Krunal Pandya corona positive, second India-Sri Lanka T20 match suspended | ઈન્ડિયા-શ્રીલંકાની બીજી T-20 મેચ સ્થગિત, અન્ય ખેલાડીના રિપોર્ટ નેગેટિવ આવ્યા તો કાલે મેચ રમાઈ શકે છે

[ad_1]

અમુક પળો પહેલા

  • કૉપી લિંક
  • જો સ્થિતિ અનુકુળ રહી તો બંને ટીમ બેક ટુ બેક બુધવારે અને ગુરુવારે (28-29 જુલાઈ) મેચ રમી શકે છે
  • પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ પણ સંકટમાં મૂકાયા, ઇંગ્લેન્ડ ટૂર અંગે સવાલો ઉઠ્યા

કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, ભારત-શ્રીલંકાની બીજી T-20 મેચ સસ્પેન્ડ. આજે મંગળવારે ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ ધવન સેના માટે આજની મેચ મહત્ત્વપૂર્ણ હતી. તેવામાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા બંને ટીમો વચ્ચેની બીજી T-20 મેચ સ્થગિત કરવામાં આવી છે. જો બંને ટીમના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ નેગેટિવ આવ્યા તો બીજી T-20 મેચ બુધવારે (28 જુલાઈ) અને એના બીજા જ દિવસે એટલે ગુરુવારે ત્રીજી T-20 (29 જુલાઈ) મેચ રમાઈ શકે છે. અત્યારે બંને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ પણ સંકટમાં મૂકાયા
BCCIએ સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને વનડે અને T-20માં સારુ પ્રદર્શન કર્યું હોવાથી ગિફ્ટ આપી હતી. આ બંને હવે શ્રીલંકા ટૂર પછી ઇંગ્લેન્ડ જવા રવાના થવાના હતા પરંતુ હવે કૃણાલ પંડ્યા પોઝિટિવ આવ્યા બાદ આ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. BCCIએ એમને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે ઈજાગ્રસ્ત શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના સ્થાને પસંદ કર્યા હતા. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે, હવે આ સાઇકલમાં પણ જો પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ નહીં જોડાય તો બંને ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

કોવિડના કારણે વનડે સિરીઝ પણ મોડી શરૂ થઈ
ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઈથી વનડે સિરીઝ શરૂ થવાની હતી, પરંતુ શ્રીલંકન સ્ટાફના કેટલાક મેમ્બર પોઝિટિવ આવતા આ સિરીઝની તારીખોમાં ફેરફાર કરાયા હતા. બંને ટીમની સુરક્ષાના પાસાને ધ્યાનમાં રાખીને આ વનડે સિરીઝને 18 જુલાઈએ શરૂ કરી હતી.

AUS v/s WIની મેચ પણ સ્થગિત થઈ હતી

AUS v/s WIની મેચ પણ સ્થગિત થઈ હતી

5 દિવસ પહેલા AUS v/s WIની મેચ પણ સ્થગિત થઈ હતી
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની બીજી વનડેને કોવિડનાં કારણે શરૂ થવાની કેટલીક સેકન્ડો પહેલાં જ અચાનક પડતી મૂકાઈ હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વેસ્ટઇન્ડિઝના સપોર્ટ સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે બીજી વનડે પહેલા ટોસની સાથે તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં મેચને સસ્પેન્ડ કરવી પડી હતી.

પહેલી T-20 મેચમાં ઈન્ડિયન ટીમના બોલર્સની બોલબાલા
શ્રીલંકાએ ટોસ જીતીને ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે સૂર્યકુમાર યાદવની ફિફ્ટી અને શિખરના 46 રનની સહાયતાથી ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈતિહાસમાં પહેલીવાર PPE કિટમાં મેચ પ્રેક્ટિસ
શ્રીલંકન ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન સહિત ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવતા શ્રીલંકન ટીમ સતર્ક થઈ ગઈ હતી. જેના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર વનડે સિરીઝ પહેલા શ્રીલંકન કોચ PPE કિટ પહેરીને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા.

શ્રીલંકન ટીમના સંકટમાં વધારો

  • પથુમ નિસાંકાઃ બીજી T-20 મેચ પહેલા રવિવારે નેટ સેશન દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. હજુ તેના રિપોર્ટ્સ આવવાનાં બાકી છે, પરંતુ હેલ્થની અપડેટ ના આવે ત્યાં સુધી તેના રમવા સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા. જો તેવામાં કોરોનાનો પગપેસારો થયો તો શ્રીલંકન ટીમ વધુ મુશ્કેલીમાં મૂકાશે.
  • ચરિથ અસલંકાઃ પહેલી મેચનો સ્ટાર બેટ્સમેન અસલંકા પણ સામાન્ય ઈજાઓથી પિડાઈ રહ્યો છે. જેના કારણે બીજી મેચમાં એ આરામ કરી શકે છે.
  • ભાનુકા રાજપક્ષેઃ ત્રીજી વનડેમાં મેચ વિનિંગ ઈનિંગ રમ્યા પછી ભાનુકા રાજપક્ષે ફિંગર ઈન્જરીના પરિણામે T-20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો.

ઈન્ડિયન ટીમે 2-1થી વનડે સિરીઝ જીતી
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2-1થી વનડે સિરીઝમાં પરાસ્ત કર્યું હતું. જેની અંતિમ મેચમાં ઈન્ડિયન ટીમે કુલ 5 વનડે ડેબ્યૂટન્ટને તક આપી હતી. અત્યારે ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડ ટૂર પર છે. તેવામાં ઈન્ડિયાની યુવા ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે. ધવને પણ સારી કેપ્ટનશિપ દાખવીને યુવા ઈન્ડિયન ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે સિરીઝ વિજેતા બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *