Kane puts his head on Kohli’s shoulder after winning WTC final, picture goes viral | WTC ફાઇનલ જીત્યા પછી કેને કોહલીના ખભા પર માથું કેમ મૂક્યું હતું તેની ઇમોશનલ વાત શેર કરી

[ad_1]

18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
WTC ફાઇનલ પછી બંને કેપ્ટન ઇમોશનલ થઈ ગયા હતા - Divya Bhaskar

WTC ફાઇનલ પછી બંને કેપ્ટન ઇમોશનલ થઈ ગયા હતા

  • અમારી દોસ્તી ક્રિકેટ કરતા પણ વધુ મહત્ત્વની છે- કેન વિલિયમ્સન

કેન વિલિયમ્સનની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. રોમાંચક મેચ પછી વિરાટ કોહલી અને કીવી ટીમના કેપ્ટનની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. જેમાં વિલિયમ્સન આંખ બંધ કરીને કોહલીના ખભા પર માથું મુકીને ભેટી પડ્યો હતો. વિલિયમ્સને આ વાઇરલ તસવીર પાછળની ઇમોશનલ મેમરી શેર કરી છે.

કેન વિલિયમ્સને ઈન્ડિયન ટીમના વખાણ કર્યા હતા. એણે કહ્યું હતું કે દુનિયાના કોઇપણ મેદાનમાં ભારત સામે મેચ રમવી મુશ્કેલ છે. ઈન્ડિયન ટીમ દરેક ફોર્મેટમાં બેસ્ટ છે, આ ટીમના દરેક ખેલાડીઓ ગેમમાં પરફેક્ટ બેન્ચમાર્ક સેટ કરે છે. તેમના પ્રદર્શનથી સાબિત થાય છે કે ઈન્ડિયન ટીમ ટેલેન્ટેડ છે.

અમારી દોસ્તી ક્રિકેટ કરતા પણ વધુ મહત્ત્વની છે- કેન વિલિયમ્સન
વિરાટ કોહલી સાથે WTC ફાઇનલ પછી ઇમોશનલ મેમરી અંગે વિલિયમ્સને કહ્યું હતું કે હું અને વિરાટ છેલ્લા કેટલાય વર્ષોથી એકબીજાના સારા મિત્રો છીએ. અમારા બંને માટે આ યાદગાર મેચ હતી. આ વાઇરલ તસવીર પાછળ અમારી ઇમોશનલ મેમરી રહેલી છે. અમારી મિત્રતા ક્રિકેટની ગેમ કરતા પણ વધારે મોટી છે.

કેન વિલિયમ્સનની ટીમે ફર્સ્ટ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે.

કેન વિલિયમ્સનની ટીમે ફર્સ્ટ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે.

WTC ટૂર્નામેન્ટની યાદો પણ શેર કરી
વિલિયમ્સને કહ્યું કે આ એક રોમાંચક મેચ હતી અને બંને ટીમે પોતાનું બેસ્ટ આપ્યું હતું. પરંતુ આમ જોવા જઇએ તો છેલ્લે મેચનું પરિણામ જ મહત્ત્વનું હોય છે. મને ફાઇનલ મેચના પહેલા દિવસથી જ લાગી રહ્યું હતું કે આ મેચ કોઇપણ જીતી શકે છે.

મેચ પછી બંને ટીમો એકબીજાની પ્રશંસા કરે છે. મેચમાં હાર-જીત તો ચાલ્યા કરે છે, આ એક ગેમનો પાર્ટ છે. જે ટીમને ટ્રોફી નથી મળતી એના નસીબમાં કદાચ એ નહીં લખાઈ હોય. ન્યૂઝીલેન્ડની ટીમ 8 વિકેટથી ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *