IPL 2021 MS Dhoni Khelenge; Chennai Super Kings CSK| CEO Says, Mahendra Singh Play Indian Premier League For 2 More Years | ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીને સપોર્ટ કર્યો, કહ્યું- તેમને હજુ ક્રિકેટમાં લાંબી ઈનિંગ રમવાની છે; પરફેક્ટ ફિનિશર સંપૂર્ણ રીતે ફિટ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • IPL 2021 MS Dhoni Khelenge; Chennai Super Kings CSK| CEO Says, Mahendra Singh Play Indian Premier League For 2 More Years

36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ધોની પાસે ક્રિકેટ છોડવા માટે કોઇ કારણ નથીઃ વિશ્વનાથન

મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ માટે એખ સારા સમાચાર સામે આવ્યા છે. 7 જુલાઈએ ધોની 40 વર્ષના થયા હતા, પરંતુ તેઓ આટલી જલદી IPLમાંથી સંન્યાસ નહીં લે. ધોની 1-2 વર્ષ વધુ લીગ રમશે. આ વાત ધોનીની કેપ્ટનશિપવાળી IPL ટીમના CEO વિશ્વનાથને કહી છે.

જોકે, આ વાત ધોની પણ કહી ચૂક્યો છે. IPL 2020ની એક મેચમાં ટોસ દરમિયાન કમેન્ટેટર ડેની મૉરિસને ધોનીને પૂછ્યું હતું કે આ તમારી યલો જર્સીમાં છેલ્લી મેચ છે. જેના જવાબમાં ધોનીએ તરત વળતો જવાબ આપ્યો હતો કે બિલકુલ નહીં.

ધોની પાસે ક્રિકેટ છોડવા માટે કોઇ કારણ નથીઃ વિશ્વનાથન
આ સવાલ અંગે હવે વિશ્વનાથને સ્પોર્ટ્સકીડા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ધોની અત્યારે ચેન્નઈ ટીમ માટે વધુ એક અથવા બે વર્ષ રમી શકે છે. તે ફિટ અને ટ્રેન છે. તેમની પાસે ગેમ ના રમવાનું કોઇ કારણ જ નથી. તે ટીમ માટે જે પણ કરી રહ્યા છે, અમે એમા ખુશ છીએ. અમે અનુભવી શકીએ છીએ કે તે શાનદાર છે અને એક ‘ડાયમન્ટ પ્લેયર’ છે. ધોની પહેલેથી એક શાનદાર ફિનિશર છે.

CSKને 3 વાર ટ્રોફી જીતાડી
પૂર્વ ઈન્ડિયન કેપ્ટન ધોની 2008થી ચેન્નઈ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યા છે. તેમની કેપ્ટનશિપ હેઠળ ટીમે સૌથી વધુ 8 વાર ફાઇનલ રમી અને તેમાંથી 3 વાર (2010, 2011, 2018) ટ્રોફી પણ જીતી છે. વિશ્વનાથનના નિવેદનથી સામે આવ્યું હતું કે CSK ધોનીને આગામી મેગા ઓક્શન પહેલા રિટેન કરશે.

IPL-2020માં ચેન્નઈ પ્લેઓફની બહાર ફેંકાઈ
ચેન્નઈ 2020 IPLમાં પ્લેઓફની બહાર ફેંકાઈ ગઈ હતી. આ સીઝનમાં પણ ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેમણે 14 મેચમાં 25ની એવરેજથી 200 રન જ બનાવ્યા છે.

15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો હતો
ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તેણે કેપ્ટન તરીકે 332માંથી 178 (વનડે, ટેસ્ટ અને T-20) મેચ જીતાડી છે. આ સિદ્ધિ મેળવનાર તે પહેલા ખેલાડી છે. ધોનીએ 200 વનડે માંથી 110 અને 60 ટેસ્ટમાંથી 27 જીતી છે. તેણે 72 T-20માંથી 41 જીતી છે. આ યાદીમાં કોહલી બીજા ક્રમાંક પર છે. તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે કુલ 117 મેચ જીતી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *