IPL 2022 2 New Teams To Be Finalized By October; Tender In August | BCCI, IPL Phase 2 | 2 new teams will debut in the IPL by October; The base price will be Rs 2,000 crore, a mega auction in December | ઓક્ટોબર સુધી IPLમાં 2 નવી ટીમ ડેબ્યૂ કરશે; જેની બેઝ પ્રાઈઝ 2 હજાર કરોડ રૂપિયા રહેશે, ડિસેમ્બરમાં મેગા ઓક્શન

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • IPL 2022 2 New Teams To Be Finalized By October; Tender In August | BCCI, IPL Phase 2 | 2 New Teams Will Debut In The IPL By October; The Base Price Will Be Rs 2,000 Crore, A Mega Auction In December

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • ઓક્શનના નિયમોમાં ફેરફાર સહિત પ્લેયર રિટેંશન પોલિસીમાં પણ સુધારો સંભવ

BCCI ફેન્સને દિવાળી ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છે. બોર્ડ ઓક્ટોબરમાં IPL 2022 માટે 2 નવી ટીમની જાહેરાત કરી શકે છે. BCCIએ આની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. પહેલા નવી ટીમની જાહેરાત મે મહિનામાં કરવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે લીગને સસ્પેન્ડ કરવામાં આવી હતી. બોર્ડે તે સમયે કહ્યું હતું કે તેમનું સંપુર્ણ ધ્યાન IPL 2021ને પૂરી કરવામાં રહેશે. તેવામાં તેઓ નવી ટીમો માટે ટેન્ડર નહીં કાઢે.

પરંતુ હવે બોર્ડ ટીમોની જલદીથી ઘોષણા કરી શકે છે. ત્યારપછી ડિસેમ્બરમાં મેગા ઓક્શન થઈ શકે છે. જાન્યુઆરીમાં મીડિયા રાઈટ્સ અંગે નિલામી પણ થશે.

બેઝ પ્રાઇઝ અંગે BCCI સામે પડકાર
જોકે બોર્ડની સામે હવે સૌથી મોટી ચેલેન્જ ટેન્ડર માટે બેઝ પ્રાઈઝ અંગે રહેશે. છેલ્લા વર્ષ સુધી નવી ટીમો માટે 1500 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ રાખવાની વિચારણા ચાલી રહી હતી, પરંતુ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીમાં થયેલા ફેરફારો પછી બોર્ડ આ અંગે ફરીથી વિચાર કરી રહી છે. નવી ટીમોની બેઝ પ્રાઈઝ 2000 કરોડ રૂપિયાની હશે. મીડિયા અહેવાલોના આધારે આગામી સીઝનથી 4 ખેલાડીઓને રિટેન કરી શકાશે.

ઓગસ્ટમાં ટેન્ડર બહાર પાડી શકાય તેમ છે
બોર્ડ આ નિર્ણય 19 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમાનાર IPL ફેઝ-2 બાદ લઈ શકે છે. કોરોનાના કેસો સામે આવતા લીગને 29 મેચ રમ્યા પછી (4 મે) સ્થગિત કરાઈ હતી. હજુ સુધી પણ આ સીઝનની 31 મેચ બાકી છે. BCCI આગામી મહિને એટલે ઓગસ્ટમાં બંને ટીમો માટે નવું ટેન્ડર બહાર પાડી શકે છે. જેને ઓક્ટોબરમાં ફાઇનલ કરી દેવાશે. આગામી સીઝનમાં કુલ 8ની જગ્યાએ 10 ટીમો હશે.

રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સે RRમાં 15% પાર્ટનરશિપ ખરીદશે
ગત મહિને લિવરપૂલના ઇન્વેસ્ટર રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સે રાજસ્થાન રોયલ્સમાં 15% સ્ટેક ખરીદ્યા હતા. જોકે, આ ડીલ કેટલામાં થઈ હતી એની માહિતી મળી નથી. રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સની ઈંગ્લિશ ફુટબોલ ક્લબ લિવરપૂલ અને બૉસ્ટન રેડ સૉક્સમાં પણ ભાગીદારી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેડબર્ડ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ડીલ થઈ, તેનાથી ફ્રેન્ચાઈઝીની મની વેલ્યૂ આશરે 1863 કરોડ રૂપિયાથી 2235 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

2 નવી ટીમને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ અને RPSG ગ્રુપ સૌથી આગળ છે. (ફોટોમાં- અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને RPSG ગ્રુપના ચેરમેન સંજીવ)

2 નવી ટીમને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ અને RPSG ગ્રુપ સૌથી આગળ છે. (ફોટોમાં- અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને RPSG ગ્રુપના ચેરમેન સંજીવ)

બેઝ પ્રાઈઝ હજુ ફાઇનલ નથી
નવી ટીમોની બેઝ પ્રાઈઝ 2 હજાર કરોડ રૂપિયા સુધી કરાઈ શકે છે. આની પહેલા ઇનસાઈડ સ્પોર્ટ્સે બોર્ડના કેટલાક સીનિયર અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે બેઝ પ્રાઇઝ અંગે કશું ફાઇનલ કર્યું નથી. IPL ઇન્વેસ્ટમેન્ટ એક રોમાંચક માધ્યમ છે અને આનાથી તેમને રિટર્ન પણ મળે છે. મારા મત મુજબ નવી ટીમોની વેલ્યૂ 2 હજાર કરોડ રૂપિયાથી ઓછી હશે. જોકે આ અંગે અત્યારે કંઈપણ ફાઇનલ નથી.

ઓક્શનના નિયમોમાં ફેરફાર સંભવ

  • ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો મુજબ, આગામી સીઝનથી ફ્રેન્ચાઈઝીની સેલેરી કેપમાં વધારો થઈ શકે છે.
  • સેલેરી કેપને 85 કરોડ રૂપિયાથી વધારીને 90 કરોડ રૂપિયા કરાઈ શકે છે.
  • 10 ટીમો થવાથી કુલ 50 કરોડ રૂપિયા સેલેરી કેપમાં જોડાશે.
  • ફ્રેન્ચાઈઝીને આમાંથી 75% રૂપિયા ખર્ચ કરવા પડશે.
  • આગામી 3 વર્ષમાં એટલે 2024માં સેલેરી કેપ વધારીને 100 કરોડ રૂપિયા થઈ જશે.

પ્લેયર રિટેંશન પોલિસીમાં પણ સુધારો સંભવ
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે પ્લેયર રિટેંશનના નિયમોમાં પણ સુધારો કરાઈ શકે છે. પહેલા 5 ખેલાડીઓને રિટેન કરવાની અનુમતિ હતી.
નવા નિયમો પ્રમાણે, તમામ શાખાઓ 4 પ્લેયરને રિટેન કરી શકશે.

  • જેમાં 3 ભારતીય અને 1 વિદેશી અથવા 2 ભારતીય અને 2 વિદેશી ખેલાડીઓને રિટેન કરાઈ શકે છે.
  • 3 ખેલાડીઓને રિટેન કરવા પર ફ્રેન્ચાઈઝીના પર્સમાંથી 15 કરોડ, 11 કરોડ, 7 કરોડ રૂપિયા કપાશે.
  • 2 ખેલાડીઓને રિટેન કરવા પર 12.5 કરોડ અને 8.5 કરોડ રૂપિયા ઓછા કરાશે.
  • એક ખેલાડીને રિટેન કરવા પર ફ્રેન્ચાઈઝીના પર્સમાંથી 12.5 કરોડ રૂપિયા કપાશે.

2011માં પણ IPLમાં 10 ટીમો રમી ચૂકી છે
2008 પહેલા IPL ઓક્શન દરમિયાન 8 ટીમોની બેઝ પ્રાઈઝ લગભગ 372 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. આ પહેલી વાર નથી કે જ્યારે એક સીઝનમાં 10 ટીમ રમશે. આની પહેલા IPL 2011માં પણ 10 ટીમ રમી ચૂકી છે. પુણે વોરિયર્સ અને કોચ્તિ ટસ્કર્સ ડેબ્યૂ ટીમ હતી. જોકે ત્યારપછી કોચ્ચિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. IPLની 2012 અને 2013ની સીઝનમાં 9 ટીમોએ ભાગ લીધો હતો. 2013માં લીગ ફરી એકવાર 8 ટીમોની ટૂર્નામેન્ટના ફોર્મેટમાં પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *