Inspired by the twin sisters, Lovelina started kick boxing; He has also won a bronze medal at the World Boxing Championships | જોડિયા બહેનોથી પ્રેરણા મેળવીને લવલીનાએ કિક-બોક્સિંગની શરૂઆત કરી હતી; વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે

[ad_1]

ટોક્યો30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લવલીનાને બાળપણમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો
  • લવલીના ઓલિમ્પિકમાં ભાગ લેનાર આસામની પ્રથમ મહિલા ખેલાડી છે

ભારતની બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઇનલમાં 69 કિલો વેઇટમાં પોતાનો મુકાબલો જીતીને ઓલિમ્પિકમાં મેડલ કન્ફર્મ કર્યો છે. મૂળ આસામના ગોલાઘાટ જિલ્લાની રહેવાસી લવલીના ઓલિમ્પિકમાં ભાગ લેનાર આસામની પ્રથમ મહિલા ખેલાડી છે. લવલીના બોક્સિંગમાં આવતાં પહેલાં કિક-બોક્સિંગ કરતી હતી, તેણે કિક-બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે પણ મેડલ જીત્યો છે.

લવલીનાએ પોતાની જોડિયા બહેનો લીચા અને લીમાણે જોઈને કિક-બોક્સિંગ કરવાનું શરૂ કર્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)ના આસામ રીજનલ સેન્ટરમાં સિલેક્શન થયા બાદ બોક્સિંગની ટ્રેનિંગ લઈ રહી હતી. તેની બંને બહેનોએ પણ કિક-બોક્સિંગમાં નેશનલ લેવલે મેડલ જીતી ચૂકી છે.

લવલીનાને બાળપણમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના પિતા ટિકેન બોરગોહેનને એક નાની દુકાન હતી. પ્રારંભિક તબક્કામાં લવલીના પાસે એક ટ્રેકસૂટ પણ નહોતું. તેને સાધનો અને ડાઈટ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

માતાના સપનાને પૂર્ણ કરવા માગતી હતી લવલીના
ભાસ્કર સાથેની એક મુલાકાતમાં લવલીનાએ કહ્યું હતું કે ‘અમે ત્રણ બહેનો છીએ. દરેક વ્યક્તિ કહેતી હતી કે છોકરીઓ કંઈ કરી શકતી નથી, પરંતુ મારી માતા મમોની બોરગોહેન હંમેશાં એવું કહે છે કે કંઈક એવું કરવું જોઈએ, જેથી લોકો તમને યાદ રાખે. લવલીના તેની માતાની આ વાતને પૂર્ણ કરવા માટે એક ડગલું આગળ વધી ગઈ છે. તે આસામની પ્રથમ મહિલા ખેલાડી છે, જેણે ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેને અર્જુન અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

મોહમ્મદ અલીથી પ્રેરણા મેળવીને બોક્સિંગ શરૂ કર્યું
લવલીનાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે મોહમ્મદ અલીથી પ્રેરણા મેળવીને તેણે બોક્સિંગની શરૂઆત કરી હતી. તેના પિતા ટિકેન બોરગોહેને એક વખત બજારમાંથી તેઓ અખબારમાં લપેટીને મીઠાઈ લાવ્યા હતા. એ અખબારમાં મોહમ્મદ અલી વિશે સમાચાર છપાયેલા હતા. તેણે મોહમ્મદ અલી વિશે તેના પિતા પાસેથી જાણ્યું. ત્યાર બાદ તે બોક્સિંગમાં કારકિર્દી બનાવવાનું સપનું જોવા લાગી હતી.

સાંઈમાં આવ્યા પછી લવલીનાને નવી દિશા મળી
જ્યારે લવલીના 9મા ધોરણમાં હતી ત્યારે તે આસામના સાંઈના પ્રાદેશિક કેન્દ્ર માટે પસંદ થઈ હતી. ત્યાં જ તેની રમતમાં સુધારો થયો. લવલીનાની કોચ સંધ્યા ગુરાંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે સાંઇ પાસે આવી ત્યારે તે ખૂબ ડર સાથે રમતી હતી. અહીં આવ્યા પછી જ તેની ટેક્નિકમાં સુધારો થયો અને તેણે મુક્તપણે રમવાનું શરૂ કર્યું.

બે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીતી ચૂકી છે મેડલ
લવલીનાએ 2018 અને 2019માં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે, જ્યારે દિલ્હીમાં યોજાયેલી પ્રથમ ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર અને ગુવાહાટીમાં યોજાયેલી બીજી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય તેણે 2017 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે. તે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *