One second away from the timing of the final, the medal requires an improvement of up to three seconds | ફાઇનલના ટાઇમિંગથી એક સેકન્ડ દૂર છું, મેડલ માટે ત્રણ સેકન્ડ સુધીનો સુધારો જરૂરી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • One Second Away From The Timing Of The Final, The Medal Requires An Improvement Of Up To Three Seconds

ભોપાલએક કલાક પહેલાલેખક: કૃષ્ણ કુમાર પાંડેય

  • કૉપી લિંક
  • ટોક્યો ઓલિમ્પિક માટે ડાયરેક્ટ ક્વોલિફાઈ કરનાર સજન ભારતનો પહેલો સ્વિમર છે

ભારતીય સ્વિમર સજન પ્રકાશની નજર ટોક્યો ઓલિમ્પિકમાં સેમી ફાઇનલ માટે ક્વોલિફાય કરવા પર રહેશે. 27 વર્ષના પ્રકાશ ઓલિમ્પિક માટે ડાયરેક્ટ ક્વોલિફાય કરનાર પહેલો ભારતીય સ્વિમર છે. તેણે કહ્યું, ફાઇનલના ટાઇમિંગથી હું માત્ર એક સેકન્ડ દૂર છું. તો મેડલ માટે મારે મારા સમયમાં 3 સેકન્ડનો સુધાર કરવો પડશે. તેની સાથે વાતચીતના અંશ…

તમે એ કટ મેળવનાર પહેલા ભારતીય બન્યા. તમને કેવી ફિલિંગ થઇ રહી છે.?
મને ગૌરવ થાય છે કે હું આવુ કરનાર પહેલો ભારતીય બન્યો છું. જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યારે મારા આંખમાં ખુશીના આસુંઓ આવી ગયા હતા. મારા કોચ વધુ ખુશ હતા.

હવે આગળનો પ્લાન શું છે.?
જૂનો ટ્રેનિંગ કાર્યક્રમને જ હાલ ફોલો કરીશ. આવનારા 20 દિવસમાં સ્પીડ વધારવા પર વધુ કામ કરીશ. હું દુબઈ જઇ રહ્યો છું. ત્યા જ ટ્રેનિંગ કરીશ.

આનાથી ઓલિમ્પિક માટે કેટલું મોટીવેશન મળશે.?
સાચુ કહું તો હું પહેલા ઓલિમ્પિક ક્વોલિફિકેશન માટે જ વિચારી રહ્યો હતો. હવે તેને મેળવ્યા બાદ ઓલિમ્પિક સેમી ફાઇનલના ટાઇમિંગની નજીક આવી ગયો છું. પહેલો લક્ષ્યાંક સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવાનું રહેશે. ત્યાર બાદ ફાઇનલ અને મેડલ વિશે વિચારીશું.
આ તમારી માટે કેટલું અઘરુ રહેશે.?
ફાઇનલ માટે ક્વોલિફાઈ કરવા માટે મને મારા ટાઇમિંગમાં એક સેકન્ડનો સુધાર કરવાની જરૂરીયાત છે. જ્યારે મેડલથી ત્રણ સેકન્ડ દૂર છું. આવનારા 20 દિવસની ટ્રેનિંગમાં સુધાર કરવાનો પ્રયાસ કરીશ. મને વિશ્વાસ છે કે હું તે કરી શકીશ.
હજુ ભારતીય સ્વિમિંગને ક્યા જોઇ રહ્યા છો.? તેની સરખામણી બીજા દેશો સાથે કઇ રીતે કરશો.?
જો આપણે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સાથે પ્રતિસ્પર્ધા કરવી હોય તો દેશમાં સુવિધાઓ સુધારવી પડશે. મને નથી લાગતું કે આપણી પાસે વિશ્વ કક્ષાની સુવિધા હશે. પણ આપણે આપણો રસ્તો જાતે શોધવો પડશે. જ્યારે આપણે તેને મેળવવાનું શરૂ કરી દેશું તો તેનું સ્ટાન્ડર્ડ પણ ઊંચુ આવી જશે.

ક્વોલિફાયરની તૈયારી કઇ રીતે કરી.? ટ્રેનિંગ કેટલી અઘરી હતી.?
અમે છેલ્લા 6-7 વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે ડિટેલ વર્ક કર્યું છે. જણાવીએ તો બ્લોકથી ડાઇવ લગાવવી, દરેક સ્ટ્રોક્સની વચ્ચે વધારે ગેપમાં સ્વિમ કરવું, લેપ પુરો કર્યા બાદ જલ્દી ટર્ન લેવો, વગેરે…અમે દરેક ક્ષેત્રમાં કામ કર્યું કારણ કે આ નાની વાતો મોટુ અંતર ઉભી કરે છે. આ એક દિવસમાં નથી થયું. કોચે મારાથી વધુ મહેનત કરી છે.

શું આ સિદ્ધી બાદ ભારતીય સ્વિમરનો દ્રષ્ટીકોણ બદલાશે?
આ એક ઘણી સારી કોમ્પિટીશન રહી. પહેલા શ્રીહરી કોટા ચુકી ગયો હતો. ત્યાર બાદ મે કોટા લીધો, ત્યારબાદ હરીએ પણ કોટા લીધો. ભવિષ્યમાં નવા ખેલાડીઓ માટે રસ્તાઓ ખુલશે. કારણ કે જ્યારે કોઇ એક અવરોધ પાર પાડી લઇએ છીએ તો તે બીજા માટે રસ્તો બનાવી દે છે. હું એ નથી કહેતો કે આ સહેલું હશે, પણ આ વધુ સુવિધાવાળું હશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *