India Vs Sri Lanka 3rd T20 LIVE Score; Latest Update; India Tour Of Sri Lanka Live Update | Ruturaj Gaikwad, Devdutt Padikkal, Nitish Rana, Chetan Sakariya | 5 બેટ્સમેન સાથે હાઇસ્કોર કરવો ઈન્ડિયન ટીમ માટે પડકારજનક; સૈની ઈજાગ્રસ્ત હોવાથી અર્શદીપને તક મળી શકે છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs Sri Lanka 3rd T20 LIVE Score; Latest Update; India Tour Of Sri Lanka Live Update | Ruturaj Gaikwad, Devdutt Padikkal, Nitish Rana, Chetan Sakariya

21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શ્રીલંકા વિરુદ્ધ સતત 6ઠ્ઠી સિરીઝ જીતવાની તક, ઈન્ડિયન ટીમે 150+ સ્કોર કરવો પડશે

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક મેચ આજે કોલંબોનાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 3 મેચની સિરીઝ અત્યારે 1-1 બરાબર છે. ઈન્ડિયન ટીમને જો આ સિરીઝ જીતવી હોય તો ધવન સહિત મુખ્ય 5 બેટ્સમેને અંતિમ ઓવર સુધી ટકી રહેવાની જરૂર રહેશે. અત્યારે ટીમનાં 9 ખેલાડી આઇસોલેશનમાં હોવાથી હાઇસ્કોર બનાવવો ટીમ માટે મુશ્કેલ રહેશે.

કેપ્ટન શિખર ધવને આ મેચમાં જવાબદારી પૂર્વક બેટિંગ કરવી પડશે. વળી બુધવારની મેચમાં નવદીપ સૈની પણ ઈજાગ્રસ્ત હોવાથી એના સ્થાને અર્શદીપ સિંહ અથવા ઈશાન પરેલને તક મળી શકે છે.

શ્રીલંકા વિરુદ્ધ સતત 6ઠ્ઠી સિરીઝ જીતવાની તક
જો મેચ રમાય તો ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામેની સતત છઠ્ઠી દ્વિપક્ષીય T-20 શ્રેણી જીતવાની તક છે. ભારતીય ટીમ અત્યારસુધી એકપણ વખત શ્રીલંકા સામે દ્વિપક્ષીય T-20 શ્રેણી હારી નથી. આ પહેલાં બંને ટીમ વચ્ચે 7 T-20 શ્રેણી રમાઈ ચૂકી છે. ભારતે 6 શ્રેણી જીતી છે. 2009/10માં શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ તમામ શ્રેણી જીતી લીધી છે.

શ્રીલંકાની વાત કરીએ તો ટીમ 24 જુલાઈ, 2019થી અત્યારસુધીમાં 22 T-20 રમી છે. આમાંથી તેઓ માત્ર 6 મેચ જીત્યા છે જ્યારે 15માં હારનો સામનો કર્યો છે. જેમાંથી 1 મેચ અનિર્માયક રહી હતી.

શ્રીલંકા સામે ઈન્ડિયન ટીમની છેલ્લી 5 મેચ

ક્રમ કોણ કેટલા અંતરથી જીત્યું સમય
1 શ્રીલંકાએ 4 વિકેટથી મેચ જીતી, 2 બોલ બાકી 28 જુલાઈ 2021
2 ઈન્ડિયન ટીમની 38 રનથી જીત 25 જુલાઈ 2021
3 ઈન્ડિયન ટીમની 78 રનથી જીત 10 જાન્યુઆરી 2020
4 ઈન્ડિયન ટીમની 7 વિકેટથી જીત, 15 બોલ બાકી 7 જાન્યુઆરી 2020
5 પરિણામ નહોતું આવ્યું (ટોસ બાદ મેચ રદ) 5 જાન્યુઆરી 2020

ઈન્ડિયન ટીમ ફોર્મમાં, જીત સાથે શ્રીલંકન ટીમની વાપસી
ઈન્ડિયાઃ

  • ઈન્ડિયન ટીમ અત્યારે પુર જોશમાં છે. એણે 24 જુલાઈ 2019થી અત્યારસુધી કુલ 29 મેચ રમી છે. જેમાથી 19 મેચ ટીમે જીતી છે જ્યારે 7માં હારી ગઈ છે.
  • 29 મેચમાંથી 1 અનિર્ણાયક મેચ તો 2 ટાઇ રહી હતી.
  • ઈન્ડિયન ટીમ એની છેલ્લી 6 T-20માંથી 4 જીતી ચૂકી છે.

શ્રીલંકાઃ

  • શ્રીલંકન ટીમના પ્રદર્શન અને ડેટાની વાત કરીએ તો ટીમે 24 જુલાઈ 2019થી 22 T-20 મેચ રમી છે. જેમાંથી શ્રીલંકા માત્ર 6 મેચ જીતી શક્યું છે, જ્યારે 15 મેચમાં એને હારનો સામનો કરવો પડ્યો હતો.
  • શ્રીલંકન ટીમ છેલ્લી 6 T-20 મેચમાંથી 5 હારી ગઈ છે. જોકે ઈન્ડિયન ટીમને હરાવીને એનો આત્મવિશ્વાસ અવશ્ય વધ્યો હશે.

ટીમ ઈન્ડિયાએ 150+ સ્કોર કરવો પડશે

  • ઈન્ડિયન ટીમ આ મેચમાં પણ 5 બેટ્સમેન અને 6 બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે.
  • જો ઈન્ડિયન ટીમને સિરીઝની સાથે આ મેચ પણ જીતવી હશે તો 150+ રનનો સ્કોર કરવો પડશે.
  • આ મેચમાં પણ ઈન્ડિયન ટીમ 6 બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે, તેવામાં શિખર ધવન, દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સેમસન અને નીતીશ રાણાએ સારી બેટિંગ કરવી પડશે. વળી ભુવનેશ્વર કુમાર અને ચેતન સાકરિયાની જોડીએ પણ ડેથ ઓવરમાં પ્રોપર લાઇન એન્ડ લેન્થ પકડી રાખવી પડશે.

શ્રીલંકન ટીમ કોઇપણ ફેરફાર નહીં કરે

  • T-20 વર્લ્ડ કપ પહેલા શ્રીલંકન ટીમ માટે આ સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે.
  • શ્રીલંકન ટીમ વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાં ક્વોલિફાય કરી શકી નથી. જેથી એને પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડ રમવું પડશે.
  • જેના કારણે શ્રીલંકન ટીમ એનાં મેચ વિનિંગ કોમ્બિનેશનમાં કોઇપણ પ્રકારનાં ફેરફાર નહીં કરે એવું લાગી રહ્યું છે.

ત્રીજી T-20 મેચ, આર,પ્રેમદાસા સ્ટેડિયમ

ટોસ બાકી
સિરીઝ ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકા
મેચનું શેડ્યૂલ

8 વાગ્યે શરૂ થશે

ફર્સ્ટ સેશન – 8:00થી 9:30 PM
બ્રેક – 9:30થી 9:50 PM
સેકન્ડ સેશન – 9:50 PMથી 11:30 PM

અમ્પાયર્સ

પ્રગીત રંબુકવેલા અને રુચિરા પલ્લિયાગુરુવે

ટીવી અમ્પાયર

ટીવી- કુમાર ધર્મસેના

રિઝર્વ અમ્પાયર રવીન્દ્ર વિમલાસિરી
મેચ રેફરી રંજન મદુગલે

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *