Messi Signed Contract With Barcelona Till 2026 At Half Salary With Option To End The Deal After 2 Years | બાર્સેલોના સાથે મેસ્સીએ 2026 સુધીનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, 2 વર્ષ પછી ડીલ પૂરી કરવાનો વિકલ્પ મળશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Messi Signed Contract With Barcelona Till 2026 At Half Salary With Option To End The Deal After 2 Years

37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મેસ્સી PSG અથવા માનચેસ્ટર સિટી ક્લબમાં જાય એવું અનુમાન લગાવાયું હતું

લિયોનલ મેસ્સીની કેપ્ટનશિપમાં આર્જેન્ટીના અત્યારે કોપા અમેરિકા ટાઇટલ જીત્યું હતું. જોકે આ જીતથી ફુટબોલ જગતમાં મેસ્સીની વેલ્યૂ સામે કોઇ પોઝિટિવ ઇમ્પેક્ટ નથી પડ્યો. 34 વર્ષીય મેસ્સી હવે પોતાના સ્પેનિશ ક્લબ બાર્સેલોના સાથે અડધા પગારમાં પણ ગેમ રમશે. આની પહેલાના કોન્ટ્રાક્ટમાં મેસ્સીને બાર્સેલોના એક સીઝનના આશરે 1106 કરોડ રૂપિયા આપતું હતું. અનુમાન લગાવાઈ રહ્યું છે કે હવે મેસ્સીને 2026 સુધી પ્રત્યેક વર્ષે 550 કરોડ રૂપિયા જ મળશે.

આ ડીલમાં બ્રેકઅપ ઓપ્શન પણ સામેલ છે. મેસ્સી ઇચ્છે તો બે વર્ષ પછી ડીલ બ્રેક કરીને કોઇ બીજા ક્લબ સાથે પણ જોડાઈ શકે છે. જોકે તે ફિટ રહ્યો તો બાર્સેલોના તરફથી જ ગેમ રમતો રહેશે.

PSG અથવા માનચેસ્ટર સિટી જવાનું અનુમાન લગાવાયું હતું
મેસ્સીનો બાર્સેલોના સાથે કોન્ટ્રાક્ટ જૂનમાં સમાપ્ત થઈ જશે. ત્યારપછી તે ફ્રી એજન્ટ હતો. ફ્રી એજન્ટનો અર્થ એ થાય છે કે ખેલાડીએ અત્યારે એકપણ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો નથી. મેસ્સી લગભગ 20થી વર્ષ સુધી બાર્સેલોના સાથે જોડાયેલો હતો. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ફ્રી એજન્ટના સમયગાળામાં તે ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મન અથવા ઇંગ્લેન્ડના ક્લબ માનચેસ્ટર સિટીમાં જોડાઈ શકે છે. પરંતુ મેસ્સીએ ઓછા પગારમાં પણ બાર્સેલોના સાથે રમવાનો નિર્ણય કર્યો છે.

બાર્સેલોના રૂ. 7.4 હજાર કરોડના દેવામાં ડૂબ્યુ
બાર્સેલોના અત્યારે 100 કરોડ ડોલર (7.4 હજાર કરોડ રૂપિયા)ના દેવામાં ડૂબી ગઈ છે. જેના કારણે સ્પેનિશ લીગ લા લીગાએ બાર્સેલોનાને ખર્ચો ઓછો કરવાની અપીલ કરી છે. એટલે બાર્સેલોના ઇચ્છે તો પણ મેસ્સીનો પગાર વધારી શકવા માટે સક્ષમ નથી. અવા કપરાકાળમાં બાર્સેલોનાએ વાર્ષિક ખર્ચાઓ 60 કરોડ ડોલરથી ઘટાડીને 34.7 કરોડ ડોલર કરી દીધા હતા.

મેસ્સી અત્યારે વેકેશન પર
કોપા અમેરિકા જીતીને આર્જેન્ટીના ટીમના કેપ્ટન લિયોનલ મેસ્સી અત્યારે પરિવાર સાથે વેકેશન પર છે. તમને જણાવી દઈએ કે મેસ્સીની ઇન્ટરનેશનલ લેવલ પર આ પહેલી સ્ટોરી છે. આની પહેલા આર્જેન્ટીનાની ટીમ 4 નિર્ણાયક ફાઇનલ મેચ હારી ચૂકી હતી, મેસ્સી પણ આ ટીમનો ખેલાડી હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *