india vs sri lanka first odi | વિરાટ કે રોહિત વગર 1028 દિવસ પછી ભારત વન-ડે રમશે, વરસાદ વિધ્ન બને તેવી સંભાવના

[ad_1]

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
શિખર ધવન અને શ્રીલંકાનો કેપ્ટન દાસુન સનાકા. - Divya Bhaskar

શિખર ધવન અને શ્રીલંકાનો કેપ્ટન દાસુન સનાકા.

  • આજે બપોરે 3 વાગ્યે મેચ રમાશે, સૂર્યકુમાર-ઈશાન સાથે ડેબ્યુ કરી શકે છે

શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે (રવિવારે) કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં શિખર ધવન ટીમનો કેપ્ટન છે. ભારતે સપ્ટેમ્બર 2018માં અફઘાનિસ્તાન સામે આ બંને વગર છેલ્લી વન-ડે રમી હતી. મેચમાં વરસાદ વિધ્ન બને તેવી સંભાવના છે. ભારત અને શ્રીલંકા 4 વર્ષ પછી વન ડે સિરીઝ રમશે. ભારતની મેઈન ટીમ ઈંગ્લેન્ડ હોવાના કારણે આ ટીમનું સુકાનીપદ ધવન સંભાળી રહ્યો છે.

ટીમના બેટ્સમેનો અનુભ વગરના છે, પરંતુ બોલરોમાં ભુવનેશ્નર, ચહલ અને કુલદીપ અનુભવી છે. ધવન ઓપનિંગ કરી શકે છે. આઈપીએલ 2021માં 380 રન સાથે ઓરેન્જ કેપ પર ધવનનો કબ્જો હતો. શ્રીલંકાની ટીમમાં ચાર વર્ષમાં દાસુન શનાકા 10મો કેપ્ટન છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમે 33 વન-ડે રમી છે, જેમાંથી બંનેએ 15-15 જીતી છે, 3 ડ્રો રહી છે.

સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા અને ચહલ પ્રેક્ટિસ બાદ હળવા મૂડમાં.

સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા અને ચહલ પ્રેક્ટિસ બાદ હળવા મૂડમાં.

સૂર્યકુમાર-ઈશાન સાથે ડેબ્યુ કરી શકે છે
ઈંગ્લેન્ડ સામે એક જ મેચમાં ટી20 ડેબ્યુ કરનારા ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ વન-ડે ડેબ્યુ પણ સાથે કરી શકે છે. કિશનને વિકેટ કીપરની ભૂમિકા મળી શકે છે. 98 લિસ્ટ-એ મેચમાં સૂર્યુકમારે 103.88ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

IPLમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ સૂર્યકુમારની ટીમમાં પસંદગી કરાઈ છે.

IPLમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ સૂર્યકુમારની ટીમમાં પસંદગી કરાઈ છે.

શ્રીલંકાના સંભવિત 11 ખેલાડી
દાસુન શનાકા, અવિષ્કા ફર્નાન્ડો, પાથુમ નિશંકા, મિનોદ ભાનુકા, ધનંજય ડિસિલ્વા, ભાનુકા રાજપક્ષા, વાનિંદુ હસારંગા, ઈસરુ ઉદાના, લક્ષણ સંદાકન, દુષમંથા ચમીરા અને કસુન રજિતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *