Olympic Games Tokyo 2020 Olympic Games Tokyo 2021 Manu Bhaker Pistol Was Damaged In The Qualification Round; Hope Remains Intact In 25m Air Pistol And Mixed Events | ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટેકનિકલ ખામી સર્જાતા ખરાબ પ્રદર્શન; 25 મીટર અને મિક્સ ઇવેન્ટમાં હજુ પણ આશા જીવંત

[ad_1]

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પિસ્તોલમાં ખામી સર્જાયા બાદ મનુ ભાકર કોચ સાથે વાત કરી રહી છે. - Divya Bhaskar

પિસ્તોલમાં ખામી સર્જાયા બાદ મનુ ભાકર કોચ સાથે વાત કરી રહી છે.

  • મનુએ પહેલા રાઉન્ડમાં 98 પોઇન્ટ મેળવ્યા હતા

ઈન્ડિયન યુવા શૂટર મનુ ભાકર ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એક પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી શકી નથી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ક્વોલિફિકેશન રાઉન્ડમાં એની પિસ્તોલમાં ટેકનિકલ ખામી સર્જાતા એની સીધી અસર પ્રદર્શન પર પડી હતી. મનુ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 575 પોઇન્ટ સાથે 12માં ક્રમાંક પર રહી.

મનુ સિવાય એક અન્ય ઈન્ડિયન શૂટર યશ્વિની દેસવાલ 13માં ક્રમાંકે રહી હતી. મનુની પિસ્તોલમાં ટેકનિકલ ખામી સર્જાતા એેને 5 મિનિટ સુધી વેઇટ કરવો પડ્યો હતો. મનુનાં પિતા રામકિશન ભાકર અને નેશનલ રાઇફલ સંઘના અધિકારીઓ પણ મનુની પિસ્તોલમાં ટેકનિકલ ખામી હોવાની વાત સ્વીકારી રહ્યા છે.

મનુએ પહેલા રાઉન્ડમાં 98 પોઇન્ટ મેળવ્યા
મનુએ ક્વોલિફિકેશનનાં પહેલા રાઉન્ડમાં 98 પોઇન્ટ મેળવ્યા હતા. પરંતુ બીજા રાઉન્ડમાં એની પિસ્તોલમાં ટેકનિકલ ખામી સર્જાતા મનુ ટાર્ગેટ છોડીને બહાર આવી ગઈ હતી. અહીં એની પિસ્તોલ 5 મિનિટ પછી રિપેર થઈ હતી. મનુએ બીજા રાઉન્ડમાં 95, ચોથામા 95, પાંચમા 98 અને છઠ્ઠા રાઉન્ડમાં 95 પોઇન્ટ મેળવ્યા હતા, જેના પરિણામે તે ફાઇનલમાં પ્રવેશ કરવા માટે 2 પોઇન્ટથી ચૂકી ગઈ હતી.

મનુ ભાકર 10મી પિસ્તોલ ઇવેન્ટમાં લક્ષ્યાંક સાધી રહી છે.

મનુ ભાકર 10મી પિસ્તોલ ઇવેન્ટમાં લક્ષ્યાંક સાધી રહી છે.

મિક્સ ઇવેન્ટ અને 25 મીટર એર પિસ્તોલમાં આશા જીવંત
અલબત્ત, ખામીયુક્ત પિસ્તોલને કારણે મનુ 10 મીટર એર પિસ્તોલમાં મેડલ ગુમાવી ચૂકી હતી, પરંતુ એને હજી ટોક્યોમાં મેડલ જીતવાની આશા છે. મનુ હજુ મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. મિક્સ ઇવેન્ટમાં સૌરભ ચૌધરી અને મનુ ભાગીદાર બનશે.

ઈન્ડિયાને ઓલિમ્પિકમાં એક મેડલ મળ્યો
ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે. જેમાં 24મી જુલાઇથી મેડલ ઇવેન્ટની શરૂઆત થઈ ગઈ છે. ભારતને મેડલ ઇવેન્ટના પહેલા દિવસે વેઇટ લિફ્ટિંગમાં પ્રથમ મેડલ મળ્યો હતો. મીરાબાઈ ચાનૂએ 49 કિલો વજનના વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. જેની પહેલા 2000 સિડની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ દેશ માટે વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *