Rewarded For Excellent Performance In ODIs And T20s, Selected In Team India For Test Series; BCCI Announced | વનડે અને T-20માં સારુ પ્રદર્શન કર્યું હોવાથી ગિફ્ટ મળી, ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ; BCCIની જાહેરાત

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Rewarded For Excellent Performance In ODIs And T20s, Selected In Team India For Test Series; BCCI Announced

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉ ઇંગ્લેન્ડ રવાના થશે - Divya Bhaskar

સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉ ઇંગ્લેન્ડ રવાના થશે

  • વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને આવેશ ખાન ઇંગ્લેન્ડ સિરીઝમાંથી ‘આઉટ’

BCCIએ સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને વનડે અને T-20માં સારુ પ્રદર્શન કર્યું હોવાથી ગિફ્ટ આપી છે. આ બંને હવે શ્રીલંકા ટૂર પછી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. BCCIએ એમને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે ઈજાગ્રસ્ત શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના સ્થાને પસંદ કર્યા છે. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે.

સુંદર, શુભમન અને આવેશ ટીમમાંથી ‘આઉટ’

  • બોર્ડે સત્તાવાર એક પરિપત્ર બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું હતું કે વોશિંગ્ટન સુંદરના જમણા હાથની આંગળીમાં ઈજા પહોંચી હોવાથી એ સારવાર હેઠળ છે. વળી સુંદરની ઈજાને જોતા લાગે છે કે એને રિકવર થતા ઘણો સમય લાગેશ, તેવામાં એ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ રમવા માટે સક્ષમ નથી.
  • ફાસ્ટ બોલર આવેશ ખાન પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, એના અંગુઠામાં ફ્રેક્ચર હોવાથી આગામી ટેસ્ટમાં રમવા માટે આવેશ પણ સક્ષમ નથી.
  • શુભમન ગિલના ડાબા પગ (શિન)માં ઈજા પહોંચી હોવાથી એ પણ ઈન્ડિયા પરત ફર્યો છે. હવે આવેશ ખાન અને સુંદર પણ ટૂંક સમયમાં દેશ પરત ફરશે.

પંત, સાહા અને ઇશ્વરન ટીમ સાથે જોડાયા
બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે રિષભ પંતની સાથે ઋદ્ધિમાન સાહા, અભિમન્યુ ઈશ્વરન અને બોલિંગ કોચ ભરત અરુણ પણ ટીમમાં જોડાયા છે. આની પહેલા બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે તેઓ ઓલરાઉન્ડર જયંત યાદવને પણ ઇંગ્લેન્ડ મોકલી શકે છે, પરંતુ ક્વોરન્ટીન નિયમોના કારણે આમાં ફેરફાર કરાયો છે.

4 ઓગસ્ટથી ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ શરૂ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે. જેની પહેલી ટેસ્ટ મેચ નૉટિંઘમમાં રમાશે. ત્યારપછી બીજી ટેસ્ટ 12 ઓગસ્ટથી લંડન (લોર્ડ્સ), ત્રીજી 25 ઓગસ્ટથી લીડ્સ, ચોથી 2 સપ્ટેમ્બરથી લંડન (કેનિંગ્ટન ઓવલ) અને પાંચમી ટેસ્ટ 10મી સપ્ટેમ્બરથી માનચેસ્ટરમાં રમાશે.

ઇંગ્લેન્ડ સિરીઝ માટે ઈન્ડિયન સ્ક્વૉડ
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિષભ પંત, ઋદ્ધિમાન સાહા, અભિમન્યુ ઈશ્વરન, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉ.
રિઝર્વઃ પ્રસિદ્ધ કૃષ્ણા, અર્જન નાગવાસવાલા

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *