Outstanding performance of Indian players, PV Sindhu in the quarter finals; The Indian men’s hockey team won, Atanu Das defeated the Korean archer | ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં, બોક્સિંગમાં સતીશ મેડલની નજીક, હોકી ટીમ જીતી, અતનુએ કોરિયાઈ તીરંદાજને હરાવ્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Outstanding Performance Of Indian Players, PV Sindhu In The Quarter Finals; The Indian Men’s Hockey Team Won, Atanu Das Defeated The Korean Archer

38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુરુવારે ભારતીય ખેલાડીઓએ સારી શરૂઆત કરી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 12 ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 41 મિનિટમાં 21-15, 21-13થી હરાવી દીધી, જ્યારે પુરુષ હોકીમાં ભારતીય ટીમે પુલ એ મુકાબલામાં આર્જેન્ટીનાને 3-1થી હરાવીને અંતિમ-8માં જગ્યા પાકી કરી લીધી છે.

પતિ-પત્ની બંને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા
તીરંદાજીમાં પુરુષ સિંગલ્સમાં ભારતના અતનુ દાસે ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને 6-4થી હરાવીને અંતિમ 32માં પ્રવેશ કરી લીધો છે. તીરંદાજીમાં ભારતના અતનુ દાસે સાઉથ કોરિયાના ઝિનયેક ઓહને શૂટઆઉટમાં હરાવી દીધો. બંને તીરંદાજ પાંચ સેટ પછી 5-5ની બરાબરી પર હતા. શૂટઆઉટમાં કોરિયાઈ તીરંદાજે 9નો સ્કોર બનાવ્યો. અતનુ દાસે પર્ફેક્ટ 10ના સ્કોરની સાથે મેચ જીતી લીધી. અતનુ દાસ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. ફાઈનલમાં પહોંચ્યા આ પહેલા તેમણે દિવસના પોતાના પ્રથમ મુકાબલામાં ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને 6-4થી હરાવ્યો હતો. અતનુ કરતા પહેલા તેમની પત્ની દીપિકા કુમારીએ પહેલા જ મહિલા સિંગલ્સમાં અંતિમ 16માં સ્થાન મેળવી લીધુ છે.

હોકીમાં રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ ટીમ આર્જેન્ટીનાને હરાવ્યા પછી પૂલ એમાં ભારતના 9 અંક થઈ ગયા છે અને તે બીજા સ્થાને છે. ભારતે અંતિમ પૂલ મેચ જાપાનની સામે શુક્રવારે રમવાની છે. ભારતીય ટીમનું પોતાના પૂલમાં ટોપ-4માં રહેવાનું નક્કી છે. ભારત તરફથી ત્રીજા ક્વાર્ટરમાં વરુણ કુમાર અને ચોથા ક્વાર્ટરમાં વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો છે.

શૂટિંગમાં હાલ મહિલાઓની 25 મીટર એર પિસ્તોલનો ક્વોલિફિકેશન પ્રીસિજન રાઉન્ડ ચાલી રહ્યો છે. તેમાં ભારતની રાહ સરનોબત અને મનુ ભાકર ભાગ લઈ રહી છે. બોક્સિંગમાં લંડન ઓલમ્પિકની બ્રોન્જ મેડલિસ્ટ એમસી મેરીકોમ પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉતરશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *