Italy Vs England UEFA EURO Final; Former New Zealand Cricketer Scott Styris Jimmy Neesham On 2019 ODI World Cup | યૂરો કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે કહ્યું- ઇંગ્લેન્ડ જ ચેમ્પિયન છે, કારણ કે એણે ઈટાલીથી વધુ કોર્નર કર્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Italy Vs England UEFA EURO Final; Former New Zealand Cricketer Scott Styris Jimmy Neesham On 2019 ODI World Cup

4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટ્વિટર પર પોસ્ટ કરીને કીવી ક્રિકેટર્સે ઇંગ્લેન્ડની ફુટબોલ ટીમ પર નિશાન સાધ્યું

રવિવારે મધ્યરાત્રિએ રમાયેલી યૂરો કપ ફાઇનલમાં ઈટાલીએ પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ મેચ પછી ન્યૂઝીલેન્ડના ક્રિકેટર્સનો 2019 વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો ઘાવ તાજો થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઇંગ્લેન્ડની હારની મજાક ઉડાવી હતી.

ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્કૉટ સ્ટાયરિસે કહ્યું હતું કે ફાઇનલનો નિર્ણય મારા સમજની બહાર છે. ઇંગ્લેન્ડે સૌથી વધુ કોર્નર કર્યા હતા, એવામાં તેજ ચેમ્પિયન છે.

વર્લ્ડ કપમાં બાઉન્ડરી કાઉન્ટ નિયમથી ન્યૂઝીલેન્ડ હાર્યું
2019 વર્લ્ડ કપની વાત કરીએ તો તેની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની મેચ પણ વિવાદોમાં ઘેરાઈ હતી. આ મેચમાં બંને ટીમનો સ્કોર લેવલ રહ્યો હતો. ICCના નિયમ પ્રમાણે વર્લ્ડ કપની ફાઇનલ મેચનો નિર્ણય લેવા માટે સુપરઓવર રમાઈ હતી. આ સુપર ઓવરમાં પણ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટાઇ થઈ હતી. જેથી વર્લ્ડ કપનો વિજેતા પસંદ કરવા માટે ICCએ મેચમાં સૌથી વધુ બાઉન્ડરી મારનાર ઇંગ્લેન્ડ ટીમને વિજેતા જાહેર કરી દીધી હતી. ત્યારે આ નિયમ અને ICCની ઘણી નિંદા કરવામાં આવી હતી. ત્યારપછી આ નિયમને બદલવામાં આવ્યો હતો.

યૂરો કપ અને ક્રિકેટ વર્લ્ડ કપ બંને લંડનમાં થયા
આવું જ કંઈક યૂરો કપ ફાઇનલમાં જોવા મળ્યું હતું. અહીં ઈટાલી અને ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ 1-1થી ડ્રો રહી હતી. તેવામાં પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન ઈટાલીએ ઇંગ્લેન્ડને 3-2થી હરાવ્યું હતું. 2019 વર્લ્ડ કપ અને યૂરો કપની ફાઇનલ મેચ પણ લંડનમાં રમાઈ હતી.

જિમી નીશમે પણ ઇંગ્લેન્ડ પર કટાક્ષ કર્યો
વનડે વર્લ્ડ કપની સુપર ઓવરમાં જિમી નીશમ બેટિંગ કરવા માટે આવ્યો હતો. એણે છગ્ગો પણ માર્યો હતો. નીશમે હવે યૂરો કપની ફાઇનલ અંગે ઇંગ્લેન્ડ પર કટાક્ષ કર્યો છે. તેણે કહ્યું હતું કે પેનલ્ટી શૂટઆઉટ કેમ કરાવાયું? સૌથી વધુ બોલ પાસ કરનારને ચેમ્પિયન કેમ નથી જાહેર કરતા?

યૂઝર્સે પણ ટ્રોલ કર્યા
એક યૂઝરે રિ-ટ્વીટ કરતા કહ્યું હતું કે આ ફુટબોલ છે, કોઇ ક્રિકેટ વર્લ્ડ કપ નથી, જ્યાં બાઉન્ડરી કાઉન્ટ નિયમના આધારે વિજેતા નક્કી કરવામાં આવે. આની સાથે અહીં કોઈ ધર્મસેના જેવો અમ્પાયર પણ નથી, તેથી ઇંગ્લેન્ડ માટે આ સમયે કોઇ પાર્ટી નથી થઈ.

વનડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના ફીલ્ડરનો થ્રો, રન લેતા સમયે ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના બેટ પર વાગ્યો હતો અને બાઉન્ડરી લાઇન ક્રોસ કરી ગયો હતો. ત્યારે શ્રીલંકન અમ્પાયર ધર્મસેનાએ 5 રન ઇંગ્લેન્ડના સ્કોરબોર્ડમાં પ્લસ કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *