India wins ninth consecutive series against Sri Lanka, also holds the record for most defeats against Sri Lanka | ભારતે શ્રીલંકા વિરૂદ્ધ સતત નવમી સીરીઝ જીતી, શ્રીલંકાને સૌથી વધુ વખત હરાવવાનો રેકૉર્ડ પણ બનાવ્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Wins Ninth Consecutive Series Against Sri Lanka, Also Holds The Record For Most Defeats Against Sri Lanka

39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટીમ ઇન્ડિયાએ 3 વન-ડે મેચોની સીરીઝમાં બીજી મેચમાં શ્રીલંકાને 3 વિકેટથી હરાવી સીરીઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં દીપક ચહર(69 નોટ આઉટ) હિરો બન્યા હતા. ભુવનેશ્વર કુમાર(19 નોટ આઉટ) સાથે તેમની 84 રનની પાર્ટનરશીપની મદદથી ભારતને આ જીત મળી હતી. આ મેચ દરમિયાન 5 મોટા રેકોર્ડ પણ બન્યા હતા. ચાલો તે તમામ રેકોર્ડસ પર એક નજર કરીએ.

1. શ્રીલંકા વિરૂદ્ધ સતત 9મી સીરીઝ જીત
ભારતે શ્રીલંકાની વિરૂદ્ધ સતત 9મી દ્રિપક્ષીય વન-ડે સીરીઝમાં જીત મેળવી છે. દૂનિયાની બીજી કોઇ પણ ટીમ સતત શ્રીલંકાને હરાવી નથી શક્યુ. સતત 7 સીરીઝ જીતીને પાકિસ્તાન આ યાદીમાં બીજા નંબરે છે.

2. શ્રીલંકા વિરૂદ્ધ સૌથી વધુ વન-ડે જીતનો વર્લ્ડ રેકોર્ડ
આ ભારતની શ્રીલંકા વિરૂદ્ધ વન-ડે ક્રિકેટમાં 93મી જીત છે. તે સાથે જ ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે સૌથી વધુ જીત મેળવી લેનારી ટીમ બની ગઈ છે. ભારતે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો. પાકિસ્તાન, શ્રીલંકા સામે 92 મેચો જીતી છે.

3. ટૉપ-3 બેસ્ટમેનમાં કોઇએ ફિફ્ટીના મારી તેમ છતા જીત મળી
ભારતના ટોપ-3 બેસ્ટમેન પૃથ્વી શૉ(13), શિખર ધવન(29), ઇશાન કિશન(1)માંથી કોઇ પણ અર્ધસદી મારી શક્યા નહોતા. તેમ છતા ભારતે 276 રનનો ટારગેટ પાર કર્યો. 2015માં ઝીમ્બાબ્વેની સામે ઑકલેન્ડમાં થયેલી મેચ પછી પહેલી વાર આવુ બન્યુ છે 2015માં ભારતે ટૉપ ઓર્ડરના ના રમ્યા સિવાય પણ 288 રનનો ટારગેટ ચેઝ કર્યો હતો.

4. નંબર-8 અને તેના નીચેના ક્રમની શ્રીલંકાની વિરૂદ્ધ સૌથી મોટી ભારતીય ઇનિંગ્સ
દીપક ચહરે નંબર 8 પર બેટિંગ કરતા અણનમ 69 રન બનાવ્યા હતા. શ્રીલંકા સામે વનડેમાં ભારતીય ખેલાડીની આ સર્વોચ્ચ ઇનિંગ્સ છે, જે નંબર 8 પર અથવા તેનાથી નીચે બેટિંગ કરી રહી છે. અગાઉનો રેકોર્ડ રવીન્દ્ર જાડેજાના નામે હતો. જાડેજાએ 2009 માં કોલંબોમાં 60 રનની અણનમ ઇનિંગ રમી હતી. એકંદરે, ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સના નામે શ્રીલંકા સામે સૌથી નીચેના ક્રમે મોટી વન-ડે ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ છે. વોક્સે 2016 માં નોટિંગહામમાં અણનમ 95 રન બનાવ્યા હતા.

5. સફળ રન ચેઝમાં ભારતના નંબર-8ના બેટ્સમેનની સૌથી મોટી ઇનિંગ્સ
ચાહર લક્ષ્યનો પીછો કરતી વખતે, નંબર 8 પર અથવા તેનાથી નીચે બેટિંગ કરીને સૌથી મોટી મેચ વિનીંગ ઇનિંગ્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે અજિત અગરકરનો રેકોર્ડ તોડ્યો છે. અગરે વર્ષ 2000 માં ઝિમ્બાબ્વે સામે 67 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *