવે તે 28 જુલાઈથી ઈંગ્લિશ કાઉન્ટી ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમી શકે છે. BCCIએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, હેલ્લો રિષભ પંત, તને પાછો ટીમમાં જોઇને આનંદ થયો.

પંતનાં 2 કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી ગયા
પંત લંડનમાં એક પરિચિતના ઘરે ક્વોરન્ટીન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તે 8 જુલાઈએ ડેન્ટિસ્ટને બતાવ્યા પછી કોરોનાનાં ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયો હતો. અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં યુરો ફૂટબોલ ચેમ્પિયનશીપ જોયા બાદ પંત પોઝિટિવ મળી આવ્યો હતો. જોકે હવે તેના 2 કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે.

રવિવારે પંતનો ક્વોરન્ટીન સમયગાળો પૂરો થયો. તેના સિવાય ટીમ ઈન્ડિયાના થ્રો-ડાઉન નિષ્ણાત દયાનંદ ગરાનીને પણ 14 જુલાઈએ કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો. તેમને પણ લંડનની ટીમ હોટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા. દયાનંદના સંપર્કમાં આવેલા વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા, ઓપનર અભિમન્યુ ઇશ્વરન અને બોલિંગ કોચ ભરત અરૂણ પણ લંડનમાં છે.

4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી સિરીઝ રમાશે
આ તમામને 10 દિવસ આઇસોલેશન (24 જુલાઈ)માં રહેવું પડશે. આની સાથે તમને 2 RT-PCR ટેસ્ટ પણ નેગેટિવ લાવવાના રહેશે. ઈન્ડિયન ટીમ અત્યારે 20 જુલાઈથી કાઉન્ટી-XI સામે પહેલી 3 દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. ત્યારપછી 28 જુલાઈએ ટીમ વધુ એક પ્રેક્ટિસ મેચ રમશે. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે. આ સિરીઝ 14 સપ્ટેમ્બર સુધી રમાશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *