KL rahul is in England with Athiya Shetty, revealed from a picture of Ishant Sharma’s wife | ઇંગ્લેન્ડમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી સાથે જ છે, ઈશાંત શર્માની પત્નીની તસવીર પરથી ઘટસ્ફોટ થયો

[ad_1]

લંડન2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પહેલી જ વાર કેએલ રાહુલ તથા અથિયા ઇંગ્લેન્ડમાં સાથે હોય તેવી તસવીર સામે આવી.

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા છે. બંનેએ હજી સુધી પોતાના સંબંધો ઓફિશિયલી કર્યા નથી. બંને સાથે જ લંડનમાં હોવાની વાત અવારનવાર થતી હતી. જોકે, હવે આ વાત સાબિત થઈ ગઈ છે કે બંને સાથે જ છે. બંને ઇંગ્લેન્ડમાં સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.

અથિયા-રાહુલનું ખાસ બોન્ડિંગ
ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં ઈશાંત શર્મા, કેએલ રાહુલ, અથિયા તથા અન્ય એક ફ્રેન્ડ જોવા મળે છે. અથિયા ગ્રુપ સેલ્ફી લે છે. આ તસવીર શૅર કરીને ઈશાંત શર્માની પત્નીએ કહ્યું હતું, ‘રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ.’ આ તસવીર પરથી એ વાત કન્ફર્મ થઈ ગઈ કે ઇંગ્લેન્ડમાં બંને સાથે જ છે અને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.

બાયોબબલમાં બંને સાથે રહ્યા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે રાહુલે BCCIને અથિયાની ઓળખાણ પાર્ટનર તરીકે આપી હતી. ગયા મહિને અથિયા તથા રાહુલ સાથે જ ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા. ક્રિકેટર્સ ઇંગ્લેન્ડ જાય એ પહેલાં લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ્સે તમામ ક્રિકેટર્સને તેમની સાથે ટ્રાવેલ કરનારી વ્યક્તિઓનાં નામ માગ્યા હતા. પ્લેયર્સે પોતાની પત્ની અથવા પાર્ટનર્સના નામ આપવાના હતા. કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાર્ટનર કહીને તેનું નામ આપ્યું હતું. અથિયા પણ સાઉથેમ્પ્ટનમાં ક્રિકેટર્સ સાથે જ બાયો બબલમાં રહી હતી.

સુનીલ શેટ્ટીએ બંનેને ગોર્જિયસ કપલ કહ્યા હતા
બોલિવૂડ એક્ટર તથા અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અથિયા તથા રાહુલ બંને એક સાથે ઘણાં જ સારા લાગે છે. બંને ગોર્જિયસ કપલ છે.

4 ઓગસ્ટથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે
ભારતની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે અને અહીંયા 5 ટેસ્ટ મેચ રમશે. ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટના રોજ શરૂ થશે. આ પહેલાં ભારતીય ટીમ કાઉન્ટી ઇલેવન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમી હતી અને તેમાં કેએલ રાહુલ તથા રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી.

અથિયાએ બોલિવૂડમાં ‘હીરો’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. અથિયા છેલ્લે ‘મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી. 28 વર્ષીય અથિયા તથા 29 વર્ષીય રાહુલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર હોવાની ચર્ચા છે. બંને સાથે વેકેશન મનાવવા માટે પણ ગયાં હતાં. બંને ચશ્માંની એક બ્રાન્ડનાં એમ્બેસેડર પણ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *