It seemed a bad cost when I was not included in the team despite scoring 800 runs, so I decided – my teammates need to play a match: Dravid | 800 રન બનાવવા છતાં ટીમમાં સમાવેશ નહોતો કરાતો ત્યારે ખરાબ લાગતું હતું, જેથી નક્કી કર્યું હતું- મારી સાથે જનારાને મેચ રમવા જરૂર મળેઃ દ્રવિડ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • It Seemed A Bad Cost When I Was Not Included In The Team Despite Scoring 800 Runs, So I Decided My Teammates Need To Play A Match: Dravid

નવી દિલ્હી12 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એનસીએ ડાયરેક્ટરે અન્ડર 19 અને ‘એ’ ટીમમાં ક્રિકેટ રમવાનો પોતાનો અનુભવ જણાવ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે કહ્યું છે કે તેઓ જ્યારે ભારતની અંડર 19 અને એ શ્રેણીની ટીમના કોચ હતા ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે પ્રવાસે ગયેલા દરેક ખેલાડીને મેચ રમવાની તક જરૂર મળે.

તેમના જમાનામાં આવું નહોતું આથી તેમણે એવી સિસ્ટમ બનાવી કે ઊભરતા ક્રિકેટરોને રમવાની અને પોતાનું કૌશલ્ય પસંદગીકારોને બતાવવાની નિષ્પક્ષ તક મળે. દ્રવિડ આગામી મહિને શ્રીલંકા જનારી ભારતની સીમિત ટીમના કોચ છે. આ ટીમનું નેતૃત્વ શિખર ધવન કરશે. દ્રવિડે એ ટીમ સાથે જોડાયેલા પોતાના અનુભવ રજૂ કર્યા. વાંચો તેમના જ શબ્દોમાં…
ફિટનેસ માટે અમે ઓસ્ટ્રેલિયા-આફ્રિકાના લોકોને જોતા હતા. અમને કહેવાતું કે વધુ જિમ ના કરો. શરીર સખત થઈ જશે

હું જ્યારે પણ એ ટીમ સાથે પ્રવાસ પર જતો ત્યારે ખેલાડીઓને પહેલા જ જણાવી દેતો કે જો તમે મારી સાથે આવ્યા છો તો અહીંથી મેચ રમ્યા વિના પાછા નહીં જાવ. હું જ્યારે જુનિયર સ્તરે રમતો હતો ત્યારે મારા પોતાના અનુભવ હતા. એ ટીમના પ્રવાસમાં જોડાવું અને મેચ રમવાની તક ન મળે ત્યારે બહુ ખરાબ લાગતું હતું. હું ક્યારેય ઇચ્છતો નહોતો કે ઊભરતા ક્રિકેટરને આવો નિરાશાજનક અનુભવ થાય. પહેલા તો તમે આકરી મહેનત કરીને સારો દેખાવ કરો છો. 700-800 રન બનાવો છો પણ જ્યારે તમે ટીમ સાથે જાવ છો ત્યારે તમને તમારી યોગ્યતા દર્શાવવાની તક જ મળતી નથી. ત્યારપછી પસંદગીકારોનું ધ્યાન ખેંચવા પછીના સત્રમાં ફરી 800 રન બનાવવા પડે છે. આવું કરવું સરળ નથી હોતું. અને એ વાતની પણ કોઈ ગેરંટી નથી કે તમને ફરી તક મળશે.

આથી તમારે પ્રારંભમાં જ ખેલાડીઓને કહેવાનું હોય છે કે આ સર્વશ્રેષ્ઠ 15 ખેલાડી છે અને તેમને રમાડીશું. ભલે તેમાંથી એકાદ સર્વશ્રેષ્ઠ ના હોય. અંડર 19ના સ્તરે અમે મેચોની અંદર 5-6 બદલાવ કરી શક્યા છીએ. હાલના સમયમાં ખેલાડીઓને ફિટનેસનું ઘણું જ્ઞાન હોય છે. ભારતીય ક્રિકેટરને હવે દુનિયાના સૌથી ફિટ ખેલાડી માનવામાં આવે છે પરંતુ 1990-2000ના દશકામાં આવું નહોતું. હું જ્યારે પણ દેશમાં ગમે ત્યાં જતો લોકો મને ક્રિકેટના ઝનૂન અંગે વાત કરતા હતા.

ઉત્સાહ સાથે જણાવતા હતા કે કેટલી મોટી સંખ્યામાં લોકો ગલીઓ, સમુદ્રતટ પર ક્રિકેટ રમી રહ્યાં છે. પરંતુ તેનાથી તમે ક્રિકેટર નથી બની જતા. માત્ર રમત માટે પ્રેમ રાખનારા બનો છો. અમારી પાસે એવા જ લોકો જો તમે તેમને મેટિંગ વિકેટ કે ટર્ફ વિકેટ પૂરી ન પાડો તો અધૂરું કોચિંગ, કામચલાઉ ફિટનેસની સહાયતા… વગેરે તે દાયકામાં ક્યાં ઉપલબ્ધ હતું.

ટેકનોલોજી પણ એડવાન્સ નહોતી. ક્રિકેટનું મજબૂત ગ્રાઉન્ડ નહોતું. ફિટનેસ મામલે અમે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ અને ફિટનેસ ટ્રેનર તરફ નજર રાખતા હતા. અમને કહેવાતું હતું કે વધુ જિમ ના કરો. શરીર સખત થઈ જશે.
– રાહુલ દ્રવિડ

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *