Mirabai failed to lift weights even once in 2016, now ends the country’s 21-year wait in weightlifting | 2016માં એક વખત પણ યોગ્ય રીતે વેઇટ ઉપાડી શકી ન હતી મીરાબાઈ, હવે વેઇટલિફ્ટિંગમાં દેશની 21 વર્ષની રાહ સમાપ્ત કરી

[ad_1]

ટોક્યો5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મીરાબાઈ ચાનૂએ પોતાના બીજા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો. - Divya Bhaskar

મીરાબાઈ ચાનૂએ પોતાના બીજા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો.

  • ટોક્યો ઓલિમ્પિક્સમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યું
  • 11 વર્ષની ઉંમરમાં ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં જીત્યું હતું પ્રથમ મેડલ

મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યું છે. કુલ 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યું છે. આ રીતે દેશને 21 વર્ષ બાદ વેઇટલિફ્ટિંગમાં ઓલિમ્પિક મેડલ મળ્યો છે. આ પહેલા 2000 સિડની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ જીત્યો હતો. આ અર્થમાં મીરાબાઈની સફળતા તે વિશેષ બની જાય છે કે તે 2016 રિયો ઓલિમ્પિક્સમાં તેના એકપણ પ્રયત્નોમાં વજન યોગ્ય રીતે ઉંચકી શકી ન હતી. તેના તમામ પ્રયત્નોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

મીરાબાઈએ ઓલિમ્પિકમાં જતાં પહેલા ભાસ્કરને કહ્યું હતું કે હું ચોક્કસપણે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીશ. કારણ કે મને ઓલિમ્પિકમાં રમવાનો અનુભવ છે. હું મારા પ્રથમ ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી રહી ગઈ હતી. ત્યારે અનુભવના અભાવને કારણે હું મેડલ જીતવા માટે સફળ થઈ શકી ન હતી.

મીરાબાઈએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ વર્ષે એપ્રિલમાં થયેલ તાશકંદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં​​​​​​​ 86 કિલો ઉપાડ્યા પછી, ક્લિન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા 119 કિલોગ્રામ વજન ઉપાડયું હતું. કુલ 205 કિગ્રા સાથે તે ત્રીજા સ્થાને રહી હતી. અગાઉ ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ 118 કિલો હતો. ચાનૂનું 49 કિલોગ્રામમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કુલ 203 કિલો (88 કિગ્રા અને 115 કિગ્રા), જે તેણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નેશનલ ચેમ્પિયનશીપમાં બનાવ્યું હતું.

11 વર્ષની ઉંમરમાં વેઇટલિફ્ટિંગમાં જીત્યું હતું પ્રથમ મેડલ
મીરાબાઈ મણિપુરના ઇમ્ફાલની રહેવાસી છે. તેણે વેઇટ લિફ્ટિંગમાં પ્રથમ ગોલ્ડ 11 વર્ષની વયમાં લોકલ વેઇટ લિફ્ટિંગ ટુર્નામેન્ટમાં જીત્યું હતું. તેમણે ઇન્ટરનેશનલ લેવલ પર વેઇટ લિફ્ટિંગ ક્કરકિર્દીની શરૂઆત વર્લ્ડ અને જુનિયર એશિયન ચેમ્પિયનશિપથી કરી હતી. વે કુંજરાની દેવીને પોતાના આદર્શ માને છે.

વર્લ્ડ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિનમાં મેડલ જીતનાર પહેલી ભારતીય
મીરાબાઈ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પહેલી ભારતીય વેઈટલિફ્ટર છે. આ સફળતા તેમણે 2017માં 49 કિલો વેઈટ કેટેગરીમાં મેળવી હતી. 2014માં તેમણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 49 કિલો વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મીરાબાઈએ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઈજા પછી 2019માં શાનદાર વાપસી
​​​​​​​મીરાબાઈને 2018માં સખત બેકપેઈનનો દુખાવો હતો. જોકે ત્યારપછી તેઓ 2019ના થાઈલેન્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપથી પરત ફર્યા હતા અને ચોથા નંબર પર રહ્યા હતા. ત્યારે તેમણે પહેલીવાર 200 કિલો વજન ઉપાડ્યું હતું. ચાનુએ કહ્યું કે, તે સમયે ભારત સરકારને સંપૂર્ણ સપોર્ટ મળ્યો હતો. ત્યારે મને સારવાર માટે અમેરિકા મોકલવામાં આવી હતી. ત્યાર પછીના મેં માત્ર શાનદાર વાપસી કરી પરંતુ મારા કરિયરનું સૌથી વધારે વજન ઉપાડવામાં પણ સફળતા મેળવી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *