India Vs Sri Lanka Coincidence Of 25 Associated With 4 Players, Dhawan And Shanaka Became 25th Captain Of Their Respective Team | 4 ખેલાડી સાથે 25 નંબરનો અનોખો સંયોગ, ધવન અને શનાકા બંને પોતાની ટીમના 25મા કેપ્ટન, ઈશાન-મિનોદે પણ રેકોર્ડ્સ બનાવ્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs Sri Lanka Coincidence Of 25 Associated With 4 Players, Dhawan And Shanaka Became 25th Captain Of Their Respective Team

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઈન્ડિયાએ છેલ્લા 5 વર્ષમાં 4 કેપ્ટન બદલ્યા, જ્યારે 2016માં શ્રીલંકાએ 10મી વાર કેપ્ટન બદલ્યો

રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પહેલી વનડે મેચ રમાઈ રહી છે. ટોસ સાથે, આ મેચમાં 25 નંબરથી સંબંધિત બે અનોખા સંયોગો બન્યા છે. એક યોગાનુયોગ સંયોગ ઈન્ડિયન ટીમના કેપ્ટન શિખર ધવન અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા સાથે છે. તો બીજો સંયોગ ઈન્ડિયન વિકેટકીપર ઈશાન કિશન અને શ્રીલંકન ટીમના ખેલાડી મિનોદ ભાનુકા સાથે જોવા મળ્યો છે.

ધવન-શનાકા પહેલીવાર કેપ્ટન બન્યા
વનડે ક્રિકેટમાં પહેલીવાર કેપ્ટન બનેલા ધવન અને શનાકા પોતાની ટીમના 25મા નંબરના કેપ્ટન છે. ઈન્ડિયન ટીમ અત્યારે ઇંગ્લેન્ડ હોવાથી BCCIએ યુવા ટીમને શ્રીલંકા સિરીઝ રમવા મોકલી છે. શ્રીલંકન ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી સારુ પ્રદર્શન કરી શકવા માટે સક્ષમ નથી, જેના કારણે તેનું બોર્ડ પણ સતત કેપ્ટન બદલવાની નીતિ અપનાવી રહ્યું છે. હવે શનાકા વનડેમાં શ્રીલંકા ટીમના 25મા કેપ્ટન છે.

ઈશાન અને મિનોદ 25મા વિકેટકીપર
25 નંબરનો સંયોગ બંને ટીમના વિકેટ કીપર સાથે પણ જોડાયેલો છે. ઈશાન કિશન ભારતનો અને મિનોદ ભાનુકા શ્રીલંકાનો 25મો વિકેટકીપર છે. આ મેચમાં ઈન્ડિયાના 2 ખેલાડી ઈશાન અને સૂર્યકુમારે આંતરરાષ્ટ્રીય સ્તરે વનડે ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું.

2016માં શ્રીલંકાએ 10મી વાર કેપ્ટન બદલ્યો
શ્રીલંકાની ટીમ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહી નથી. આ સિવાય ત્યાંના ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. આને કારણે, શ્રીલંકાએ તાજેતરના વર્ષોમાં ઘણા કેપ્ટન બદલ્યા છે.

શનાકા 1 જાન્યુઆરી, 2016થી વન ડે ક્રિકેટમાં શ્રીલંકાના કેપ્ટન બન્યા છે. આની પહેલા દિમુથ કરુણારાત્ને, એન્જેલો મેથ્યૂઝ, દિનેશ ચંદીમલ, ઉપુલ થરંગા, કુશલ પરેરા, થિસારા પરેરા, ચમારા કપુગેદરા, લસિથ મલિંગા અને લાહિરુ થિરીમાનેએ વનડેમાં શ્રીલંકાની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.

ઈન્ડિયાએ છેલ્લા 5 વર્ષમાં 4 કેપ્ટન બદલ્યા
ઈન્ડિયા ટીમ હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ અને સ્થિર ટીમોમાંની એક છે. આ જ કારણ છે કે 1 જાન્યુઆરી, 2016થી અત્યારસુધી ઈન્ડિયા તરફથી વનડે ક્રિકેટમાં ફક્ત 4 કેપ્ટન જ રહ્યા છે. તેમાં ધોની અને વિરાટ કોહલી રેગ્યુલર કેપ્ટન તરીકે ફરજ બજાવતા રહ્યા હતા.

રોહિત શર્મા અને શિખર ધવનને ત્યારે જ કેપ્ટન તરીકે નિમાયા છે જ્યારે મુખ્ય કેપ્ટને બ્રેક લીધો હોય અથવા તે ઈજાગ્રસ્ત થયો હતો. અત્યારે વિરાટ ટેસ્ટ ટીમ સાથે ઇંગ્લેન્ડમાં છે, તેથી ધવનને કેપ્ટનશિપ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *