Indian cricketer Shivam Dubey married his long time girlfriend Anjum Khan in Mumbai; Fans erupted by posting pictures of the drugs on social media | ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઈમાં લગ્ન કર્યા; સોશિયલ મીડિયામાં દુવાઓની તસવીરો મૂકતાં ફેન્સ ભડક્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Indian Cricketer Shivam Dubey Married His Long Time Girlfriend Anjum Khan In Mumbai; Fans Erupted By Posting Pictures Of The Drugs On Social Media

મુંબઈ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ પોતાની ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઈમાં લગ્ન કરી લીધા છે. તેણે આ વિશેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આપી છે. એ પછી લોકોએ તેને શુભકામનાઓ આપી હતી. આ લગ્ન હિન્દુ-મુસ્લિમ રીત-રિવાજો મુજબ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે શિવમ દુબે ટીમ ઇન્ડિયા તરફથી એક વન-ડે અને 13 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.

એકબીજાનાં થયાં શિવમ દુબે અને અંજુમ ખાન
શિવમ દુબેએ પોતાના ટ્વિટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘ અમે પ્રેમથી પ્રેમ કર્યો, જે મહોબ્બતથી વધારે હતો અને હવે અમારી હંમેશાંની જિંદગીની શરૂઆત થાય છે, જસ્ટ મેરિડ 16-07-2021’

લગ્ન પછી માગી દુવાઓ
આ લગ્ન હિન્દુ-મુસ્લિમ રીત-રિવાજો મુજબ કરવામાં આવ્યા છે. એકબીજાને રિંગ પહેરાયા પછી શિવમ દુબે અને પત્ની અંજુમ ખાન દુવા માગતા ફોટોમાં નજરે આવી રહ્યો છે.

દુવા માગવા પર ફેન્સ ભડક્યા
શિવમ દુબેની દુવા માગવાવાળી તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઇ છે. કેટલાક લોકોને આ તસવીરો નથી ગમી. લોકોને એ વાતનો પણ ગુસ્સો છે કે અંજુમ ખાને માગમાં સિંદૂર કેમ નથી લગાવ્યું. એક ફેને તો આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈન સાથે સરખાવી દીધું, જેઓ હાલમાં જ જુદાં થયાં છે.

લગ્ન પછી IPLમાં જોવા મળશે
મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમતા શિવમ દુબે IPLમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ RCB તરફથી પણ રમેલો છે અને હવે 2021માં તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. હવે તે UAIમાં રમાનારી IPLના બીજા ભાગમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *