Rajiv Gandhi Khel Ratna Award BCCI Will Send The Names Of R Ashwin And Mithali Raj For The Rajiv Gandhi Khel Ratna Award KL Rahul, Jasprit Bumrah And Shikhar Dhawan’s Name Will Be Proposed For The Arjuna Award | BCCIએ અશ્વિન અને મિતાલીના નામની ભલામણ કરી, લિયોનલ મેસીનો રેકોર્ડ બ્રેક કરનાર ફુટબોલર સુનીલ છેત્રી પણ રેસમાં સામેલ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Rajiv Gandhi Khel Ratna Award BCCI Will Send The Names Of R Ashwin And Mithali Raj For The Rajiv Gandhi Khel Ratna Award KL Rahul, Jasprit Bumrah And Shikhar Dhawan’s Name Will Be Proposed For The Arjuna Award

17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • મિતાલી રાજ મહિલા ટેસ્ટ અને વનડે ઈન્ડિયન ટીમની કેપ્ટન છે
  • અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં પોતાની કારકિર્દી દરમિયાન 400+ વિકેટ લીધી છે

BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે રવિચંદ્રન અશ્વિન અને મિતાલી રાજનું નામ આગળ મોકલવાનો નિર્ણય કર્યો છે. અર્જુન એવોર્ડ માટે કે.એલ.રાહુલ, જસપ્રીત બુમરાહ અને શિખર ધવનના નામ આગળ મોકલાશે. આ સમગ્ર જાણકારી BCCIના સૂત્રોએ આપી હતી. વળીં, ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન (AIFF) દ્વારા ખેલ રત્ન એવોર્ડ માટે સુનીલ છેત્રીનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું છે. સુનીલે તાજેતરમાં લિયોનલ મેસીનો રેકોર્ડ તોડ્યો હતો.

મિતાલીએ મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન છે. અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં પોતાની કારકિર્દી દરમિયાન 400 વિકેટ લીધી છે. ધવનનું નામ ગત વર્ષે અર્જુન એવોર્ડ માટે મોકલાયું હતું. ત્યારે એમને આ સન્માન નહોતું મળ્યું, જેથી કરીને આ સમયે ફરી એકવાર એના નામને સજેસ્ટ કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સન્માન ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, દીપ્તિ શર્માને મળ્યું હતું.

પહેલી વાર 5 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો
ગત વર્ષે મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સે 5 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપ્યો હતો. રેસલિંગમાં વિનેશ ફોગત, ક્રિકેટમાં રોહિત શર્મા, હોકીમાં રાની રામપાલ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને પૈરા ખેલાડી મરિયપ્પન ફંગવેલુને આ સન્માન મળ્યું હતું.

રોહિત શર્મા ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ચોથો ખેલાડી
રોહિત શર્માને ગત વર્ષે આ એવોર્ડથી સન્માનિત કરાયો હતો. સચિન તેંડુલકર સૌથી પહેલા ક્રિકેટર હતો જેને આ એવોર્ડ મળ્યો હતો. તેમણે 1997-98માં ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીને 2007 અને વિરાટ કોહલીને 2018માં આ સન્માન મળ્યું હતું.

અશ્વિને ટેસ્ટમાં 400+ વિકેટ લીધી
અશ્વિને અત્યારસુધી 79 મેચ રમી છે જેમાં એણે 413 વિકેટ લીધી હતી. તેણે 111 વનડેમાં 4.92ની ઇકોનોમી રેટથી 150 અને 46 T-20માં 6.90ના ઇકોનોમી રેટથી 52 વિકેટ લીધી હતી.

મિતાલી વનડે રેન્કિંગમાં નંબર-5 પર કાયમ
ICC દ્વારા જાહેર કરાયેલી વનડે રેન્કિંગમાં મિતાલી રાજ 5માં નંબર પર છે. તે ઓક્ટોબર 2019 પછી પહેલી વાર 5માં સ્થાને પહોંચી ગઈ છે. મિતાલીએ 2017માં ભારતને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિતાલીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

વનડેમાં મિતાલીએ 51ની એવરેજથી રન બનાવ્યા
મિતાલી રાજે અત્યારસુધી 215 વનડે મેચ રમી છે. જેમાં 51.21ની અવરેજથી 7170 રન બનાવ્યા છે. જ્યારે 89 T-20 મેચમાં 37.52ની એવરેજ સાથે 2364 બનાવ્યા છે.

ફુટબોલમાં સુનીલ છેત્રી અને બાલા દેવીનું નામ
ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશને (AIEF) ખેલ રત્ન માટે સ્ટાર ફુટબોલર સુનીલ છેત્રીનું નામ સજેસ્ટ કરવાની તૈયારી કરી છે. અર્જુન એવોર્ડ માટે મહિલા ફુટબોલર બાલા દેવીનું નામ સજેસ્ટ કરાશે. ભારતીય ફુટબોલ ટીમની ફોરવર્ડ બાલા દેવીએ તાજેતરમાં સ્કૉટલેન્ડના ક્લબ રેન્જર્સ FC સાથે 18 મહિનાનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત કરનારી તે પહેલી મહિલા ફુટબોલર બની ગઈ છે.

સુનીલે મેસીને પાછળ છોડ્યો
સુનીલે તાજેતરમાં ફીફા વર્લ્ડ કપ 2022 અને એશિયા કપ 2013માં કમ્બાઈન્ડ ક્વોલિફાયરમાં 2 ગોલ મારીને બાંગ્લાદેશ સામે 2-0થી ટીમને જીત અપાવી હતી. આની સાથે સુનીલે 117 ઈન્ટરનેશનલ મેચમાં 74 ગોલ માર્યા છે. આ કેસમાં એણે આર્જેન્ટિનાના લિયોનલ મેસીને પાછળ છોડી દીધો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *