michael vaughan tweet controversy | Said- Come on! An Indian team can play well in England, Indian fans say ECB may have paid for it | કહ્યું- ચલો! એક ઈન્ડિયન ટીમ તો ઇંગ્લેન્ડમાં સારું રમી શકે છે, ઇન્ડિયન ફેન્સ બોલ્યા, ECBએ આવું બોલવા માટે પૈસા ખવડાવ્યા હશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Michael Vaughan Tweet Controversy | Said Come On! An Indian Team Can Play Well In England, Indian Fans Say ECB May Have Paid For It

44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
માઇકલ વૉનની ફાઇલ તસવીર. - Divya Bhaskar

માઇકલ વૉનની ફાઇલ તસવીર.

ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને ફરી એકવાર ઈન્ડિયન ક્રિકેટ ટીમ (મેન) પર નિશાન સાધ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન પણ વૉને ઈન્ડિયન ટીમની મજાક ઉડાવી હતી. અત્યારે ઈન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના ટૂર પર છે અને વનડે સિરીઝ રમી રહી છે. ઈન્ડિયન મહિલા ટીમે આ મેચમાં સારું પ્રદર્શન દાખવ્યું હોવાથી વૉને તેમની પ્રશંસા કરવાની આડમાં વિરાટ કોહલી એન્ડ ટીમ પર કટાક્ષ કર્યો હતો.

ઈંગ્લેન્ડ(મહિલા) અને ઈન્ડિયા (મહિલા) ટીમ વચ્ચે બુધવારે ટાઉન્ટનમાં મેચ રમાઈ હતી. આ વનડે મેચને ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટે જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. એવામાં વૉને ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતીય મહિલા ટીમે આજે પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું છે, આ જોઇને મને ઘણો આનંદ થયો છે કે આખરે કોઇ એક ઈન્ડિયન ટીમ તો ઈંગ્લેન્ડની કન્ડિશનમાં રમી શકે છે.

આ ટ્વીટના આધારે તેણે વિરાટ કોહલી અને ટીમ પર કટાક્ષ કર્યો હતો. મહત્ત્વની વાત તો એ છે કે ભારતીય ટીમ 23 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારી ગઈ હતી. WTC ફાઇનલમાં વિરાટ કોહલીની ટીમ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ફેન્સની પ્રતિક્રિયા

​​માઇકલ વોનના ટ્વીટ પછી ઈન્ડિયન ફેન્સે તેને વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈન્ડિયન કંડિશનમાં તો ઈંગ્લિશ ટીમના પરસેવા છૂટી જાય છે. તો બીજા એક ફેને કહ્યું હતું કે ECB (ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે) આ ટ્વીટ કરવા માટે રૂપિયા આપ્યા હશે.

બીજા એક સોશિયલ મીડિયા યુઝરે એક તસવીર દ્વારા ઈંગ્લેન્ડના વેધરની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે આવી પિચ પર તો માત્ર ઈંગ્લેન્ડના ખેલાડીઓ જ રમી શકે છે.

વૉનના વિવાદાસ્પદ ટ્વીટ પછી ઇન્ડિયન ફેન્સ એમ પણ કહી રહ્યા છે કે ઈંગ્લિશ મહિલા ટીમ ભારતમાં હારી જશે તોપણ બાળકોની જેમ રડવા નહીં બેસે અને ઈંગ્લિશ મેન ટીમની માફક પિચ ખરાબ હતી એવી વાત નહીં ઉચ્ચારે.

18 જૂને પણ વૉને ઈન્ડિયન ટીમ પર કટાક્ષ કર્યો હતો
માઈકલ વૉને WTC પહેલા દિવસની ગેમ વરસાદમાં ધોવાઈ જતાં ભારતીય ટીમને મેણાં માર્યાં હતાં. તેણે ટ્વીટ કર્યું હતું કે ઈંગ્લેન્ડના બેડ વેધરે ભારતીય ટીમને હારથી બચાવી લીધી છે.

માઈકલ વૉનની પ્રતિક્રિયા બદલાઈ
19 જૂને ભારતીય ટીમે સારું પ્રદર્શન દાખવ્યું હોવાથી વૉને ટ્વીટ કરીને લખ્યું હતું કે મારા મત મુજબ સાઉથેમ્પ્ટનમાં 225 સુધીનો સ્કોર મેચ જીવંત રાખશે. અત્યારસુધી ભારતીય ટીમે સારું પ્રદર્શન દાખવ્યું છે. તેણે દાવો કર્યો હતો કે ભારતીય ટીમ પાસે WTC ફાઇનલમાં સારું પ્રદર્શન દાખવવાની તક પણ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *