Indian Women Team | The team has lost 6 of the last 8 ODIs, Mandhana said – we have to score more than 250 in a row, the next 7 months will be crucial. | ટીમ છેલ્લી 8માંથી 6 વનડે મેચ હારી, મંધાનાએ કહ્યું- અમારે સતત 250થી વધુનો સ્કોર કરવો પડશે, આગામી 7 મહિના નિર્ણાયક રહેશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Indian Women Team | The Team Has Lost 6 Of The Last 8 ODIs, Mandhana Said We Have To Score More Than 250 In A Row, The Next 7 Months Will Be Crucial.

2 દિવસ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • ઇન્ડિયન મહિલા ટીમે દ.આફ્રિકા સામે વનડેમાં 4 અને ઇંગ્લેન્ડ સામે 2 મેચ હારી

ઈન્ડિયન ટીમ 14 જુલાઈએ ઇંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ T-20 સિરીઝની આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા જીત સાથે લિમિટેડ ઓવરમાં સતત ત્રણ સિરીઝમાં હારવાનો ક્રમ તોડવા મેદાનમાં ઉતરશે. પરંતુ સ્મૃતિ મંધાનાનો ગ્રાફ વનડેમાં ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમે છેલ્લી 8 વનડેમાંથી 6માં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં વર્લ્ડ કપ પહેલા મહિલા ક્રિકેટ અંગે સ્મૃતિ મંધાનાએ ઘટસ્ફોટ કર્યો હતો. તેને કહ્યું કે ટીમે સતત 7 મહિના સારુ પ્રદર્શન દાખવવાની જરુર છે.

ઇન્ડિયન ટીમે દ.આફ્રિકા સામે વનડેમાં 4 મેચ હારી
મહિલા ટીમ આગામી સમયમાં દક્ષિણ આફ્રિકા સામે હોમ સિરીઝમાં 4 અને અત્યારે ટૂરમાં 2 મેચ ગુમાવી છે. વનડે મેતની કેપ્ટન મિતાલી રાજે ત્રણ અર્ધસદી મારી હતી તેમ છતાં ટીમ હારી ગઈ, તથા બે મેચમાં તેની સ્લો બેટિંગના કારણે કોઇ ફાયદો થયો નથી.

મહિલા ટીમ આગામી સમયમાં દક્ષિણ આફ્રિકા સામે 4 મેચ હારી હતી

મહિલા ટીમ આગામી સમયમાં દક્ષિણ આફ્રિકા સામે 4 મેચ હારી હતી

મંધાનાએ વર્લ્ડ કપ અંગે ઘટસ્ફોટ કર્યો
ન્યૂઝીલેન્ડમાં આગામી વર્ષે યોજાનાર મહિલા વર્લ્ડ કપ અંગે મંધાનાએ વર્ચ્યૂઅલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમારે ઘણી વસ્તુઓ પર કામ કરવાની જરુર છે. ખાસ કરીને બેટિંગ પાર્ટમાં. આગામી સાત મહિના અમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. અમારે સારો સ્કોર કરવો પડશે. જો હું વનડેની વાત કરુ તો અમારે પહેલા બેટિંગ કરતા સમયે સતત 250-260થી વધુ રન બનાવવા પડશે, અમારે આ અંગે કામ કરવાની જરુર છે.

અમારી બોલિંગ અને ફિલ્ડીંગમાં સતત ઇમ્પ્રુવ કરવાની જરુર છે. અમારે સારા પ્રદર્શનની આવશ્યકતા છે અને પછી કન્ડીશન પણ અનુકુળ થઈ જશે. ઈન્ડિયા 2017 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ લૉર્ડ્સમાં 228 રનના લક્ષ્યને ચેઝ કરતા એને ઇંગ્લેન્ડ સામે 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઇન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા ટૂર મહત્ત્વપૂર્ણ રહેશે
મંધાનાએ કહ્યું કે માર્ચ-એપ્રિલમાં યોજાનાર વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે. ઈન્ડિયન ટીમને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે એક ડે-નાઇટ ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. મંધાના નિર્ણાયક ત્રીજી T-20ની પૂર્વ સંધ્યાએ સંવાદદાતા સાથે વાતચીત કરી હતી.

મંધાનાએ કહ્યું કે પાર્ટનરશિપ પ્રોબ્લેમ અમારા માટે ચિંતાજનક

મંધાનાએ કહ્યું કે પાર્ટનરશિપ પ્રોબ્લેમ અમારા માટે ચિંતાજનક

આ મેચ સાથે ઈન્ડિયન મહિલા ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ સમાપ્ત થઈ જશે. હરમનપ્રીતની ટીમે બીજી મેચમાં સારી બોલિંગ અને ફિલ્ડીંગના કારણે 8 રનથી જીત અપાવી હતી. ઇંગ્લેન્ડની ટીમે બીજી T-20 મેચમાં 149 રનના લક્ષ્યાંકનો ચેઝ કરતા 31 રન પર 6 વિકેટ ગુમાવી.

મંધાનાએ કહ્યું કે અંતિમ પાંચ ઓવરમાં અમે જેવી રીતે બાઉન્સ બેક કર્યો હતો તેવાજ ઉત્સાહ સાથે આપણે બોલિંગ અને ફિલ્ડીંગ કરવાની રહેશે. આવીજ રીતે અમે સિરીઝ સરભર કરી શકીશું.

મંધાનાએ કહ્યું કે પાર્ટનરશિપ પ્રોબ્લેમ અમારા માટે ચિંતાજનક
મંધાનાએ બોલિંગમાં પોઝિટિવ અપ્રોચનો શ્રેય હેડ કોચ રમેશ પવારને આપ્યો હતો. એણે ચિંતા પ્રગટ કરી હતી કે પ્રતિભાશાળી બેટ્સમેન શેફાલી વર્માની બેટિંગ આમ તો સારી છે પણ સારું સ્ટાર્ટ મળ્યા પછી એને હાઇસ્કોરમાં પરિવર્તિત કરી શકતી નથી. હું લગભગ છેલ્લા 2 વર્ષથી એની સાથે ઈનિંગની શરૂઆત કરી રહી છું, એની સાથે બેટિંગ કરવી રોમાંચક છે. અમારું બોન્ડ એકબીજા સાથે સારુ છે. આનાથી અમને T-20માં ઘણી સારી સહાયતા મળે છે. અમારે આ ફોર્મેટમાં 15-16 ઓવર રમવાની વાત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *