Liam Livingstone Hits Biggest Six Of All Time And Clear Headingley Stadium In England Vs Pakistan T 20, Watch Video | ઇંગ્લિશ બેટ્સમેન લિવિંગસ્ટોને પાકિસ્તાન સામે 125+ મીટરની સિક્સ મારી, બોલ સ્ટેડિયમની બહાર રગ્બી પિચ પર પડ્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Liam Livingstone Hits Biggest Six Of All Time And Clear Headingley Stadium In England Vs Pakistan T 20, Watch Video

26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ટ્રૉટ અને આફ્રિદીએ સૌથી લાંબી સિક્સનો રેકોર્ડ બનાવ્યો, જોકે આ બંને રેકોર્ડ અન-ઓફિશિયલ છે

ઇંગ્લેન્ડે બીજી T-20 મેચમાં પાકિસ્તાનને 45 રને હરાવ્યું હતું. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમના લિયમ લિવિંગસ્ટોને 125+ મીટરની સિક્સ મારી હતી. કમેન્ટેટર્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સે આને વિશ્વની સૌથી લાંબી સિક્સ કહી હતી. પાકિસ્તાની ટીમને જીતવા માટે 201 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તે 20 ઓવરમાં માત્ર 155 રન જ બનાવી શકી હતી.

નિષ્ણાતો અને કમેન્ટેટર્સના મતે આ વર્લ્ડની લોન્ગેસ્ટ સિક્સ
ઇંગ્લિશ બેટ્સમેન લિયમ લિવિંગસ્ટોન સિરીઝની પહેલી મેચથી સારા ફોર્મમાં છે. એણે પહેલી મેચમાં સદી મારી હતી તો બીજી મેચમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની સહાયતાથી 23 બોલમાં 38 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. લિવિંગસ્ટોને તેની આ ઈનિંગમાં જ લોન્ગેસ્ટ સિક્સ મારી હતી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ સિક્સ 125+ મીટર લાંબી છે. જોકે આની સત્તાવાર લંબાઈને માપવામાં આવી નથી.

16મી ઓવરમાં હરીસની બોલ પર સિક્સ મારી
આ ઘટના ઇંગ્લેન્ડની ઈનિંગની 16મી ઓવર દરમિયાન ઘટી હતી, ત્યારે પાકિસ્તાની બોલર હરીસ રઉફ બોલિંગ કરી રહ્યો હતો. એની ઓવરના પહેલા બોલ પર જ લિવિંગસ્ટોને લોન્ગ ઓન પર લોફ્ટેડ શોટ માર્યો હતો. આ શોટ 3 માળના બિલ્ડિંગને વટાવીને સ્ટેડિયમની બહાર રગ્બી પિચ પર પડ્યો હતો. જોકે આ સમયે રગ્બી ગ્રાઉન્ડમાં કોઇ મેચ નહોતું રમી રહ્યું એટલે મોટી દુર્ઘટના સર્જાઈ નહતી.

સંગાકારાએ આટલી લાંબી સિક્સ ક્યારેય નથી જોઇ
મેચ દરમિયાન સ્કાય સ્પોર્ટ્સમાં કમેન્ટ્રી કરી રહેલા ઇયાન અને કુમાર સંગાકારાએ પણ આ શોટની પ્રશંસા કરી હતી. ઈયાને આ શોટને જોતા જ કહ્યું કે આ બોલ ક્યાં જઈને પડશે? જેના જવાબમાં સંગાકારાએ કહ્યું કે બોલ તો સ્ટેડિયમને વટાવી ચૂકી છે. મને નથી લાગતું કે મે મારા જીવનમાં આટલી લાંબી સિક્સ જોઇ હોય. ESPN CRIC INFOના મેટ રોલરના મત મુજબ આ સિક્સ 130 મીટર લાંબી હતી.

લિવિંગસ્ટોને પહેલી T-20 મેચમાં સદી મારી
આની પહેલા લિવિંગસ્ટોને ઇંગ્લેન્ડ માટે T-20માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી અને ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ તોડ્યો હતો. એણે પાકિસ્તાન સામે 17 બોલમાં અર્ધસદી મારી હતી. ફાસ્ટેસ્ટ ફિફ્ટીમાં લિવિંગસ્ટોને ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન મોર્ગનનો રેકોર્ડ પણ તોડી દીધો છે. લિવિંગસ્ટોને 43 બોલમાં સદી મારી હતી. તે કોઇપણ ફોર્મેટમાં ઇંગ્લેન્ડની ટીમનો સૌથી ઝડપી સદી મારનાર ખેલાડી બની ગયો છે.

ટ્રૉટ અને આફ્રિદીએ સૌથી લાંબી સિક્સનો રેકોર્ડ બનાવ્યો
વિશ્વની સૌથી લાંબી સિક્સ મારવાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને એલ્બર્ટ ટ્રૉટના નામ છે. ટ્રૉટે વર્ષ 1900માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને તરફથી રમી ચૂક્યો છે. જોકે આ બંને રેકોર્ડ અન-ઓફિશિયલ છે. આફ્રિદીએ 2013માં વેસ્ટઈન્ડિઝ સામે લગભગ 158 મીટર લાંબી સિક્સ મારી હતી. જ્યારે બીજી બાજુ ફેન્સ અને નિષ્ણાતો એવો દાવો કરી રહ્યા છે કે ટ્રોટે તો 160 મીટર લાંબી સિક્સ મારી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *