kohli troll | At the WTC press conference, Kohli did not remove the bottle of Coke, people intervened; Called Ronaldo a ‘fake fan’ | WTCની પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ Cokeની બોટલ ન હટાવી, લોકોએ આડે હાથ લીધો; ફીલ્ડિંગ કોચે આ ટ્રેન્ડ પર તંજ કસ્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli Troll | At The WTC Press Conference, Kohli Did Not Remove The Bottle Of Coke, People Intervened; Called Ronaldo A ‘fake Fan’

33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
WTC ફાઈનલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીની તસવીર - Divya Bhaskar

WTC ફાઈનલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીની તસવીર

  • ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચે પણ આ ટ્રેન્ડ પર તંજ કસ્યો હતો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલી વિવાદમાં સપડાયો છે. અત્યારે યૂરો કપના ફુટબોલ પ્લેયરોએ કોકા કોલા અને બિયર બોટલ હટાવો અભિયાન ચલાવ્યું છે. તેવામાં આ પ્રેસ કોન્ફરન્સમાં કોહલી સામે પણ કોકા કોલાની બોટલ રાખવામાં આવી હતી. પરંતુ એણે હટાવી ન હોવાથી ક્રિકેટ પ્રેમીઓએ કોહલીની નિંદા કરી હતી. WTC ફાઇનલના પહેલા દિવસ પછી કોચ શ્રીધરે પણ એક પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડો પર તંજ કસ્યો હતો.

ફેન્સે વિરાટ પર નિશાન સાધ્યું
WTC ફાઇનલ પહેલા વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રોનાલ્ડોની જેમ જ એના ટેબલની સજાવટ કરાઈ હતી. ટેબર પર કોકા કોલાની બોટલો હોવા છતાં વિરાટ કોહલીએ એને હટાવી નહતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ગણતરીના કલાકોની અંદર વાઇરલ થયો હતો. જેથી કેટલાક ફેન્સ વિરાટ કોહલને ટ્રોલ કરી રહ્યા છે.

લોકોએ કોહલીને ‘ફેક રોનાલ્ડો ફેન’ કહ્યો
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી રોનાલ્ડોના ફેન છે. મીડિયાના ઘણા ઈન્ટર્વ્યૂમાં વિરાટ કોહલી ફુટબોલર રોનાલ્ડોની પ્રશંસા કરવાનું ચૂકતો નથી.

ફીલ્ડિંગ કોચ શ્રીધરે રોનાલ્ડો પર તંજ કસ્યો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બોટલ હટાવો અભિયાન અંગે ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચ શ્રીધરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. WTC ફાઇનલની મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. તેવામાં એ દિવસની પ્રેસ કોન્ફરન્સમાં શ્રીધર મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. એ જ્યારે કોન્ફરન્સ ટેબલ પર આવ્યા ત્યારે Cokeની બોટલ જોઇને કહ્યું કે શું હું આ બોટલ હટાવી શકું છું? મારી આ પ્રતિક્રિયાથી કંપનીને કેટલો લોસ જશે? આમ ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચે પણ ફાઇનલના પ્રેશર વચ્ચે મજાક-મસ્તી ભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું.

રોનાલ્ડોએ ગુસ્સામાં કોલ્ડ ડ્રિંકની બોટલો ઉઠાવીને નીચે રાખી દીધી, બૂમ પાડીને બોલ્યો- પાણી પીવાની આદત રાખો

રોનાલ્ડોએ ગુસ્સામાં કોલ્ડ ડ્રિંકની બોટલો ઉઠાવીને નીચે રાખી દીધી, બૂમ પાડીને બોલ્યો- પાણી પીવાની આદત રાખો

રોનાલ્ડો કોલ્ડ ડ્રિંક જોઈને નારાજ થયો હતો
યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. તેણે આ વાતને લઈને નારાજગી વ્યક્ત કરી. રોનાલ્ડોએ ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું- કોલ્ડ ડ્રિંક્સ નહીં, આપણે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. 36 વર્ષનો રોનાલ્ડો ફિટ રહેવા માટે કોઈપણ પ્રકારનાં કોલ્ડ ડ્રિંક અને એરેટેડ ડ્રિંકથી દૂર રહે છે.

પોતાના ડાયટને લઈને જાગરૂક છે રોનાલ્ડો
રોનાલ્ડો આટલેથી જ ન અટક્યો, તેણે મીડિયાને પાણીની બોટલ દેખાડતાં કહ્યું- પાણી પીવો. રોનાલ્ડો પોતાના ડાયટને લઈને ઘણો જ જાગરૂક છે. તેનું ડાયટ પણ ઘણું જ સ્પેશિયલ છે. તે ફિટ રહેવા માટે એકપણ પ્રકારના એરેટેડ ડ્રિંક નથી પીતો. તેને પોતે આ વાતનો ઉલ્લેખ ઘણી વખત કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઘણા એથ્લીટ્સ ફિટનેસને લઈને રોનાલ્ડોને ફોલો કરે છે.

ફ્રાન્સના ફુટબોલર પૉલ પોગ્બાએ બીયરની બોટલ ટેબલ પરથી નીચે મૂકી દીધી હતી

ફ્રાન્સના ફુટબોલર પૉલ પોગ્બાએ બીયરની બોટલ ટેબલ પરથી નીચે મૂકી દીધી હતી

પૉલ પોગ્બાએ બિયરની બોટલ હટાવી હતી
ફ્રાન્સના ફુટબોલર પૉલ પોગ્બાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીયરની બોટલ ટેબલ પરથી નીચે મૂકી દીધી હતી. ફાન્સની મેચ બાદ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. પૉલ માનચેસ્ટર યુનાઇટેડનો મીડફિલ્ડર પણ છે. યૂરો કપ 2020ની ટૂર્નામેન્ટ દરમિયાન આ પ્રકારનો મેસેજ આપનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બાદ બીજો ખેલાડી છે. પૉલ પોગ્બા એક મુસ્લિમ છે અને તે દારૂ પીતો નથી.

પૉલ પોગ્બાએ આની પહેલા પણ દારૂ ન પીવા ટ્વીટ કર્યું હતું
મુસ્લિમ ધર્મમાં દારૂ ‘હરામ’ છે. જેથી પૉલ પોગબાએ પણ પોતાની ધાર્મિક ભાવના આહત ન થાય એ અર્થે બીયરની બોટલને ટેબલની નીચે સરકાવી દીધી હતી. પૉલ પોગ્બાએ આની પહેલા પણ વિવિધ પ્રસંગે દારૂનું સેવન ન કરવાનો સંદેશ આપ્યો હતો. તાજેતરના પવિત્ર મહિનાના રમઝાન મહિના દરમિયાન, જ્યારે મિડફિલ્ડર ઉપવાસ પર હોવા છતાં યુરોપા લીગમાં પ્રદર્શન દાખવતો રહ્યો હતો. તેણે જાહેરમાં એવું પણ જણાવ્યું છે કે તે દારૂ પીતો નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *