Mother left her job for Indus, traveling 120 km daily for preparation | સિંધુ માટે માતાએ નોકરી છોડી, તૈયારી માટે રોજના 120 કિમી મુસાફરી કરતી

[ad_1]

હૈદરાબાદ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ટોક્યો 2020 માં બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સમાં દેશની એકમાત્ર આશા છે સિલ્વર મેડાલિસ્ટ પીવી સિંધુ, મેડલનો રંગ બદલવા ઉતરશે
  • હેદરાબાદમાં કોરિયન કોચની સાથે ટ્રેનિંગ લઈ રહી છે

પુસરલા વેન્કટ સિંધુ એટલે કે પીવી સિંધુ જે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ માટે સૌથી મોટી અપેક્ષા છે. સિન્ધની માતા પી વિજયા અને પિતા પીવી રમન બંને વોલીબોલ ખેલાડી હતા. રમન 1986 એશિયન ગેમ્સમાં કાસ્ય પદક જીતનાર ભારતીય ટીમનો હિસ્સો હતો. 5.11 ફૂટ લાંબી સિંધુ માટે વોલિબોલમાં કારકિર્દી બનાવવું સહેલું હતું. પણ તેણે બેડમિન્ટનનો રસ્તો પસંદ કર્યો. 2012 ચાઇના માસ્ટર્સમાં લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ લી જુઈરૂઈને હરાવીને વિશ્વને ચોકાવી દીધી. તેજ વર્ષે સિંધુએ જાપાનની નોજોમી ઓકુહારાને હરાવી એશિયન જુનિયર ચેમ્પિયનશિપ ટાઇટલ જીતી. સિંધુની જરૂરીયાતો પર ધ્યાન દેવા માટે માતા વિજયાએ નોકરી છોડી દીધી. ખેલાડી હોવાથી તેમને ખ્યાલ હતો કે સિંધુને વિશ્વસ્તરીય બનવા માટે શું જરૂરીયાત રહેશે. 2019 માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બનનાર પીવી સિંધુએ મેડલ માતાને સમર્પિત કર્યું હતું. સિંધુ દરેક દિવસે ટ્રેનિંગ માટે 120 કિમી ટ્રાવેલ કરતી હતી. તેની કારકિર્દી માટે પિતાએ રેલવેમાંથી 2 વર્ષની રજા લીધી હતી.

કોચ મેચ જેવી પરિસ્થિતિ બનાવીને અભ્યાસ કરાવી રહ્યા છે, સ્ટેડિયમના 25 રાઉન્ડ લગાવીને ફિટનેસ સુધારી
સિંધુ ગાચીવાઉલીના જીએમસી બાલાયોગી સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરી રહી છે. ત્યા તે પોતાના સાઉથ કોરિયન કોચ પાર્ક તાઈ-સુંગની સાથે ટ્રેનિંગ કરી રહી છે. પાર્ક મેચ જેવી પરિસ્થિતિ બનાવીને સિંધુને અભ્યાસ કરાવી રહ્યા છે. સિંધુ માટે વર્ષની શરૂઆત સારી રહી નથી. વર્લ્ડ ટુર ફાઇનલ્સમાં પણ શરૂઆતી રાઉન્ડમાં જ બહાર થઇ ગઇ છે. ત્યાર બાદ હૈદરાબાદમાં દરેક દિવસે 55 મિનિટ મેદાનના 25 રાઉન્ડ લગાવે છે. ફિટનેસ પર કામ કર્યું. ત્યારબાદ સ્વિસ ઓપનમાં ફાઇનલ અને ઓલ ઇંગ્લેન્ડમાં સેમી ફાઇનલ સુધી પહોંચી.

સિદ્ધીઓ

  • ગોલ્ડ: વર્લ્ડ ચેમ્પિયનશિપ 2018, કોમનવેલ્થ ગેમ્સ 2018 મિક્સ ડબલ્સ
  • સિલ્વર: રિયો 2016, વર્લ્ડ ચેમ્પિયનસિપ 2017-2018, કોમનવેલ્થ 2018.
  • કાસ્ય: વર્લ્ડ ચેમ્પિયનસિપ 2013-2014, એશિયાડ કોમનવેલ્થ 2014

પાવરફૂલ શૉટના કારણે સિંધુ હરીફ પર ભારે પડતી હતી: ભાસ્કર એક્સપર્ટ
સંજય મિશ્રા, ચીફ કોચ, ભારતીય બેડમિન્ટ જુનિયર ટીમ

ભારતીય જુનિયર બેડમિન્ટન ટીમના ચીફ કોચ સંજય મિશ્રાનું માનવું છે કે વર્લ્ડ નંબર 7 ખેલાડી પીવી સિંધુ પાવરફૂલ શૉટના કારણે વિશ્વના દરેક ખેલાડીઓને માત દેવા માટે તાકાત ધરાવે છે. આજ કારણથી તે ગોલ્ડ પર કબજો કરી શકે છે. ચીફ કોચનું કહેવું છે કે, સિંધુ સહિત બધા ખેલાડીઓનો શરૂઆતનો ડ્રો સહેલો રહેશે. કોરોનાને કારણે આપણા ખેલાડીઓ છેલ્લા દોઢ-બે વર્ષથી કોઇ મોટી ટુર્નામેન્ટ નથી રમ્યા. જેથી હરીફ ખેલાડીઓને સમજવા માટે થોડી તકલીફ થશે. આપણા ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટમાં જલદી દબાવમાં આવી જાય છે. જેથી ઘણીવાર જીતેલી મેચ હારી જાય છે. તેથી ખેલાડીઓને ઓલિમ્પિકનું દબાણ પોતાના પર હાવી થવા દેવું ન જોઇએ.’

પ્રણીત ઓલરાઉન્ડર, લય જાણવી રાખવી પડશે
પ્રણીત ઓલરાઉન્ડર ખેલાડી છે. તેનામાં પાવરફૂલ શોટ લગાવવાની ક્ષમતા છે. પણ તેણે તેના પ્રદર્શનની લય જાળવી રાખવાની જરૂરી છે. તે દરેક ટુર્નામેન્ટમાં એક સરખું પ્રદર્શન નથી કરી શકતો.

સાત્વિક અને ચિરાગ પર દબાણ રહેશે
વર્લ્ડ નંબર 10 સાત્વિકસાઈરાજ રેકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીની જોડી પર સૌથી વધુ દબાણ રહેશે. બંનેએ ટુર્નામેન્ટના પ્રેસરને પોતાના પર હાવી થવા દેવું ન જોઇએ. બંને ગત 4 વર્ષથી સાથે રમી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *