Novak Djokovic Knocked Out Defending Champion Rafael Nadal In French Open 2021 Semi Final | રોલેન્ડ ગેરોસના સેમિફાઇનલમાં 13 વાર ચેમ્પિયન નડાલને હરાવવાનો વિશ્વનો પહેલો ખેલાડી બન્યો; સિત્સિપાસ વિરૂદ્ધ મહાસંગ્રામ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Novak Djokovic Knocked Out Defending Champion Rafael Nadal In French Open 2021 Semi Final

એક કલાક પહેલા

  • કૉપી લિંક

વિશ્વના નંબર-1 મેન્સ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે ઈતિહાસ રચ્યો છે. તેઓએ ફ્રેન્ચ ઓપનની સેમિફાઈનલ મેચમાં 13 વાર ચેમ્પિયન રફેલ નડાલને 3-6, 6-3, 7-6. 6-2થી હારનો સ્વાદ ચખાડ્યો હતો. જોકોવિચ, નડાલને રોલેન્ડ ગેરોસ ખાતે સેમિફાઈનલમાં પરાસ્ત કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. ફાઈનલમાં જોકોવિચની ટક્કર વર્લ્ડ નંબર 5 ગ્રીસના સિત્સિપાસ સામે થશે.

4 કલાક 11 મિનિટ સુધી આ મેચ ચાલી હતી, જેમાં નડાલે સરળતાથી પ્રથમ સેટ 6-3થી પોતાને નામ કર્યો હતો. ત્યારપછી બીજા સેટને જીતીને જોકોવિચે મેચમાં વાપસી કરી હતી. ત્રીજો સેટ ટાઈ બ્રેકર સુધી પહોંચ્યો હતો, જેમાં જોકોવિચે 7-6થી જીતી લીધો હતો. ચોથા સેટમાં જોકોવિચે પ્રશંસનીય પ્રદર્શન દાખવીને નડાલને 6-2થી પરાસ્ત કરીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આની સાથે જોકોવિચે, 21 ગ્રાન્ડ સ્લેમ જીતવાના નડાલના સપનાને પણ તોડી નાખ્યું હતું. જોકોવિચે પણ નડાલની 35 મેચની જીતનો રેકોર્ડ અટકાવ્યો હતો. સર્બિયાનો જોકોવિચ ફ્રેંચ ઓપનમાં નડાલને એક કરતા વધારે વાર પરાસ્ત કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. આ સાથે જ જોકોવિચે ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રાપ્ત થયેલી હારનો બદલો લીધો હતો.

નડાલ V/S જોકોવિચ ઓવરઑલ રેકોર્ડ
અત્યાર સુધી બંને વચ્ચે કુલ 58 મેચ યોજાઈ છે. જેમાંથી જોકોવિચે 30 અને નડાલે 28 મેચ જીતી છે. ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં બંને 17 વેળા સામ-સામે આવ્યા છે. આ સ્પેનિશ ખેલાડીએ 17 માંથી 10 મેચ જીતી છે. જ્યારે, જોકોવિચ માત્ર 7 મેચ જીતી શક્યો છે.

ક્લે કોર્ટની વાત કરીએ તો નડાલ અને જોકોવિચ વચ્ચે કુલ 27 મેચ માંથી નડાલે 19 અને જોકોવિચે 8 મેચ જીતી છે. આ બંને ખેલાડીઓની ટક્કર છેલ્લી વેળા મે મહિનામાં ATP માસ્ટર્સ 1000 રોમના ફાઈનલમાં થઈ હતી, જે એક ક્લે કોર્ટ હતું. આ મેચને નડાલે 7-5, 1-6, 6-3થી પોતાને નામ કરી હતી.

નડાલ-જોકોવિચે કેટલા ગ્રાન્ડ સ્લેમ જીત્યા?
નડાલે અત્યાર સુધીમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તે રોજર ફેડરર સાથે આ રેકોર્ડ અંતર્ગત ટોચ પર છે. નડાલના નામે 13 ફ્રેન્ચ ઓપન ટાઇટલ છે. આ સિવાય એણે 4 વાર US ઓપન, 2 વાર વિમ્બલ્ડન અને એક વાર ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ જીત્યું છે. જ્યારે, જોકોવિચે 2016માં એની કારકિર્દીમાં ફક્ત 1 ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું. આ સિવાય એણે 18 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે, જેમાં 9 ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ, 5 વિમ્બલ્ડન ટાઇટલ અને 3 US ઓપન ટાઇટલ જીત્યા છે.

ફેન્ચ ઓપનની ફાઈનલમાં જોકોવિચનો સામનો સિત્સિપાસ સામે થશે. સિત્સિપાસે સેમિફાઈનલમાં વર્લ્ડ નંબર 6 જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવને 6-3, 6-3, 4-6, 4-6, 6-3થી હરાવ્યું હતું. આ જીત સાથે સિત્સિપાસ કોઈપણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કરનાર ગ્રીસનો પ્રથમ ખેલાડી બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *