PANT TROLL | After the flop show at WTC, people said – Spiderman came and Spiderman left, there is no patience in Pant’s case. | WTCમાં ફ્લોપ શૉ બાદ લોકોએ કહ્યું- સ્પાઇડરમેન આયો અને સ્પાઇડરમેન જતો પણ રહ્યો, પંતના કેસમાં ધીરજ છે જ નહીં

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • PANT TROLL | After The Flop Show At WTC, People Said Spiderman Came And Spiderman Left, There Is No Patience In Pant’s Case.

અમુક પળો પહેલા

  • કૉપી લિંક
WTCની પહેલી ઈનિંગમાં 22 બોલમાં 4 રન બનાવીને પંત પેવેલિયન પર ફર્યો હતો. - Divya Bhaskar

WTCની પહેલી ઈનિંગમાં 22 બોલમાં 4 રન બનાવીને પંત પેવેલિયન પર ફર્યો હતો.

  • સોશયિલ મીડિયા યુઝર્સે મીમ શેર કરીને પંત પર નિશાન સાધ્યું

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની WTC ફાઇનલની પહેલી ઇનિંગમાં પંત ફ્લોપ રહ્યો હતો. મજબૂત શરૂઆત પછી 71 રનમાં 7 વિકેટ ગુમાવીને 217માં આખી ઈન્ડિયન ટીમ ઓલઆઉટ થઈ હતી. 23 વર્ષીય પંત આ નિર્ણાયકમાં પણ માત્ર 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. એના આઉટ થયા પછી ટીમ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

કીવી બોલર સામે પંત પરાસ્ત
પંતે 22 બોલ ફેસ કર્યા હતા. એ ન્યૂઝીલેન્ડની ધારદાર બોલિંગ સામે નિષ્ફળ રહ્યો હતો. અત્યારની વેધર કન્ડિશનને જોતા પંતે ખોટો શોટ રમ્યો હોય એવું કેટલાક ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા કહી રહ્યા છે. પહેલી ઈનિંગમાં પંતે જેમિસનના બહાર જતા બોલ સાથે ચેડા કર્યા હતા, જેના કારણે એ આઉટ થયો હતો. પંતનો કેચ સ્લિમમાં ઉભેલા ટોમ લેથમે લપકી લીધો હતો.

પંત પર ફેન્સે નિશાન સાધ્યું
રિષભ પંતના ખભા પર ટીમને સારા સ્કોર સુધી લઇ જવાની જવાબદારી હતી, પરંતુ એમાં એ ખરો ઉતરી શક્યો નહતો. ભારતીય ટીમના ફેન્સે સોશિયલ મીડિયામાં ગણતરીની મિનિટમાં પંતને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. નિરાશ ફેન્સે કહ્યું કે પંત માત્ર બેટિંગ પિચ પર રન બનાવી શકે છે.

એક ફેને ટ્વીટ કર્યું હતું કે આવી ઓવરકાસ્ટ પરિસ્થિતિમાં સાઉથહેમ્પટન જેવા સ્થળ પર ધીરજથી બેટિંગ કરવાની હોય, પરંતુ પંતના કેસમાં અલગ જ થાય છે. રન માટે ભાગવા જતા એ હંમેશા આઉટ થવાની ધાર પર ઊભો હોય છે. (રનઆઉટનો અર્થ અહીં રન માટે ભાગતો પણ લઈ શકાય)

બીજા ફેને મીમ શેર કરીને પંત પર તંજ કસ્યો હતો. વિરાટ કોહલીની વિકેટ ગયા પછી પંત પણ તરત આઉટ થયો હતો. એટલે મીમ દ્વારા ફેને કહ્યું કે વિરાટ આઉટ થયો તો તારે ધીરજ રાખીને રમવું જોઇએ, આમ ઝડપથી વિકેટ થ્રો ન કરાય.

સોશિયલ મીડિયા યૂઝરે પંતને સલાહ આપતા કહ્યું કે એ પોતાના ફ્રન્ટનો બરાબર ઉપયોગ કરી શકતો નથી. પંતનો આ શોટ ફ્લેટ વિકેટ અથવા ઈન્ડિયન વિકેટ પર રમી શકાય છે. જેમિસનના વખાણ પણ કર્યા હતા.

ટ્વીટ કરીને એક ફેને ઋદ્ધિમાન સાહાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિષભ પંત સિવાય ઋદ્ધિમાન સાહા પણ ભારતીય ટીમનો સારો વિકેટકીપર છે. તેથી ફેન્સે મીમ દ્વારા ઋદ્ધિમાન સાહાને પણ આ ટોપિક સાથે જોડ્યો હતો.

મેચમાં ન્યૂઝીલેન્ડનો બાઉન્સ બેક
ભારતીય ટીમનો સ્કોર બીજા દિવસે 146/3 હતો. પરંતુ ત્રીજા દિવસના 2 સેશનમાં તો કીવી ટીમના બોલરે ભારતીય ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. આ દિવસે ટીમ ઈન્ડિયાએ 71 રન બનાવ્યા અને 7 વિકેટ ગુમાવી હતી. ભારતનો પહેલી ઈનિંગમાં સ્કોર 217 રનનો છે. કાઈલ જેમિસને 5 વિકેટ ઝડપી હતી.

કીવી ટીમે આના જવાબમાં પરફેક્ટ ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. ગેમ હજુ રમાઈ રહી છે. હવે ભારતને મેચમાં પાછુ આવવું હોય તો બેક ટુ બેક વિકેટ લેવી પડશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *