Manjrekar English controversy| Cricket needs talent, not English, these are the stars who didn’t know English but gained world class fame. | સંજય માંજરેકર જુઓ! ક્રિકેટમાં ટેલન્ટ જરૂરી છે, અંગ્રેજી નહીં; એવા સ્ટાર કે જેમને અંગ્રેજી આવડતું ન હતું, પણ વિશ્વ લેવલે ખ્યાતિ મેળવી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Manjrekar English Controversy| Cricket Needs Talent, Not English, These Are The Stars Who Didn’t Know English But Gained World Class Fame.

3 દિવસ પહેલાલેખક: પાર્થ વ્યાસ

  • કૉપી લિંક
  • સંજય માંજરેકરે કહ્યું- જાડેજાને અંગ્રેજી ભાષા આવડતી નથી; તેને બિટ્સ એન્ડ પીસનો સાચો અર્થ પણ નથી ખબર
  • માંજરેકરે યુઝરનું આપમાન કરતાં કહ્યું- તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારો 1 ટકા જેટલો ભાગ પણ નથી
  • માંજરેકર તમે તો કપિલ દેવના 1 ટકા જેટલા પણ નથી

સંજય માંજરેકર અવારનવાર ભારતીય ક્રિકેટરો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. આવામાં માંજરેકરે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને અંગ્રેજી ન આવડતું હોવાનું નિવેદન કરતાં ફરી ભારે હોબાળો મચી ગયો છે, પણ માંજરેકરને કોણ સમજાવે કે ક્રિકેટમાં અંગ્રેજી આવડવા કરતાં ટેલન્ટ જરૂરી છે. ક્રિકેટના મેદાનમાં અંગ્રેજી ભાષા રૂપી બોલ ફેંકવાના હોતા નથી, પરંતુ પોતાની આવડત અને મહેનતથી સીઝન બોલ ફેંકીને સામેની ટીમને જડબાતોડ જવાબ આપવાનો હોય છે. ચલો તો આવા જ ભારતીય ક્રિકેટજગતના એવા કેટલાક દિગ્ગજ ક્રિકેટરો વિશે જાણીએ, જેમને કારકિર્દીની શરૂઆતમાં ઈંગ્લિશનો ‘ઈ’ પણ આવડતો નહોતો, તેમ છતાં ભારતીય ક્રિકેટ ટીમને સફળતાનાં શિખરો સર કરાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ નાના શહેર અને ગામમાંથી આવતા હોય છે. આવા ખેલાડીઓને અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવાનો ખાસ અનુભવ હોતો નથી. ભારતીય ટીમના પૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, હરભજન સિંહ અને દિગ્ગજ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ સહિત ઘણા ખેલાડીઓની કારકિર્દીની શરૂઆતમાં અંગ્રેજી ભાષા પર પકડ નબળી હતી, પરંતુ મેદાનમાં તેમના પ્રદર્શનથી તેઓ મેચ વિનર્સ સાબિત થયા છે. આ તમામ ખેલાડીઓએ ટેલિવિઝન અને અન્ય માધ્યમો દ્વારા આવા જ રસપ્રદ કિસ્સાઓને લોકો સમક્ષ રજૂ કર્યા હતા.

માંજરેકર વિવાદઃ સંજય માંજરેકરે યુઝરનું આપમાન કરતાં કહ્યું હતું કે તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારો 1 ટકા જેટલો ભાગ પણ નથી, તો હવે માંજરેકર સાહેબ તમે તો કપિલ દેવના 1 ટકા જેટલા પણ નથી. ક્રિકેટ ગેમ મેદાન પર બોલ અને બેટ વચ્ચે યોજાય છે, એનો અંગ્રેજી ભાષા સાથે શું સંબંધ છે?

વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવનો કિસ્સો
ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન અને ઓલરાઉન્ડરની વાત કરવામાં આવે છે તો કપિલ દેવનું નામ અવશ્ય સામે આવે છે. કપિલ દેવે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું જ્યારે 79માં ઈંગ્લેન્ડ ટૂર પર ગયો હતો, ત્યારે એરપોર્ટ પર મને એક અંગ્રેજ મળ્યો હતો. એણે મારી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. આ અંગ્રેજની વાતમાં મને વધારે ખબર ના પડી એટલે હું ‘પાર્ડન’ બોલતો રહ્યો અને સામે એ પણ પછી તો પાર્ડન..પાર્ડન કહેતો રહ્યો હતો. વાત અહીંયા પૂરી નહોતી થઈ આ વ્યક્તિ સાથે મારે લગભગ 20 મિનિટ સુધી માત્ર ‘પાર્ડન…પાર્ડન’ વાળી વાતચીત ચાલી હતી. થોડો સમય પસાર થતા હું ત્યાંથી ‘સોરી’ કહીને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના મેં ડ્રેસિંગ રૂમમાં શેર કરી હતી અને આ અંગે ઘણી મજા પણ લીધી હતી.

કપિલ દેવ કેપ્ટન તરીકે બાર્બાડોઝ ટૂર પર ગયા હતા, ત્યારે એમણે ઘટસ્ફોટ કર્યો હતો કે મને અંગ્રેજી ભાષામાં બોલવામાં થોડી મુશ્કેલીઓ થતી હતી. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મને મીડિયા તથા સ્થાનિક લોકોની ભાષા અને એક્સેન્ટને સમજવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી. એમાં પાછું વેસ્ટ ઈન્ડિયન્સની અંગ્રેજી સમજવામાં પરસેવા છૂટી જતા હતા.

કપિલ દેવની કારકિર્દીના સ્ટેટ્સ
કપિલ દેવ તેમની 184મી ટેસ્ટ કારકિર્દીમાં એકપણ વાર રન આઉટ થયા નથી. પોતાની 16 વર્ષની કારકિર્દીમાં કપિલ દેવે 134 ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેઓએ 8 સદી સાથે 5248 રન બનાવ્યા હતા. તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે 1983નું વર્લ્ડ કપ ટાઈટલ પણ જીત્યું હતું. આ તો માત્ર પ્રાથમિક માહિતી છે બાકી કપિલ દેવે બીજા ઘણા રેકોર્ડ સ્થાપિત કર્યા છે.
(આ કપિલ દેવની કારકિર્દીનો શરૂઆતનો કિસ્સો છે)

હરભજન સિંહે પણ સોશિયલ મીડિયામાં કિસ્સો શેર કર્યો
ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓએ જૂની યાદોને વાગોળી હતી. અત્યારે ભલે હરભજન સિંહ ફટાફટ અંગ્રેજી ભાષા બોલતા હોય પરંતુ કારકિર્દીની શરૂઆતમાં એમનું અંગ્રેજી પણ નબળું હતું. હરભજન સિંહ અને યુવરાજ સિંહ એક રેસ્ટોરાંમાં છોકરી સાથે હતા અને એ દિવસે પાછો રોઝ ડે પણ હતો. એ સમયે છોકરીએ હરભજન સિંહ પાસે ગુલાબનું ફૂલ માગ્યું હતું પરંતુ તેમને લાગ્યું કે છોકરી બ્લાઉઝ માગી રહી છે, જેના પરિણામે એક રમૂજી વાતાવરણ ઊભું થયું હતું.

હરભજન સિંહની કારકિર્દીના સ્ટેટ્સ
હરભજન સિંહે પોતાની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીમાં 190 ઈનિંગમાં 417 વિકેટ ઝડપી છે. તો વનડેમાં 227 ઈનિંગમાં 269 તો T20માં 27 ઈનિંગમાં 25 વિકેટ ઝડપી છે. એટલું જ નહીં હરભજન સિંહે ટેસ્ટ મેચમાં 2000થી વધુ તથા વનડેમાં 1200થી વધુ રન પણ બનાવ્યા છે. ટેસ્ટ મેચમાં ભજ્જીના નામે 9 અર્ધસદી પણ સામેલ છે.

વિરેન્દ્ર સહેવાગ પણ અંગ્રેજીમાં નબળા હતા
વિરેન્દ્ર સહેવાગે એકવાર ધ કપિલ શર્મા શૉમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ પ્રેસ કોન્ફરન્સ અથવા ઈવેન્ટ હોય ત્યારે તે અને હરભજન સિંહ, અન્ય ક્રિકેટરોને આગળ કરીને પોતે સૌથી છેલ્લે ખુણામાં બેસતા હતા. આનું કારણ એ હતું કે મોટા ભાગની આવી ઈવેન્ટ્સ અથવા કોન્ફરન્સમાં મીડિયાવાળા અંગ્રેજીભાષામાં જ સવાલો પૂછતા હોય છે, જો એમની પાસે સવાલ આવે તો આ બંનેને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય એમ હતું. આ જ કારણોસર આ બંને દિગ્ગજ ક્રિકેટરો સૌથી છેલ્લે બેસતા હતા.

સેહવાગની કારકિર્દીના સ્ટેટ્સ
વિરેન્દ્ર સહેવાગે પોતાની આતંરરાષ્ટ્રીય કારકિર્દીમાં ટેસ્ટ મેચ દરમિયાન પણ આક્રમક અંદાજમાં બેટિંગ કરીને 8,586 રન બનાવ્યા હતા, જેમાં 6 બેવડી સદી, 23 સદી અને 32 અર્ધસદીઓનો પણ સમાવેશ થાય છે. વનડેમાં સહેવાગે 8273 રન બનાવ્યા છે, જેમાં એણે 15 સદી અને 38 અર્ધસદી નોંધાવી છે. વિરેન્દ્ર સેહવાગ પોતાની કારકિર્દી દરમિયાન ક્યારેક ક્યારેક બોલિંગ કરવા માટે પણ આવતો હતો એણે વનડે મેચમાં 90 વિકેટ અને ટેસ્ટમાં 40 વિકેટ પણ ઝડપી છે.

મોહમ્મદ શમીનો પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનનો કિસ્સો
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ જીત્યા પછી મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચના ટાઈટલથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. તે સમયે મોહમ્મદ શમીને પણ અંગ્રેજી ભાષામાં ઈન્ટરવ્યુ આપવાનું હતું, કોમેન્ટેટરે એને ન્યૂઝીલેન્ડની કન્ડિશન અને પિચ રિપોર્ટ વિશે પૂછ્યું ત્યારે શમીએ પણ અંગ્રેજીમાં બોલવાનો સારો પ્રયાસ કર્યો હતો. જોકે આમાં પણ ઘણી નાની-નાની ભૂલો રહી હતી. પરંતુ તેમ છતાં ન્યૂઝીલેન્ડના કોમેન્ટેટરે શમીને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે ‘YOUR ENGLISH બહોત અચ્છા’. એક બાજુ માંજરેકર જેવા ભારતના જ પૂર્વ ક્રિકેટરો જાડેજાની મજાક ઉડાવે છે, ત્યારે વિદેશી કોમેન્ટેટરે હિંદીમાં વાત કરવાની કોશિશ કરીને ભાષાકીય અવરોધ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

શમીની કારકિર્દીના સ્ટેટ્સ
મોહમ્મદ શમીનો ભારતીય ટીમના દિગ્ગજ બોલરોમાં સમાવેશ થાય છે. એણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ટેસ્ટ ફોર્મેટની 95 ઈનિંગમાં 180 વિકેટ ઝડપી છે. જ્યારે વનડેની 78 ઈનિંગમાં 148 વિકેટ તો T20માં 12 વિકેટ ઝડપી છે. એટલું જ નહીં ભારતના આ ધારદાર બોલરે ટેસ્ટ મેચમાં બેટિંગ દરમિયાન 1 અર્ધસદી પણ નોંધાવી છે.

ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યાને પણ શરૂઆતમાં મુશ્કેલી સર્જાઈ હતી
ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ પણ પોતાના કરિયરના શરૂઆતી સ્ટેજમાં ફટાફટ અંગ્રેજી બોલી શકતા નહોતા. મીડિયાના અહેવાલો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર જ્યારે તેમની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવી હતી, ત્યારે ઉમેશ અને હાર્દિકને અંગ્રેજીમાં ઈન્ટર્વ્યૂ આપતા એટલો ડર લાગતો હતો કે તેઓ પ્રેસ કોન્ફરન્સ અને રિપોર્ટરોથી પણ દૂર ભાગતા હતા. (અત્યારે આ બંને દિગ્ગજ ક્રિકેટરોની અંગ્રેજી ભાષા પર પકડ ઘણી સારી છે.)

ઉમેશ યાદવના સ્ટેટ્સઃ એણે ટેસ્ટ ફોર્મેટમાં અત્યારસુધી 94 ઈનિંગ રમી છે, જેમાં 148 વિકેટ ઝડપી છે. વનડે ફોર્મેટમાં ઉમેશ યાદવે 73 ઈનિંગ રમી છે, જેમાં એણે 106 વિકેટ પોતાને નામ કરી છે. T20 ફોર્મેટની વાત કરીએ તો યાદવે 7 ઈનિંગમાં 9 વિકેટ ઝડપી છે.

હાર્દિક પંડ્યાના સ્ટેટ્સઃ તેણે ટેસ્ટ ફોર્મેટમાં અત્યારસુધી 19 ઈનિંગમાં 17 વિકેટ ઝડપી છે. એની સાથે 532 રન પણ નોંધાવ્યા છે. વનડેમાં હાર્દિક પંડ્યાએ 55 ઈનિંગ રમી છે, જેમાં તેણે 55 વિકેટ ઝડપી છે અને 44 ઈનિંગમાં બેટિંગ દરમિયાન 1267 રન બનાવ્યા છે. T20 ફોર્મેટની વાત કરીએ તો હાર્દિકે 44 ઈનિંગમાં 41 વિકેટ ઝડપી છે અને 32 ઈનિંગમાં બેટિંગ દરમિયાન 474 રન નોંધાવ્યા છે.

માંજરેકરનું વિવાદાસ્પદ ચેટ લીક: રવીન્દ્ર જાડેજાને ફરી એકવાર ટાર્ગેટ બનાવ્યો, કહ્યું- જાડેજાને અંગ્રેજી ભાષા આવડતી નથી; તેને બિટ્સ એન્ડ પીસનો સાચો અર્થ પણ નથી ખબર

સંજય માંજરેકરના ક્રિકેટ સ્ટેટ્સ
પૂર્વ ક્રિકેટર અને અત્યારે ભારતીય ક્રિકેટરો પર તંજ કસનાર તથા એમને અંગ્રેજી ભાષાનું ઓછું જ્ઞાન છે એ વાતનો ઉલ્લેખ કરનાર સંજય માંજરેકરે ટેસ્ટ ફોર્મેટની 61 ઈનિંગમાં 2043 રન નોંધાવ્યા છે, જ્યારે વનડેમાં 70 ઈનિંગમાં 1994 રન બનાવ્યા છે.

ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્ટેટ્સ
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ફોર્મેટમાં બેટિંગ દરમિયાન 73 ઈનિંગમાં 1954 રન નોંધાવ્યા છે અને 97 ઈનિંગમાં બોલિંગ દરમિયાન 220 વિકેટો પણ ઝડપી છે. વનડે ફોર્મેટમાં જાડેજાના આંકડાઓ જોઈએ તો એણે 168 મેચમાં 2411 રન બનાવ્યા છે અને બોલિંગ દરમિયાન 188 વિકેટ પણ પોતાને નામ કરી છે. રવીન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટમાં 50 મેચમાં 217 રન નોંધાવ્યા છે, જ્યારે બોલિંગ દરમિયાન 39 વિકેટ પણ ઝડપી છે.

ભારતીય ક્રિકેટજગતમાં એવા ઘણા ખેલાડીઓ છે, જેમની અંગ્રેજી ભાષા પર પકડ થોડી ઓછી હતી, પરંતુ તેમ છતાં આ ખેલાડીઓએ ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *