Mary kom alleging cheating at the Olympics; Said- I am not happy with the decision of the judge | સ્વદેશ પરત ફરીને દેશવાસીઓની માફી માગી, ઓલિમ્પિકમાં ચિટિંગ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો; કહ્યું- જજનાં નિર્ણયથી હું ખુશ નથી

[ad_1]

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મેરી કોમે મેડલ ના જીતવાનાં કારણે દેશવાસિઓની માફી પણ માગી

6 વાર વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ રેસમાંથી બહાર થયા પછી સ્વદેશ પરત ફરી છે. દિલ્હી એરપોર્ટમાં એનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એણે કહ્યું હતું કે મારી સાથે ચિટિંગ થઈ છે, જજનાં નિર્ણયથી હું ખુશ નથી. ત્યારપછી મેરી કોમે મેડલ ના જીતવાનાં કારણે દેશવાસિઓની માફી માગી હતી.

મેરીકોમે કહ્યું કે મને મેડલ જીત્યા વગર દેશમાં પરત ફરવું જરાય ગમ્યું નથી. મારી સાથે ચિટિંગ થઈ છે, હું બંને રાઉન્ડ જીતી ગઈ હોવા છતાં કેવી રીતે હારી શકું? જોકે મેડલ ના જીત્યો હોવા છતાં મને દેશવાસિઓએ વિજેતાની જેમ માન-સન્માન અને પ્રેમ સાથે આવકારી છે.

બે રાઉન્ડ જીતી હોવા છતા મેરી કોમ હારી
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન સ્ટાર બોક્સર એમસી.મેરીકોમ હારીને મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મેરીકોમને 51 કિલોગ્રામ વેઇટ કેટેગરીની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયાએ હરાવી હતી. પહેલા રાઉન્ડમાં વેલેંસિયાના પક્ષમાં 5માંથી 4 જજોએ નિર્ણય સંભળાવ્યો હતો. વળી બીજા રાઉન્ડમાં ત્રણેય જજોએ મેરીકોમને બેસ્ટ પ્રદર્શન કર્યું હોવાની જાણ કરી હતી. મેરીકોમને ત્રીજા રાઉન્ડમાં વેલેંસિયાએ 3-2થી હરાવી મેચ જીતી લીધી હતી. વેલેંસિયા 2016 રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ હતી.

હાર્યા પછી જજને સન્માન આપતી મેરીકોમ

હાર્યા પછી જજને સન્માન આપતી મેરીકોમ

મેરીકોમ હજુ બોક્સિંગ રમવાનું ચાલુ રાખશે
મેરીકોમે કહ્યું હતું કે એક મિનિટ અથવા એક સેકન્ડની અંદર એથલીટનું સર્વસ્વ લૂંટાઈ જાય છે. મારી સાથે જે થયું છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. આ મેચમાં જજ દ્વારા જે નિર્ણય લેવાયો છે એનાથી હું નિરાશ છું. મેરીકોમની વાત પરથી એમ લાગી રહ્યું હતું કે એ હજુ પણ બોક્સિંગમાં લાંબી ઈનિંગ રમવા માટે તૈયાર છે. મેરીકોમે કહ્યું કે હું ગેમમાંથી થોડો બ્રેક લઈને પરિવાર સાથે સમય વિતાવીશ. પરંતુ રમવાનું નહીં છોડું. જો કોઇ ટૂર્નામેન્ટ રમાશે તો એમા રમવાનું ચાલુ રાખીશ.

  • મેરીકોમે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વેલેંસિયા 2016 રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ રહી ચૂકી હતી.
  • મેરીકોમ 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર-ફાઇનલમાં વેલેંસિયાને હરાવી ચૂકી છે. કોલંબિયન બોક્સરની મેરીકોમ સામે આ પહેલી જીત હતી.
કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયા સામેની મેચ હાર્યાપછી મેરીકોમ નિરાશ થઈ ગઈ હતી

કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયા સામેની મેચ હાર્યાપછી મેરીકોમ નિરાશ થઈ ગઈ હતી

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *