Kohli & Co., Suryakumar Yadav, Prithvi Shaw and Jayant Yadav | કોહલી એન્ડ કંપની સાથે જોડાઇ શકે છે, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શૉ અને જયંત યાદવ

[ad_1]

8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • ભારતના 3 ખેલાડી ઇજાગ્રસ્ત હોવાથી આ નિર્ણય લેવાઇ શકે છે
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 5 મેચોની ટેસ્ટ સીરીઝ શરુ થવાની છે

પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ અને ઓફ સ્પિનર જયંત યાદવને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. શુભમન ગિલ, વોશિંગટન સુંદર અને આવેશ ખાન ઇજાગ્રસ્ત થતા આ યુવા ખેલાડીઓને તેમના રિપ્લેસમેન્ટ તરીકે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે રિપ્લેસમેન્ટ સ્વરુપે બે ઓપનર અને એક ઓફ સ્પિનરની માંગ કરી હતી. મેનેજમેન્ટને શૉ, સુર્યા અને જયંતની જરૂર વધારે લાગતી હતી, કેમકે શૉ અને સુર્યા સારી બેટિંગ કરી શકે છે અને જંયત બેટીંગની સાથે-સાથે ઓફ સ્પીન બોલિંગ પણ કરી શકે છે.

શુભમન ગીલને પગમાં ઇજા થઇ હોવાથી ભારત પરત ફર્યા છે. સુંદર અને આવેશ ખાનને પણ આંગળીમાં ઇજા હોવાથી મેચ રમી નહી શકે. માનવામાં આવી રહ્યુ છે કે BCCI તેમના સ્થાને પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ અને જયંત યાદવને મોકલવા પર કામ કરી રહ્યું છે. શૉ અને સૂર્યા હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે જ્યાં તેઓ વન ડે શ્રેણી રમી ચૂક્યા છે અને ટી-20 શ્રેણી રમશે. જયંત હજી પણ ભારતમાં છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી રમાશે.

અગાઉ પણ ટીમ મેનેજમેન્ટે શૉની માંગણી કરી હતી
ભારતીય ટીમે અગાઉ જ્યારે ગિલ ઈજાગ્રસ્ત થયા ત્યારે જ શૉની માંગણી કરી હતી. પરંતુ બીસીસીઆઈએ આ માંગને નકારી કાઢી હતી. પરંતુ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા વધ્યા બાદ તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. ભારતીય બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 23 ખેલાડીઓની પસંદગી કરી હતી. આમાંથી 19 મુખ્ય ખેલાડીઓ છે, જ્યારે ચાર સ્ટેન્ડબાય છે.

હાલ ભારત પાસે ઓપનર સ્વરુપે મયંક અગ્રવાલ, કે.એલ, રાહુલ, રોહિત શર્મા અને સ્ટેન્ડ બાય પ્લેયર અભિમન્યુ ઇશ્વરનનો વિકલ્પ છે પરંતુ ટીમ મેનેજમેન્ટ ઇશ્વરનને લઇને ખાસ ઉત્સુક નથી કેમકે તે નેટ્સમાં મેનેજમેન્ટને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

4 ઓગસ્ટથી રમાશે ટેસ્ટ શ્રેણી
ઓપનર મયંક અગ્રવાલ અને રોહિત શર્મા હાલ ટીમ ઇન્ડિયા સાથે છે. અભિમન્યુ ઇશ્વરન ઈંગ્લેન્ડમાં સ્ટેન્ડબાય ઓપનર તરીકે હાજર છે. બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે 23 સભ્યોની ટીમની પસંદગી કરી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *