Mirabai Chanu won a silver medal in weightlifting; Medal hopes in boxing, wrestling and hockey | મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો; બોક્સિંગ, કુશ્તી અને હોકીમાં મેડલની આશા

[ad_1]

ટોક્યો42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતે માત્ર 1 મેડલ જીત્યો છે. આ મેડલ મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં ભારતને અપાવ્યો. તેમણે 49 કિલો વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ ઉપરાંત ટેનિસ, ટેબલ ટેનિસ, શૂટિંગ અને પુરૂષ બોક્સિંગમાં ભારતને નિરાશા હાથ લાગી. અત્યારે પણ મહિલા બોક્સિંગ, કુશ્તી અને પુરૂષ હોકીમાં મેડલની આશા છે.

બોક્સિંગમાં લવલિના બોરગોહેન ક્વાર્ટર-ફાઈનલમાં પહોંચી ચૂકી છે. જ્યારે કુશ્તીમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પાસેથી ઘણી આશાઓ છે. આ ઉપરાંત પુરૂષ હોકીમાં ટીમ ઈન્ડિયા 3માંથી 2 મેચ જીતી ચૂકી છે અને ક્વાર્ટર-ફાઈનલમાં પહોંચવાની આશા જાગી છે. આ ઉપરાંત એથલેટિક્સમાં દુતી ચંદ અને નીરજ ચોપડા પાસેથી ઘણી આશા છે.

વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ભારતને ટોક્યો ઓલિમ્પિકના પ્રથમ દિવસે મેડલ અપાવ્યો. તેમણે 21 વર્ષ પછી ઓલિમ્પિકમાં ભારત તરફથી વેઈટલિફ્ટિંગમાં મેડલ જીત્યો. આ અગાઉ 2000 સિડની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ આ સ્પોર્ટ્સમાં મેડલ જીત્યો હતો. મીરાએ કુલ 202 કિલો (87 કિલો+115 કિલો)નું વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *