Kyle Jamieson Traps Virat Kohli On A Vicious Inswinger, Video | Kohli Had Asked Jamieson To Bowl With Duke In IPL 2021 | IPL દરમિયાન જેમિસને કોહલીને ડ્યૂક બોલથી પ્રેક્ટિસ કરાવાની ના પાડી હતી, હવે એજ સ્વિંગની જાળમાં ફસાવ્યો

By | June 20, 2021


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Kyle Jamieson Traps Virat Kohli On A Vicious Inswinger, Video | Kohli Had Asked Jamieson To Bowl With Duke In IPL 2021

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 2020માં કાઇલ જેમિસને NZ ટૂર દરમિયાન 9 ભારતીય ખેલાડીઓને આઉટ કર્યા હતા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પ્ટનના એજીસ બાઉલમાં રમાઇ રહી છે. ન્યૂઝીલેન્ડના 6 ફુટ 8 ઇંચ બોલર કાઇલ જેમિસને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને LBW કર્યો. તે 44 રન બનાવી શક્યો હતો. જેમિસને ડ્યૂક બોલથી ઈન સ્વિંગ બોલ નાખીને વિરાટને ફસાવ્યો હતો.

જેમિસને આ ટેસ્ટમાં 5 વિકેટ લધી છે. તેણે ટેસ્ટમાં બીજીવાર વિરાટને આઉટ કર્યો છે. આ બંને ખેલાડીઓ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી રમે છે. આ વર્ષે IPL દરમિયાન વિરાટે જેમિસનને નેટ્સમાં ડ્યૂક બોલથી બોલિંગ કરવાનું કહ્યું હતું. જોકે, જેમિસને આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

જેમિસને વિરાટ કોહલીને LBW કર્યો

જેમિસને વિરાટ કોહલીને LBW કર્યો

ક્રિશ્ચિયને IPLના કિસ્સાનો ઘટસ્ફોટ કર્યો
RCBના ડેનિયલ ક્રિશ્ચિયને IPL 2021ને સ્થગિત કર્યા પછી પોડકાસ્ટ પર એક રમુજી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ક્રિશ્ચિયને કહ્યું હતું કે જેમિસન નેટ પ્રેક્ટિસ દરમિયાન વિરાટના જાળમાં ફસાઈ જતા બચી ગયો હતો. જ્યારે અમે IPLના પહેલા અઠવાડિયામાં ભારત પહોંચ્યા ત્યારે પહેલા જ નેટ સત્રમાં વિરાટે જેમિસનને ઉશ્કેર્યો હતો.

ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે વિરાટે જેમિસનને કહ્યું હતું કે જો તું મને નેટ્સમાં ડ્યૂક બોલથી બોલિંગ કરવા ઇચ્છે છે, તો મને ઘણો આનંદ થશે અને હું આના માટે તૈયાર છું. જેમિસને કહ્યું હતું કે આનો કોઈ ચાન્સ નથી, તમારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો વેઇટ કરવો પડશે.

IPL 2021 દરમિયાન વિરાટ કોહલી અને જેમિસન

IPL 2021 દરમિયાન વિરાટ કોહલી અને જેમિસન

જેમિસન અને કોહલીએ WTC ફાઇનલ અંગે વાતચીત કરી
મીડિયા સાથેની વાતચીતમાં જેમિસને સ્વીકાર્યું હતું કે એક દિવસ અમે ક્રિકેટ અંગે ચર્ચા કરી રહ્યા હતા. અમે 2020માં ભારત અને ન્યૂઝીલેન્ડના ટૂર અંગે વાતચીત કરી હતી. વિરાટ મને ઈંગ્લેન્ડમાં રમવાના મારા અનુભવ વિશે પૂછ્યું હતું. તેની સાથે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. આનાથી વધારે કશું નથી થયું.

IPLના અંતમાં ડ્યૂક બોલનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા
જેમિસને કહ્યું હતું કે અમે એકબીજાને ફાઇનલ માટે વોર્નિંગ પણ આપી હતી. એ સમયે મારી બેગમાં 2 ડ્યૂક બોલ હતા. પરંતુ મારે એને IPLના અંતિમ તબક્કા દરમિયાન પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવા હતા. જેમિસને ભારત સામે 3 ટેસ્ટ મેચમાં 14 વિકેટ ઝડપી છે. 2020માં એણે NZ ટૂર દરમિયાન 9 ભારતીય ખેલાડીઓને આઉટ કર્યા હતા.

બેટ્સમેન બનાવા માગતો હતો, ઓલરાઉન્ડર બન્યો
જેમિસન નાનપણથી જ એક બેટ્સમેન બનવા ઇચ્છતો હતો. 2013 સુધી એણે ટોપ-3માં બેટિંગ કરી હતી. 2014 અંડર-19 વર્લ્ડ કપને જોતા ડેલી હેડવીએ એને બોલિંગ કરવાની સલાહ આપી. 2014 અંડર-19 વર્લ્ડ કપમાં જેમિસને 4 મેચમાં 23.85ની એવરેજથી 7 વિકેટ ઝડપી હતી. એની ઇકોનૉમી 4.51 હતી. આમ એ ઓલરાઉન્ડર બની ગયો હતો.

વિરાટે આજે 20 જૂને ટેસ્ટમાં 10 વર્ષ પૂરા કર્યા
વિરાટે આજે 20 જૂને ટેસ્ટ ફોર્મેટમાં 10 વર્ષ પૂરા કર્યા છે. એણે અત્યારસુધી 92* ટેસ્ટમાં 52.68ની એવરેજથી 9534 રન બનાવ્યા છે. જેમાં 27 સદી અને 25 ફિફ્ટી સામે છે. ભારતને જો આ મેચ જીતવી હોય તો વિરાટે પણ સારુ યોગદાન આપવું પડશે.

અન્ય સમાચારો પણ છે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *