Manu Sahni was removed from the post of CEO; Had been misbehaving with coworkers for 1 year | મનુ સાહનીને CEO પદેથી હટાવવામાં આવ્યા; 1 વર્ષથી સહકર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરતા હતા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Manu Sahni Was Removed From The Post Of CEO; Had Been Misbehaving With Coworkers For 1 Year

5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મનુ સાહનીનો કાર્યકાળ 2022માં પૂરો થવાનો હતો. તેમના વિરૂદ્ધ અનેક આરોપ લાગ્યા હતા, જે બાદ તેમને હટાવવામાં આવ્યા. - Divya Bhaskar

મનુ સાહનીનો કાર્યકાળ 2022માં પૂરો થવાનો હતો. તેમના વિરૂદ્ધ અનેક આરોપ લાગ્યા હતા, જે બાદ તેમને હટાવવામાં આવ્યા.

ઈન્ટરનેશનકલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (CEO) મનુ સાહનીને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. જ્યોર્જ અલાર્ડિસ તેમની જગ્યાએ એક્ટિંગ CEO રહેશે. મનુ સાહની વિરૂદ્ધ સહકર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ છે. ઓડિટ ફર્મ પ્રઈસવોટર હાઉસકૂપર્સના ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટિગેશનમાં મનુ સાહનીની વાત સામે આવી છે. તેમનો કાર્યકાળ 2022માં પૂરો થવાનો હતો.

ICCના નિવેદનમાં કહેવામાં આવ્યું કે સાહનીને કાઢી મુકવામાં આવ્યા છે. તેમના વિરૂદ્ધ અનેક આરોપ લાગ્યા હતા. છેલ્લા 1 વર્ષથી તેઓ પોતાના કર્મચારીની સાથે યોગ્ય રીતે વર્તન કરતા ન હતા. તેનાથી ICCના કામ પર પણ અસર જોવા મળતી હતી.

અનેક સ્ટાફે સાહની વિરૂદ્ધ નિવેદનો કર્યા
આ પહેલાં માર્ચમાં સાહનીને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. ICC બોર્ડ સાથે જોડાયેલા એક સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે કાઉન્સિલના અનેક સ્ટાફે સાહની વિરૂદ્ધ ખરાબ વર્તનને લઈને નિવેદન આપ્યા છે. આ ICCમાં કામ કરતા સ્ટાફના મનોબળ માટે ખરાબ છે.

બાકર્લે અધ્યક્ષ બન્યા બાદ પ્રેશરમાં હતા સાહની
અધિકારી મુજબ સાહની ગત વર્ષથી જ અંડર પ્રેશરમાં હતા. તેમને જ્યોર્જ બાકર્લે ICCના ચેરમેન બન્યા તે બાદથી પોતાની ખુરસી જશે તેવો ડર હતો. તેઓએ કહ્યું કે પૂર્વ ચીફ એક્ઝિક્યૂટિવ ડેવ રિચર્ડ્સન ગયા બાદ સાહનીએ સત્તાવાદી વિચારની સાથે કામ કર્યું. તેનાથી કોઈ પણ કર્મચારીનું ભલું ન થયું.

કેટલાંક સમયથી અનેક મોટા બોર્ડના ફેવરેટ ન રહ્યાં સાહની
તો કેટલાંક કર્મચારી સાહનીથી એટલા માટે પણ નારાજ હતા કેમકે ICC ચેરમેનની ચૂંટણીમાં તેઓએ ઈમરાન ખ્વાજાનો સપોર્ટ કર્યો હતો. BCCIના એક સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સાહની છેલ્લાં કેટલાંક સમયથી અનેક બોર્ડના ફેવરેટ રહ્યાં ન હતા. ICC ચેરમેનની ચૂંટણી દરમિયાન તેમની ભાગીદારીએ તેની વધુ ખરાબ અસર કરી.

સાહનીએ આગામી સાયકલ માટે બોલી લગાડવાનું કહ્યું હતું
આ સાથે જ સાહનીએ ICC તરફથી નિર્ણય લેતા તમામ બોર્ડ્સને આગામી સાયકલ માટે ICC ઈવેન્ટ્સને હોસ્ટ કરવા માટે બોલી લગાડવાનું અને ફી આપવાનું કહ્યું હતું. BCCI, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પહેલાં જ અનેક વખત બોર્ડ મીટિંગમાં તેનો વિરોધ કરી ચુક્યા હતા.

ડેવ રિચર્ડ્સનને રિપ્લેસ કરીને ચીફ એક્ઝિક્યૂટિવ બન્યા હતા સાહની
સાહની આ પહેલાં સિંગાપુર સ્પોર્ટ્સ હબના CEO પણ રહી ચુક્યા છે. સાથે તેઓએ ESPN સ્ટાર સ્પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેઓ ફુટબોલ ક્લબ માનચેસ્ટર યુનાઈટેડ લિમિટેડની ઓડિટ કમિટીના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને મેમ્બર પણ છે. તેઓએ 2019માં ડેવ રિર્ચડ્સન ગયા બાદ ICCના ચીફ એક્ઝિક્યૂટિવ બનાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *