Kashmir Premier League Former South African Star Herschelle Gibbs Claims – BCCI Has Said That If You Play In This League, Then You Will Get Entry Ban In India | દ.આફ્રિકાનાં ક્રિકેટર હર્શલ ગિબ્સેનો દાવો; કહ્યું- BCCIએ મને ધમકી આપી છે કે જો હું આ લીગમાં રમ્યો તો ઈન્ડિયામાં મારા પ્રવેશ પર પ્રતિબંધ મૂકાશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Kashmir Premier League Former South African Star Herschelle Gibbs Claims – BCCI Has Said That If You Play In This League, Then You Will Get Entry Ban In India

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • BCCIએ કહ્યું ઈન્ડિયામાં ક્રિકેટને લગતા કોઇપણ કામ નહીં મળે- ગિબ્સનો દાવો

પાકિસ્તાન તેના રાજકીય એજન્ડા હેઠળ ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીરના ભાગ (POKમાં T-20 લીગ યોજી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ આ લીગ માટે અનેક વિદેશી ખેલાડીઓને આમંત્રણ આપ્યું છે. જોકે, ઘણા વિદેશી સ્ટાર્સ હવે લીગમાંથી ખસી રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર હર્શેલ ગિબ્સે મોટો દાવો કર્યો છે. ગિબ્સે કહ્યું છે કે, BCCI એના પર દબાણ કરી રહ્યું છે કે જો એ લીગમાં રમશે તો એના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવશે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે પણ આવો દાવો કર્યો છે.

ઈન્ડિયામાં ક્રિકેટને લગતા કોઇપણ કામ મળશે નહીં
ગિબ્સના જણાવ્યા પ્રમાણે BCCIએ કહ્યું છે કે જો એ વિદેશી ખેલાડી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રમાનાર લીગમાં ભાગ લેશે તો એને ભવિષ્યમાં ઈન્ડિયાની અંદર જે કોઇપણ ક્રિકેટ સંદર્ભે ઇવેન્ટ યોજાશે એમા કામ નહીં મળે. ગિબ્સે કહ્યું છે કે BCCIએ આ મેસેજ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગ્રીમ સ્મિથને આપ્યું છે. સ્મિથે આની જાણ ગિબ્સને કરી હોવાની વાતનો પણ અહીં ઉલ્લેખ કરાયો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ગુસ્સે
ગિબ્સના આ દાવા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું છે. તેઓ ભારતના વલણની ટીકા કરી રહ્યા છે. PCBએ દાવો કર્યો છે કે BCCIના દબાણ છતાં ગિબ્સ અને શ્રીલંકાના તિલકરત્ને દિલશાન ચોક્કસપણે આ લીગમાં રમશે. આ સિવાય પાકિસ્તાની બોર્ડે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસર સહિત કેટલાક અન્ય વિદેશી ખેલાડીઓને પણ સાઇન કર્યા હતા. આ ખેલાડીઓ આ લીગમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નથી.

BCCIએ કોઇપણ સત્તાવાર નિવેદન આપ્યું નથી
ગિબ્સ અને PCBના દાવાઓ પર BCCI અથવા ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એવું પણ શક્ય છે કે ગિબ્સ મીડિયાને PCB દ્વારા તૈયાર કરાયેલા નિવેદનો આપી રહ્યો હોય.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *