olympic qualifier swimmer mana patel dream to win medal in tokyo olympic | 8 વર્ષે સ્વિમિંગ શરૂ કરનારી માના પટેલનું દેશને ઓલિમ્પિકમાં મેડલ અપાવવાનું સપનું, સવારે અને સાંજે બે-બે કલાક કરે છે સ્વિમિંગ

[ad_1]

અમદાવાદ2 કલાક પહેલાલેખક: આનંદ મોદી

  • કૉપી લિંક
આ તો હજુ શરૂઆત છે, ઘણા મેડલ જીતવા છે અને ઊંચા મુકામ સુધી પહોંચવું છેઃ માના પટેલ - Divya Bhaskar

આ તો હજુ શરૂઆત છે, ઘણા મેડલ જીતવા છે અને ઊંચા મુકામ સુધી પહોંચવું છેઃ માના પટેલ

  • અમદાવાદ કે ગુજરાત જ નહિ, પરંતુ હું દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહું છું
  • કોરોનાકાળમાં ઓવરથિંક ના કરું તે માટે મેડિટેશન શરુ કર્યું હતું

ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ ટોક્યો ઓલેમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. માના ઓલેમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગમાં ભાગ લેશે. જેનાથી દેશનું ગૌરવ વધશે. ઉલ્લેખનીય છે કે, માના પટેલ અમદાવાદની છે અને તેણીએ ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થતા DivyaBhaskarએ માના પટેલ સાથે વાતચીત કરી તેની અહીં સુધીની સફર અંગે જાણવા પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારી દેશની પ્રથમ મહિલા બેકસ્ટ્રોક સ્વિમર બની

દિવ્યભાસ્કરઃ સ્વિમિંગ ક્યારથી શરૂ કર્યું?
માના પટેલઃ 8 વર્ષની હતી ત્યારથી સ્વિમિંગ શરુ કર્યું હતું. 10 વર્ષની ઉંમરે પ્રોફશનલ સ્વિમિંગ શરુ કર્યું. ત્યારથી અત્યાર સુધી સ્વિમિંગમાં 72 નેશનલ અને 25 ઇન્ટરનેશનલ મેડલ મેળવ્યા છે. મારી મહેનત અને સાથે કોચ અને પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો છે. જેના કારણે આજે આ સ્થાને પહોંચી છું.

દિવ્યભાસ્કરઃ સ્વિમિંગપૂલ બંધ હતા ત્યારે પ્રેક્ટિસ કેવી રીતે કરી?
માના પટેલઃ કોવિડના સમયમાં સ્વિમિંગપૂલ બંધ રહ્યા હોવાથી આ સમય ઘણો મુશ્કેલ રહ્યો હતો, કારણકે ઘરે સ્વિમિંગ થઇ શકતું નહોતું તો બીજી બાજું અને પ્રેક્ટિસ પણ જરૂરી હતી. જેથી આ સમયે ઘરે ફિટનેસ મેઈન્ટેન કરી હતી અને ઓવરથિંક ના કરું તે માટે મેડિટેશન શરુ કર્યું હતું. ફેબ્રુઆરીમાં સ્વિમિંગપૂલ ખુલતા ફરીથી પ્રેક્ટિસ કરી અને હવે ઓલેમ્પિકમાં સિલેક્ટ થઇ છું. બહુ જ ઉત્સાહ છે કારણ કે અમદાવાદ કે ગુજરાત જ નહિ, પરંતુ હું દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહું છું. દેશને ઓલિમ્પિકમાં મેડલ અપાવવાનું સપનું છે.

દિવ્યભાસ્કરઃ ઓલિમ્પિકમાં મેડલ જીતવા તૈયારી કેવી છે?
માના પટેલઃ મારું સપનું પૂરું કરવા માટે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક સ્વિમિંગ કરું છું સાથે 1 કલાક જિમ તથા ફિટનેસ અને ફિઝીયો મેઈન્ટેન કરું છું. મારે માત્ર આટલેથી જ અટકવું નથી, હજુ શરૂઆત કરી છે ઘણા મેડલ જીતવા છે અને ઊંચા મુકામ સુધી પહોંચવું છે.

હજુ શરૂઆત કરી છે ઘણા મેડલ જીતવા છે અને ઊંચા મુકામ સુધી પહોંચવું છેઃ માના પટેલ

હજુ શરૂઆત કરી છે ઘણા મેડલ જીતવા છે અને ઊંચા મુકામ સુધી પહોંચવું છેઃ માના પટેલ

માના બાદ તેમના માતા આનલ પટેલ અને કોચ કમલેશ નાણાવટીએ પણ DivyaBhaskar સાથે વાત કરી હતી

દિવ્યભાસ્કરઃ તમારી દીકરી ઓલિમ્પિકમાં સિલેક્ટ થઈ છે, દીકરીઓ અંગે શું કહેશો?
માનાના માતાઃ મને ગર્વ છે કે મારી દીકરી ઓલેમ્પિક માટે સિલેક્ટ થઇ છે. માનાએ સાબિત કરી બતાવ્યું છે કે દીકરો દીકરી એક સમાન છે. કદાચ દીકરા કરતા દીકરી સારું કરી શકે. આપણે દીકરીઓને મોકો આપવો જોઈએ. એક માતા ઉપરાંત ગુજરાતી તરીકે મને ગર્વ છે. લોકો એવું માને છે કે ગુજરાતીઓ માત્ર ધંધો અને ટ્રાવેલિંગ જ કરે અને સ્પોર્ટ્સમાં ધ્યાન ના આપે અને આપે તો પણ એક મર્યદા સુધી, પરંતુ માનાએ સાબિત કરી બતાવ્યું કે ગુજરાતીઓ સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકે છે. હું માનાને એથ્લિટ કરતા એક વ્યક્તિ તરીકે પરફેક્ટ બનાવવા માંગું છું.

દિવ્યભાસ્કરઃ કોચ તરીકે તેમ કેવી રીતે તૈયારીઓ કરાવી?
કોચઃ માના શરૂઆતથી જ મારી સ્ટુડન્ટ હતી. પહેલા ક્લબમાં સ્વિમિંગ માટે આવતી હતી ત્યાં કોઈ હરીફાઈ કે ભવિષ્ય ના હોવાથી મેં તેને બીજે ટ્રેનિંગ આપવાનું શરુ કર્યું. જે બાદ તેને મેડલ મળવાના શરુ થયા. ધીમે ધીમે તે આગળ વધતી ગઈ અને આજે ઓલેમ્પિક માટે સિલેક્ટ થઇ છે. માના ગુજરાતની પ્રથમ સ્વિમર છે જે ઓલેમ્પિક માટે સિલેક્ટ થઇ છે જેનો મને ખુબ જ આનંદ છે.

ટોક્યો જતા પહેલા સતત 7 દિવસ સુધી RT-PCR ટેસ્ટ કરાવશે
અત્યારે કોવિડની સ્થિતિ વચ્ચે ઓલિમ્પિક યોજાશે ત્યારે માના પટેલ ભારતથી જાપાન જશે. પરંતુ જાપાનમાં ઘણા પ્રતિબંધ છે ત્યારે માના પટેલને પ્રવેશ કેવી રીતે આપવામાં આવશે તે સવાલ અંગે માના માટે જણાવ્યું હતું કે 24 જુલાઈએ ઓલિમ્પિકમાં ભાગ લેશે, જેથી 19 જુલાઈએ તે ટોક્યો ખાતે પહોંચી જશે. કોરોનાને કારણે તે ટોક્યો પહોંચે તે અગાઉ 7 દિવસ સુધી RT-PCR રિપોર્ટ કરવામાં આવશે. દરરોજ રિપોર્ટ કાઢીને તે સબમિટ કરાવવામાં રહેશે જે બાદ ટોક્યો જશે. ટોક્યોમાં તમામ તકેદારી રાખવામાં આવશે.

દીકરીની ભૂખ ઉઘાડવા માતાએ સ્વિમિંગ બેચમાં મુકી હતી
માના પટેલની સ્વિમિંગની શરૂઆત પણ રસપ્રદ રહી છે. તે જ્યારે નાની હતી ત્યારે દુબળી હતી, પુરતો ખોરાક પણ લેતી ન હતી. જો તે વધારે મહેનત કરે તો તેની ભુખ ઉઘડે એવા આશયથી માનાની માતાએ તેને સમર સ્વિમિંગ બેચમાં મુકી અને આજે માના ઓલિમ્પિક સુધી પહોંચી ગઈ.

13 વર્ષની ઉંમરે ત્રણ રેકોર્ડ બ્રેક કર્યા
જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદ ખાતે યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે. આ સિવાય માનાએ ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ(ફાઉન્ડેશન પ્રોગ્રામ) દ્વારા સાઇન ઇન થનાર પ્રથમ સ્વિમર છે. માના પટેલે હૈદરાબાદની 40મી જુનિયર રાષ્ટ્રીય એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યાં.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *