Only 1 contest away from making history in discus throw, learn the story of Indian daughter’s hard work | ડિસ્કસ થ્રોમાં ઈતિહાસ સર્જવાથી માત્ર 1 પ્રતિયોગિતા દૂર, જાણો ભારતીય દીકરીના પરિશ્રમની કહાણી

[ad_1]

34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કમલપ્રીત કૌરે 64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું, ફાઇનલ 2 ઓગસ્ટે રમાશે

ટોક્યો ઓલિંમ્પિકનાં ડિસ્કસ થ્રો સ્પર્ધામાં ભારતની કમલપ્રીત કૌરે પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે. પોતાના શાનદાર પ્રદર્શનને કારણે તેણે ફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી દીધી છે. કમલજીતે ત્રીજા પ્રયત્નમાં 64 મીટરનો થ્રો કરીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. કમલજીતે જો આ પ્રદર્શન ફાઇનલમાં પણ જાળવી રાખ્યુ તો તેઓ એથલેટિક્સમાં મેડલ લાવનારી પહેલી ભારતીય બની જશે. કમલપ્રીત કૌર થી મેડલની આશાઓ વધી ગઇ છે. કમલપ્રીત નેશનલ રેકોર્ડ હોલ્ડર છે.

ભારતની કમલપ્રીત કૌરે બીજા પ્રયાસમાં 63.97 મીટરનો થ્રો કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં તેનો થ્રો 60.29 મીટર હતો. તેણે ગ્રુપ બી ક્વોલિફિકેશન રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ એ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતની સીમા પુનિયા છઠ્ઠા ક્રમે રહી હતી.

ફાઇલ ફોટો- કમલપ્રીત કૌર

ફાઇલ ફોટો- કમલપ્રીત કૌર

જાણો કમલપ્રીત કૌરને
કમલપ્રીત કોર પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના બાદલ ગામની રહેવાસી છે. તે પોતે જ કહે છે કે તે ભણવામાં કાંઈ ખાસ નહોતી તેના કારણે તેના કોચે તેને એક રાજ્યસ્તરની પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે કહ્યુ હતું. જ્યાં તેનું પ્રદર્શન સંતોષકારક રહ્યું હતું અને તે ચોથા સ્થાને આવી. અભ્યાસમાં નબળા હોવાના લીધે કમલપ્રીતને લાગ્યું કે તેણે પોતાની રમત પર વધુ ધ્યાન આપવુ જોઇએ, જેના પછી તે પોતાની રમત સુધારવા પર વધુ મહેનત કરવા લાગી.

2014 થી પોતાની રમતને લઇને ગંભીર થઈ
કૌરે 2014 થી પોતાની રમતને ગંભીરતાથી લેવાનું શરુ કર્યુ. તેમની શરુઆતની ટ્રેનિંગ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(SAI)માં તેના ગામથી શરુ કરી હતી. કમલપ્રીતની મહેનતની મદદથી તે 2016માં અંડર-18 અને અંડર-20 રાષ્ટ્રીય ચૈમ્પિયન બની.

કમલપ્રીતના નામે આ રેકોર્ડ નોંધાયેલ છે
વર્ષ 2019માં દોહામાં થયેલા એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં તે 5માં સ્થાને રહી હતી. તેણે ડિસ્કસ થ્રોમાં 65 મીટર સીમા પાર કરી હતી અને આવુ કરનારી પહેલી મહિલા બની. તેમણે 2019માં 60.25 મીટર ડિસ્કસ થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *