Indian men’s archery team reaches quarterfinals; Sharat Kamal won in table tennis, Bhavani Devi in fencing | ભારતીય પુરુષ તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી; ટેબલ ટેનિસમાં શરત કમલે જીત મેળવી, તલવારબાજીમાં ભવાની દેવી બહાર થઈ

[ad_1]

ટોક્યો7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કઝાકિસ્તાન સામે મેચમાં નિશાન સાધતાં પ્રવીણ જાધવ. - Divya Bhaskar

કઝાકિસ્તાન સામે મેચમાં નિશાન સાધતાં પ્રવીણ જાધવ.

  • ભારતીય તીરંદાજી ટીમે ક્વોલિફિકેશન રાઉન્ડમાં કઝાકિસ્તાનને 6-2થી હરાવીને સારી શરૂઆત કરી

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષોની તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ક્વોલિફિકેશન રાઉન્ડમાં કઝાકિસ્તાનને 6-2થી હરાવીને સારી શરૂઆત કરી. ક્વાર્ટર ફાઇનલમાં ભારતને દક્ષિણ કોરિયા તરફથી એક પડકારનો સામનો કરવો પડશે. તલવારબાજીમાં ભારતની ભવાની દેવી મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે, ટેબલ ટેનિસમાં અચંતા શરત કમલ પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. શૂટરમાં સ્કીટ ઇવેન્ટના બીજા દિવસની ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી મેરાજ અહેમદ ખાન અને અંગદ વીરસિંહ બાજવા પડકાર ફેંકી રહ્યા છે.

ભવાની દેવીએ પ્રથમ મેચ સરળતાથી જીતી, પરંતુ બીજા મુકાબલામાં જીતી શકી ન હતી.

ભવાની દેવીએ પ્રથમ મેચ સરળતાથી જીતી, પરંતુ બીજા મુકાબલામાં જીતી શકી ન હતી.

જીતથી શરૂઆત કર્યા પછી, ભવાની બીજી મેચમાં હારી ગઈ
પહેલી વાર તલવારબાજીમાં ક્વોલિફાઇ કરનારી એકમાત્ર ભારતીય તલવારબાજ ભવાની દેવીએ પહેલી મેચ જીતી હતી પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં ટ્યુનિશિયાની નાદિયા બેનને 15-3થી હરાવી હતી. રાઉન્ડ ઓફ 32 ના મુકાબલામાં, ભવાનીને ફ્રાન્સની મેનન બ્રુનેટે 15-7થી હરાવી દીધી.

તીરંદાજીની ટીમે આકરી હરીફાઈમાં જીત મેળવી હતી
તીરંદાજીમાં ભારતને પુરુષ ટીમની ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાન તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ સેટ 55-54થી જીત્યો હતો. આ સેટમાં બંને ટીમો તરફથી પરફેક્ટ 10 ના બે-બે સ્કોર્સ બનાવવામાં આવ્યા હતા. બીજા સેટમાં પણ ભારતીય ટીમે 1 પોઇન્ટના અંતરે જીત મેળવી હતી. ભારતે આ સેટ 52-51થી જીત્યો હતો. ત્રીજા સેટમાં કઝાકિસ્તાન મજબૂત રીતે વાપસી કરી અને તેને 57-56 થી પોતાને નામે કરી લીધો. ચોથા સેટમાં ભારતે મેચ 55-54થી જીતી લીધી હતી. તીરંદાજીમાં સેટ જીતવાને 2 પોઇન્ટ મળે છે. ભારતની ક્વાર્ટર ફાઇનલ મેચ દિવસના 10: 15 વાગ્યે શરૂ થશે.

શરત કમલએ બીજા રાઉન્ડના મુકાબલામાં પોર્ટુગલી ખેલાડીને હરાવ્યો હતો.

શરત કમલએ બીજા રાઉન્ડના મુકાબલામાં પોર્ટુગલી ખેલાડીને હરાવ્યો હતો.

આજે ભારતની ઇવેન્ટ્સ બેડમિંટન – સાત્વિક સાઇરાજ રેંકિરેડી અને ચિરાગ શેટ્ટી વિ માર્કસ ગિડિયન ફર્નાલ્ડી અને કેવિન સંજયા સુકામુલ્જો (ઇન્ડોનેશિયા), મેન્સ ડબલ્સ ગ્રુપ એ મેચ, સવારે 9:10 થી બોક્સિંગ- આશિષ કુમાર વિરુદ્ધ આરબીકે તુઓહેતા (ચાઇના), મેન્સ 75 કિલો રાઉન્ડ ઓફ 32 મુકાબલો, ભારતીય સમયે બપોરે 3:06 થી હોકી- ભારત વિ જર્મની, વિમેન્સ પૂલ એ મેચ, સાંજે 5:45 થી સેલિંગ – વિષ્ણુ સારવનન, મેન્સ લેસર રેસ, સવારે 8:35થી, નેત્રા કુમાનન, મહિલા લેસર રેડિયલ રેસ, સવારે 11: 5 વાગ્યે શૂટિંગ – મેરાજ અહમદ ખાન અને અંગદ વિરસિંહ બાજવા, પુરુષ સ્કીટ ઇવેન્ટ બીજો દિવસ, સવારે 6:30 પુરૂષ સ્કીટ ફાઇનલ: બપોરે 12:20 તરવું – સાજન પ્રકાશ: પુરુષોની 200 મીટર બટરફ્લાય હીટ્સ, ટેબલ ટેનિસ 3: 45 વાગ્યે – અચંતા શરત કમ વિ ટિઆગો એપોલોનિયા (પોર્ટુગલ), મેન સિંગલ્સનો બીજો રાઉન્ડ, સવારે 6:30થી, મનિકા બત્રા વિ સોફિયા પોલ્કાનોવા (ઓસ્ટ્રિયા) વિમેન્સ સિંગલ્સનો ત્રીજો રાઉન્ડ, બપોરે 12:00 વાગ્યે ટેનિસ – સુમિત નાગલ વિ દાનિલ મેદવેદેવ (રશિયા), મેન્સ સિંગલ્સ બીજો રાઉન્ડ, સવારે 7:30થી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *