Mirabai Chanu Gets Rousing Welcome In Imphal | Olympic Silver Medallist | Tokyo Olympics | મીરાબાઈ ઈમ્ફાલમાં માતાને ભેટીને રડી પડી, એરપોર્ટ પર મણિપુરના CM પણ રિસીવ કરવા પહોંચ્યા

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડોમિનોઝે મીરાબાઈ ચાનૂને ફ્રી પિત્ઝા ડિલવર કર્યા, એણે સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ જીતાડનાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ સ્વદેશ પરત ફરી છે. મંગળવારે ઇમ્ફાલ એરપોર્ટ પર તેમનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. આ દરમિયાન જ્યારે મીરા એરપોર્ટ પર તેની માતાને ભેટીને રડવા લાગી હતી. મીરાબાઈને રિસીવ કરવા માટે મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે પણ એરપોર્ટ આવ્યા હતા. ઇમ્ફાલનાં ટિકેન્દ્રજીત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાનૂનું સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર મીરાબાઈ ચાનૂને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને મીડિયા પર્સન હાજર રહ્યાં હતા.

મીરાબાઈ ચાનૂ જેવી એરપોર્ટ પર પહોંચી કે તરત જ લોકોએ એનું ફુલોની હારમાળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી બીરેન સિંહે પણ ચાનૂને 1 કરોડ રૂપિયા આપીને સન્માનિત કરી હતી. એટલું જ નહીં, મણિપુરનાં મુખ્યમંત્રીએ તેને એડિશનલ એસપીની પોસ્ટનો અપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યો હતો. આના સિવાય YAS ડિપાર્ટમેન્ટે ચાનૂને 10 લાખ રૂપિયા અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે 3 લાખ રૂપિયા આપીને સન્માનિત કરી હતી.

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંઘ ઇમ્ફાલ એરપોર્ટ પર મીરાબાઈની પહેલા પહોંચી ગયા

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંઘ ઇમ્ફાલ એરપોર્ટ પર મીરાબાઈની પહેલા પહોંચી ગયા

મીરાબાઈ ચાનૂ ભાવુક થઈ ગઈ હતી

મીરાબાઈ ચાનૂ ભાવુક થઈ ગઈ હતી

મીરાબાઇને આવકારવા હજારો લોકો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.

મીરાબાઇને આવકારવા હજારો લોકો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.

એરપોર્ટ પર મુખ્યમંત્રી બિરેનસિંહે મીરાબાઈનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર મુખ્યમંત્રી બિરેનસિંહે મીરાબાઈનું સ્વાગત કર્યું હતું.

મીરાબાઈએ પણ લોકોને સિલ્વર મેડલ બતાવ્યો.

મીરાબાઈએ પણ લોકોને સિલ્વર મેડલ બતાવ્યો.

મુખ્યમંત્રી બિરેનસિંહે મીરાને 1 કરોડ રૂપિયા આપી સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રી બિરેનસિંહે મીરાને 1 કરોડ રૂપિયા આપી સન્માન કર્યું હતું.

બિરેનસિંહે મીરાએ મેડલ જીત્યો એ દિવસે જ એનું સન્માન કરવાની જાહેરાત કરી હતી.

બિરેનસિંહે મીરાએ મેડલ જીત્યો એ દિવસે જ એનું સન્માન કરવાની જાહેરાત કરી હતી.

મણિપુર સરકારે ટૂંક સમયમાં જ રાજ્યમાં વિશ્વ કક્ષાની વેઇટ લિફ્ટિંગ એકેડેમી બનાવવાનો નિર્ણય પણ લીધો છે.

મણિપુર સરકારે ટૂંક સમયમાં જ રાજ્યમાં વિશ્વ કક્ષાની વેઇટ લિફ્ટિંગ એકેડેમી બનાવવાનો નિર્ણય પણ લીધો છે.

મણિપુરમાં એડિશનલ એસપી તરીકે મીરાબાઈને નિમણૂક પત્ર પણ અપાયો હતો.

મણિપુરમાં એડિશનલ એસપી તરીકે મીરાબાઈને નિમણૂક પત્ર પણ અપાયો હતો.

એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) બન્યા બાદ મીરાબાઈએ ઓફિસમાં પોલીસ અધિકારી સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો.

એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) બન્યા બાદ મીરાબાઈએ ઓફિસમાં પોલીસ અધિકારી સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો.

મીરાબાઈએ એક પોસ્ટ મૂકીને ડોમિનોઝનો આભાર પણ માન્યો. ડોમિનોઝે મીરાને આજીવન મફત પિઝાની ઓફર કરી છે. ખરેખર મીરાએ સિલ્વર મેડલ જીત્યા પછી પિઝા ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતાં ડોમિનોઝે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે- તમે કહ્યું અને અમે સાંભળ્યું. અમે નથી ઇચ્છતા કે મીરાબાઈ ચાનૂ ફરીથી ખાવાની પિત્ઝાની વેઇટ કરે. તેથી જ અમે તેમને આજીવન ફ્રી પિત્ઝા આપીશું.

મીરાબાઈએ ડોમિનોઝ પિત્ઝા સાથે ફોટો શેર કર્યો

મીરાબાઈએ ડોમિનોઝ પિત્ઝા સાથે ફોટો શેર કર્યો

ડોમિનોઝે અગાઉ શનિવારે મેડલ જીત્યા બાદ મીરાબાઈના પરિવારના સભ્યોને પિત્ઝા મોકલ્યા હતા.

ડોમિનોઝે અગાઉ શનિવારે મેડલ જીત્યા બાદ મીરાબાઈના પરિવારના સભ્યોને પિત્ઝા મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *