Man of the Match Deepak Chaher attributed his success to coach Rahul Dravid | મેચનો રોમાંચ જોઈ નર્વસ થયેલા રાહુલ દ્રવિડે દીપક ચહરને સિક્રેટ મેસેજ શું મોકલ્યો હતો? ખુદ ચહરે જણાવી જીતની કહાની

[ad_1]

27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દીપક ચહરની આ પહેલી અર્ધસદી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં દીપક ચહરે ધમાકેદાર પર્ફોર્મન્સ કરીને ટીમ ઇન્ડિયાને અશક્ય લાગતી જીત અપાવી છે. તેણે પોતાની આ ધમાકેદાર ઇનિંગ્સનો શ્રેય કોચ રાહુલ દ્રવિડને આપ્યો છે. મેચ દરમિયાન કોચ રાહુલ દ્રવિડે દીપક ચહરને શું સિક્રેટ મેસેજ મોકલ્યો હતો, એની વાત ખુદ ચહરે જણાવી હતી.

રાહુલ દ્રવિડે શું આપ્યો હતો સિક્રેટ મેસેજ?
દીપક ચહરે કહ્યું હતું કે રાહુલ દ્રવિડના વિશ્વાસને કારણે જ ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો. તેણે ઉમેર્યું હતું કે દેશ માટે મેચ જીતવાથી મોટી કોઈ વાત નથી. રાહુલ સરે મને દરેક બોલને રમવાની સલાહ આપી હતી.

રાહુલ સરે મારા પર વિશ્વાસ બતાવ્યો, જ્યારે તેઓ ઇન્ડિયા Aના કોચ હતા ત્યારે હું તેમના અંડર રમ્યો છું. ત્યાં પણ મેં કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી. રાહુલ સરે મને કહ્યું કે તું 7 નંબર પર બેટિંગ કરી શકે છે. લક્ષ્ય 50 સુધી પહોચ્યો ત્યારે મને લાગ્યું કે અમે જીતી શકીશું. મેં થોડાં રિસ્ક પણ લીધાં હતાં.’

નર્વસ થઇ ગયેલા રાહુલ દ્રવિડ
આ મેચમાં એક સમયે ભારતની 193 રન પર 7 વિકેટ પડી ગયેલી અને જીત માટે 14.5 ઓવરોમાં 83 રનની જરુર હતી. એ સમયે રાહુલ દ્રવિડ નર્વસ થઇ ગયેલા અને તેમણે એક સિક્રેટ મેસેજ ભાઇ રાહુલ ચહરના હાથે મોકલાવ્યો. જીત પછી આ બાબતનો ખુલાસો ચહરે કર્યો હતો. તેમણે દીપકને દરેક બોલ રમવાનો મેસેજ આપ્યો હતો.

શ્રીલંકાના હાથમાંથી મેચ છીનવી લીધી
બીજી વન-ડેમાં શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતાં 9 વિકેટ ખોઇને 275 રન બનાવી ભારતને જીતવા 276 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને 116 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. ત્યારે સુર્યકુમાર યાદવે મેચમાં થોડી પકડ જમાવી હતી, પરંતુ તેની પણ વિકેટ પડતાં ભારતની જીત લગભગ અસંભવ લાગતી હતી. ત્યારે પ્રેશર કન્ડિશનમાં દીપક ચહરે 69ની શાનદાર ઇનિગ્સ રમી ભારતને જીત અપાવી હતી. ભારતે આ સાથે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ દીપક ચહરની આ પહેલી અર્ધસદી છે. આ પહેલાં ઇન્ટરનેશનલમાં તેનો હાઇએસ્ટ સ્કોર 12 રનનો હતો. તેણે સારી બોલિંગ કરતાં 2 વિકેટ પણ ખેરવી હતી. ચહરને તેના આ પર્ફોર્મન્સને કારણે મેન ઓફ ધ મેચ અવોર્ડ પણ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *