India will win more than 10 medals in Tokyo: Malleshwari | ટોક્યોમાં ભારત 10થી વધુ મેડલ જીતશે : મલ્લેશ્વરી

[ad_1]

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શૂટિંગ, વેઈટલિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ અને એથ્લેટિક્સમાં ભારત ઈતિહાસ રચી શકે છે

સિડની ઓલિમ્પિકમાં ભારત માટે એકમાત્ર મેડલ જીતનારી વેઈટલિફ્ટર કર્ણમ મલ્લેશવરીનું માનવું છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડી 10થી વધુ મડેલ જીતી શકે છે. તેમને સૌથી વધુ મડેલની આશા દેશના શૂટરો પાસેથી છે. મલ્લેશ્વરીનું માનવું છે કે, 21 વર્ષ પછી વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ દેશ માટે મેડલ જીતી શકે છે.

આ ઉપરાંત એથ્લેટિક્સ, બોક્સિંગ અને રેસલિંગમાં પણ ભારતના મડેલ જીતવાની આશા છે. ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે ભારતના 124 ખેલાડી ઈન્ડિવિડ્યુઅલ અને ટીમ ઈવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તેઓ દેશની પ્રથમ મહિલા એથ્લીટ છે, જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા. ભાસ્કર સાથેની તેમની વાતચીતના મુખ્ય અંશ:

સવાલ : રિયોમાં આપણને માત્ર બે મેડલ મળ્યા.આ વખતે ટોક્યોમાં ભારતીય ખેલાડી પાસે કેટલા મેડલની અપેક્ષા છે?
મને આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં 10થી વધુ મેડલ મળવાની આશા છે. મને લાગે છે કે, 21 વર્ષ પછી મારી રમત વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ મેડલ જીતશે. આ ઉપરાંત મને સૌથી વધુ અપેક્ષા ભારતીય શૂટરો પાસે છે. એથ્લેટિક્સમાં પણ એક-બે મેડલની અશા રાખું છું. બોક્સિંગમાં મેરિકોમ અને અન્ય બોક્સરો પણ મેડલના દાવેદાર દેખાઈ રહ્યા છે. રસલર્સ પણ મેડલ જીતી શકે તેવા છે.
સવાલ : અન્ય રમતોના ખેલાડીઓના ઓલિમ્પિક મેડલ જીત્યા પછી એ રમતનો વિકાસ થયો છે, પરંતુ તમારા જીતવા પછી આમ થઈ શક્યું નથી?

વેઈટલિફ્ટિંગની તુલના અન્ય રમતો સાથે કરી શકાય નહીં, કેમકે વેઈટલિફ્ટિંગમાં ઈન્જરીના ચાન્સ વધુ હોય છે. તેમાં વજન ઊંચકવાનું હોય છે. ખભા, ઘુંટણ પર પણ તેની અસર થાય છે. હવે મારી રમતમાં મીરાબાઈ ચાનુના મેડલ જીતવાની આશા છે. દેશે હવે વેઈટલિફ્ટિંગમાં ઓલિમ્પિક મેડલની રાહ જોવી નહીં પડે. 2024 અને 2028 સુધી મેડલ મળતા રહેશે.

સવાલ : વેઈટલિફ્ટિંગમાં પુરુષ વેઈટલિફ્ટર કેમ આગળ નથી આવી રહ્યા?
એવું નથી કે ભારતમાં પુરુષ વેઈટલિફ્ટર આગળ નથી આવતા. જેરેમી લાલરિનુંગાએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેમણે નાની ઉંમરે યુથ ઓલિમ્પિકમાં પણ દેશ માટે મેડલ જીત્યો છે. તેની પાસે મેડલની અપેક્ષા છે.

સવાલ : ગોપીચંદ, પીટી ઉષા અને યોગેશ્વર દત્ત પોત-પોતાનાં ખેલાડી તૈયાર કરી રહ્યા છે. શું તમે પણ આમ કરી રહ્યાં છો?
મેં ત્રણ વર્ષ પહેલા યમુનાનગરમાં વેઈટલિફ્ટિંગની એકેડમી શરૂ કરી છે. અહીં અત્યારે 50 બાળકો આવે છે. એકેડમીને ખેલ અને યુવા મંત્રાલયનો પણ સહયોગ મળી રહ્યો છે.અહીં 200થી વધુ બાળકોના રહેવા માટે હોસ્ટેલ તૈયાર છે. જેમાં સમગ્ર દેશમાંથી પ્રતિભાઓ પસંદ કરીને એકેડમીમાં ટ્રેનિંગ આપવાની યોજના છે.

સવાલ : કોરોનાને લીધે ટોક્યો ઓલિમ્પિક એક વર્ષ મોડી યોજાઈ રહી છે? તમારું શું માનવું છે?
કોરોનાને કારણે ટોક્યો ઓલિમ્પિક એક વર્ષ મોડી રમાઈ રહી છે. મારું માનવું છે કે, તેનાથી તમામ એથ્લીટને તૈયારી કરવા માટે સારો સમય મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *