Mohammed Shami Wraps A Towel While On Field In WTC Final, Photo Went Virat On Social Media | Ranveer Singh | ફેન્સે રણવીર સિંહ અને રણબીર કપૂર સાથે તુલના કરી, શમીની બાયોપિકની વાત પણ ઉચ્ચારી; ફાસ્ટ બોલરનો ન્યૂ લુક વાઇરલ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Mohammed Shami Wraps A Towel While On Field In WTC Final, Photo Went Virat On Social Media | Ranveer Singh

સાઉથહેમ્પટનએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મોહમ્મદ શમીએ પહેલી ઇનિંગમાં 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી WTC ફાઇનલના પાંચમા દિવસે મોહમ્મદ શમીનો ન્યૂ લુક વાઈરલ થઈ રહ્યો છે. શમી મેચ દરમિયાન ટોવેલને લૂંગી સ્ટાઇલમાં પહેરીને મેદાનમાં ફરતો હતો. ફેન્સે એની આ સ્ટાઇલને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. એક સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું હતું કે આ સ્ટાઇલ જોઈને રણબીર કપૂરનો ટોવેલ ડાન્સ યાદ આવી ગયો. બીજા ફેન્સે કહ્યું કે રણવીર સિંહ મેદાનમાં શમીની બાયોપિક શૂટ કરવા આવી પહોંચ્યો છે. જાણો આવીજ રસપ્રદ ફેન્સની પ્રતિક્રિયાઓને…….

સોશિયલ મીડિયામાં શમીનો આ લુક ગણતરીની મિનિટમાં વાઇરલ થયો હતો. ફાસ્ટ બોલર શમીના આ લુકને જોઇને યુઝરે રણબીર કપૂરની સાથે શમીની તુલના કરી હતી. રણબીર કપૂરે એની ફિલ્મ સાવરિયાના એક સોન્ગની યાદ અપાવી હતી. જેમાં એણે શમી અને રણબીરના ટોવેલ ફોટોઝને મર્જ કરીને ટ્વીટ કર્યું હતું. સાવરિયા ફિલ્મનું સોન્ગ જબ સે તેરે નૈના સોન્ગ દરમિયાન ટોવેલ પહેરીને ડાન્સ કર્યો હતો. અત્યારે પણ રણબીર કપૂરના ફેન્સ આ સોન્ગને પસંદ કરે છે અને વિવિધ મીમમાં પણ એનો ઉપયોગ કરતા હોય છે.

મોહમ્મદ શમી મેચ દરમિયાન જ્યારે આ લુકમાં બાઉન્ડ્રી પર ઊભો હતો ત્યારે એક યુઝરે એને રણવીર સિંહ સાથે પણ સરખાવ્યો હતો. એણે કહ્યું કે મને લાગે છે રણવીર સિંહ અત્યારે મોહમ્મદ શમીની બાયોપિક બનાવવા માટે મેદાનમાં શૂટિંગ કરી રહ્યો છે.

શમી લંચ બ્રેક દરમિયાન રિષભ પંત, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ સાથે ટોવેલ પહેરીને મેદાનની બહાર જતો હતો. સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું કે જે પ્રમાણે સાઉથહેમ્પટનમાં વાતાવરણ છે, એને જોતા તો આવા કપડા જ પહેરવા જોઈએ.

મોહમ્મદ શમી પાંચમા દિવસની શરૂઆતથી જ મેચમાં સારી બોલિંગ કરી રહ્યો હતો. એના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એક ફેને ટ્વીટ કર્યું હતું કે અત્યારે કદાચ શમીના મનમાં આવું ચાલતું હશે- ‘જલદી જલદી વિકેટ ઝડપી લઉં, કેમ કે અહીંયા ઘણા દિવસે સૂર્યપ્રકાશ જોવા મળ્યો છે. હવે મારે આ ઈનિંગ પૂરી કરીને નાહવા પણ જવાનું છે ને..’

DAY 5: શમીએ આજે ધારદાર બોલિંગ કરી
પાંચમા દિવસની શરૂઆતથી જ મોહમ્મદ શમીએ વિકેટ લેવાનું શરૂ કર્યું હતું. કીવી ટીમના બેટ્સમેન આઉટ સ્વિંગ બોલિંગથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એની ધારદાર બોલિંગના પરિણામે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં શમીએ કુલ 4 વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં શમીએ 26 ઓવર નાખી હતી. જેમાં એણે 76 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેમા કુલ 8 ઓવર મેડન હતી.

શમીએ ન્યૂઝીલેન્ડના રોસ ટેલર, બીજે વૉટલિંગ, કોલિન ડિ ગ્રેંડહોમ અને કાઇલ જેમિસનને આઉટ કર્યા હતા. આ ઇનિંગમાં ઈશાંત શર્માએ 3 વિકેટ અને અશ્વિન-જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ઇનિંગમાં 249 રન બનાવ્યા હતા, જે 32 રનની આગળ હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *