Pooja Rani Olympics Match News | Boxer Pooja Rani Father Rajbir Bora Video Call Before Tokyo Olympics Quarterfinals | ભાસ્કરે પેરેન્ટ્સને ફોન કર્યો, ત્યારે જ ઓલિમ્પિક વિલેજથી પૂજાનો વીડિયો કોલ આવ્યો; પિતાએ કહ્યું- દેશનું સન્માન જાળવી રાખજે

[ad_1]

ભિવાનીએક કલાક પહેલાલેખક: રાજકિશોર

  • કૉપી લિંક
બોક્સર પૂજા રાની તેના પરિવાર સાથે -ફાઇલ ફોટો - Divya Bhaskar

બોક્સર પૂજા રાની તેના પરિવાર સાથે -ફાઇલ ફોટો

  • હાથ પર દાઝી જવાના કારણે બે વર્ષ બોક્સિંગથી દૂર રહી

ભારતીય દીકરી પૂજા રાનીને મેચ પહેલા એના પિતાને વીડિયો કોલ કર્યો હતો. એમણે કહ્યું- બેટા દેશનું સન્માન તારા હાથમાં છે. પરિવારની શાખ ઉંચી રાખજે અને તારુ બેસ્ટ આપજે અને સર્વસ્વ હોમી દે જે; જીત તારી જ થશે.

પૂજા રાનીએ મેચ પૂર્વે લગભગ 2 કલાક પહેલા ઘરે એક વીડિયો કોલ કર્યો હતો, જે દરમિયાન પૂજાએ એની માતા, નાના ભાઈ અને પિતા સાથે વાતચીત કરી હતી. તે જ સમયે, પૂજાના પિતા રાજબીર પણ ભાસ્કર સંવાદદાતા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે ભાસ્કર સંવાદદાતાને કહ્યું કે પૂજા એક વીડિયો કોલ પર છે, ઇવેન્ટમાં રમવા માટે જઈ રહી છે. તે જ સમયે પૂજાએ કહ્યું “પપ્પા, હું એક ઇવેન્ટ માટે જાઉં છું, તમે મને આશીર્વાદ આપો.” ત્યારે રાજબીરે કહ્યું કે બેટા પરિવારની શાખ અને દેશનું નામ હંમેશા જાળવી રાખજે. તારું બેસ્ટ આપજે, જીત તારી જ થશે.

દીકરી પર અમને ગર્વ છે
ભાસ્કર સાથે વાત કરતાં રાજબીરે કહ્યું કે અમને જીકરી પર ગર્વ છે. એના બોક્સિંગ વિશે કોઈ અફસોસ નથી. પૂજાએ 2009માં પહેલી વાર બોક્સિંગ શીખવાની વાત કરી ત્યારે પૂજા અને પૂજાની માતાને લાગ્યું કે જો ચહેરાપર ઈજા થશે તો પછીથી લગ્નમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો ચહેરા પર ડાઘ રહેશે તો તેના કારણે છોકરાઓ પણ ના પાડવા લાગશે. પૂજા તે સમયે ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં હતી.

હાથ પર દાઝી જવાના કારણે બે વર્ષ બોક્સિંગથી દૂર રહી
2016ની દિવાળીમાં પૂજાનો હાથ દાઝી ગયો હતો, ત્યારે આપણને લાગ્યુ હતું કે પૂજા માટે રિંગ પર પરત આવવું સંભવ નથી. તે બે વર્ષ સુધી રિંગથી દૂર રહી, પછી પરત ફરી અને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે દેશ માટે મેડલ જીતી.

પૂજા એશિયન ચેમ્પિયનશિપમાં 2 વાર ગોલ્ડ જીતી ચૂકી છે
પૂજા રાની એશિયન ચેમ્પિયનશિપમાં 2019 અને 2021માં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. 2015માં તેને આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને 2021માં સિલ્વર મેડલ મળ્યુ હતું. તે સિવાય તે 2014માં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ પણ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *