India Vs Sri Lanka 3rd ODI LIVE Score Update; India Tour Of Sri Lanka Live Update | possibility of rain after 2 p.m. | અંતિમ મેચમાં યુવા ક્રિકેટર્સને ઈન્ડિયન ટીમમાં તક મળી શકે છે; શ્રીલંકન ટીમનું ‘વ્હાઈટ વોશ’ કરવા ધવન સેના સજ્જ, 2 વાગ્યા પછી વરસાદની સંભાવના

[ad_1]

 • Gujarati News
 • Sports
 • Cricket
 • India Vs Sri Lanka 3rd ODI LIVE Score Update; India Tour Of Sri Lanka Live Update | Possibility Of Rain After 2 P.m.

2 કલાક પહેલા

 • કૉપી લિંક
 • દીપક ચાહરનો ગિટાર વગાડતો વીડિયો વાઇરલ, ત્રીજી વનડે પહેલા ઈન્ડિયન પ્લેયર્સ મસ્તીના મૂડમાં જોવા મળ્યા

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે શુક્રવારે ત્રીજી વનડે મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે બીજી વનડે જીતીને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. તેવામાં આ અંતિમ મેચમાં ધવનની ટીમ આગામી વર્લ્ડ કપને જોતા એક્સપેરિમેન્ટ્સ કરી શકે છે. મહત્ત્વનું છે કે રાહુલ દ્રવિડ પણ અંતિમ મેચમાં યુવા ખેલાડીને મેચ રમવાની તક આપવા માટે વિચાર કરી શકે છે.

પિચ રિપોર્ટ
કોલંબોની મેચ બેટ્સમેન ફ્રેન્ડલી છે. બંને વનડે મેચમાં 250+ રનનો સ્કોર બન્યો હોવાથી શુક્રવારે પણ હાઇસ્કોરિંગ મેચ રમાઈ શકે છે. પિચનો અત્યાર સુધીનો મિજાજ જોતા ટોસ જીતીને ચેઝ કરવાનો વિકલ્પ સૌથી બેસ્ટ રહેશે. શ્રીલંકામાં 2 વાગ્યા પછી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેના કારણે જો વરસાદ પડશે તો મેચ શરૂ થવામાં સમય લાગશે. શુક્રવારે અહીં તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
કોલંબોની પિચ પર એવરેજ સ્કોરઃ 262 રન (કુલ 37 વનડે મેચ, જાન્યુઆરી 2010 સુધીનો રિપોર્ટ)

ઈન્ડિયન ટીમ યુવા ખેલાડીને તક આપી શકે છે

 1. દેવદત્ત પડ્ડીકલઃ પૃથ્વી શૉને અંતિમ વનડે મેચમાં આરામ આપીને દેવદત્ત પડ્ડીકલને ઓપનર તરીકે પંસદ કરાઈ શકે છે.
 2. નીતીશ રાણાઃ મનીષ પાંડે સતત 2 મેચમાં નિષ્ફળ જતા, એને ત્રીજી મેચમાંથી આરામ આપીને એના સ્થાને નીતીશ રાણા વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી શકે છે. રાણા છેલ્લા કેટલાક વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાં સારુ પ્રદર્શન દાખવી રહ્યો છે.
 3. ચેનત સાકરિયાઃ ઈન્ડિયન ટીમ ફાસ્ટ બોલિંગ સેક્શનને મજબૂત બનાવવા માટે ચેતન સાકરિયાને પસંદ કરી શકે છે. હવે જોવા જેવી વાત એ રહેશે કે જો ચેતનને તક મળશે તો એને કોના સ્થાને ટીમમાં પસંદ કરાશે. ઈન્ડિયન ટીમ કૃણાલ પંડ્યાને આરામ આપીને સાકરિયાને તક આપી શકે છે. ટીમ 2 સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરી શકે છે.
 4. વરૂણ ચક્રવર્તીઃ કુલદીપ યાદવને ત્રીજી વનડેમાં આરામ આપી એના સ્થામે કોલકાતા નાઇટ રાઇડર્સનો વરૂણ ચક્રવર્તી ડેબ્યૂ કરી શકે છે.

રોકસ્ટાર ચાહર’નો વીડિયો વાઇરલ
આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં બીજી વનડેના મેચ વિનરને કોણ ભૂલી શકે! દીપક ચાહર…. જેણે 69 રનની ઈનિંગ રમીને ઈન્ડિયન ટીમને મેચની સાથે સિરીઝ પણ જીતાડી હતી. હવે એ મેચ વિનરનું રોકસ્ટાર રૂપ પણ સામે આવ્યું છે. BCCIએ ત્રીજી વનડે મેચના 1 દિવસ પહેલા દીપક ચાહરનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઈન્ડિયન ટીમના ફિઝિઓ નિરંજન પંડિત સાથે ગીત ગાતો જોવા મળ્યો હતો. દીપકે મિક્સ રેટ્રો સોન્ગ્સ ગિટાર વગાડતા-વગાડતા ગાયા હતા.

ઈન્ડિયન ટીમ ત્રીજી વનડે પહેલા ઉજવણીના મૂડમાં જોવા મળી હતી. મોટાભાગના ખેલાડીઓ હોટલના કેફેમાં સોન્ગ ગાઇને તથા સ્વિમિંગ પુલમાં મસ્તી કરીને ટાઈમ સ્પેડ કરતા જોવા મળ્યા હતા. BCCIએ દીપક ચાહરનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઈન્ડિયન ટીમના ફિઝિઓ નિરંજન પંડિત સાથે ગીત ગાતો જોવા મળ્યો હતો. દીપકે મિક્સ રેટ્રો સોન્ગ્સ ગિટાર વગાડતા-વગાડતા ગાયા હતા.

ઈન્ડિયા VS શ્રીલંકા હેડ-ટુ-હેડ

 • ઓવરઓલ વનડે મેચઃ 161
 • ઈન્ડિયા જીત્યું- 93
 • શ્રીલંકા જીત્યું- 56
 • N/R (No Result)- 11
 • ટાઈ- 1

શ્રીલંકામાં વનડે મેચઃ 63 રમાઈ

 • ઈન્ડિયા જીત્યું – 30
 • શ્રીલંકા જીત્યું – 27
 • N/R (No Result)- 6
બીજી વનડેમાં પૃથ્વી શૉ અને ઈશાન કિશન સિંગલ ડિજિટ સ્કોર બનાવી શક્યા

બીજી વનડેમાં પૃથ્વી શૉ અને ઈશાન કિશન સિંગલ ડિજિટ સ્કોર બનાવી શક્યા

ઈન્ડિયન ટીમઃ બેટિંગ સાઈડનું એનાલિસિસ (બીજી વનડે)
બીજી વનડેમાં ઈન્ડિયન ટીપના ઓપનિંગ અને મિડલ ઓર્ડર બેટ્સમેન ફેલ રહ્યા. પૃથ્વી શૉથી લઇને હાર્દિક પંડ્યા કેઝ્યુઅલ શૉટ રમી આઉટ થયા હોય તેમ લાગ્યું હતું. જેના પરિણામે ઈન્ડિયાની અડધી ટીમ 116 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. એક સમયે એમ જ લાગી રહ્યું હતું કે આ મેચ શ્રીલંકા સરળતાથી જીતી લેશે, પરંતુ દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારે 84 બોલમાં 84 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવીને ઈન્ડિયન ટીમને મેચમાં 3 વિકેટથી જીત અપાવી હતી.

ચાહર-ભુવનેશ્વરે સ્પેશિયલ ઈનિંગ રમી ઈન્ડિયાને મેચ જીતાડી
દીપક ચાહરે આ મેચમાં પોતાની પહેલી આતંરરાષ્ટ્રીય ફિફ્ટી મારી હતી. જેમાં એણે 82 બોલમાં 69 રન બનાવી ટીમને મેચ જીતાડી હતી. મેચની સ્થિતિ એવી હતી કે દીપકનો સાથ આપે તેવો કોઇ બેટ્સમેન પણ ક્રીઝ પર રહેવો જોઇતો હતો. આ માગને ભુવીએ પૂરી કરી દીધી હતી. એણે વિકેટનો બીજો એન્ડ સંભાળી રાખ્યો હતો, જેમાં એણે 28 બોલમાં 19 રન બનાવ્યા હતા. આ બે ખેલાડી સિવાય સૂર્યકુમાર યાદવે 53 રનની ઈનિંગ રમી હતી. સિરીઝની અંતિમ મેચ શુક્રવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે.

ભુવનેશ્વરે બીજી વનડેમાં લગભગ 6 વર્ષ, 513 ઓવર બાદ ‘નો-બોલ’ નાખ્યો
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે શ્રીલંકા સામેની બીજી વનડે મેચની 5મી ઓવરમાં નો બોલ નાખ્યો હતો. ભુવનેશ્વરના બોલિંગ સ્ટેટ્સ જોઇએ તો એણે છેલ્લો નો-બોલ ઓક્ટોબર 2015માં નાખ્યો હતો. જોકે, ફ્રી-હિટ પર શ્રીલંકન બેટ્સમેન ભાનુકા એકપણ રન બનાવી શક્યો નહતો.

દીપક ચાહર અને ભુવનેશ્વરની મેચ વિનિંગ પાર્ટનરશિપે ઈન્ડિયાને મેચ જીતાડી

દીપક ચાહર અને ભુવનેશ્વરની મેચ વિનિંગ પાર્ટનરશિપે ઈન્ડિયાને મેચ જીતાડી

ઈન્ડિયાએ પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો
ઈન્ડિયાએ 3 વિકેટે બીજી વનડે જીતીને શ્રીલંકા સામે સૌથી વધુ વનડે જીતવાના રેકોર્ડમાં પાકિસ્તાનને પાછળ પાડી દીધું છે. ઈન્ડિયાએ 160 મેચમાંથી 93માં શ્રીલંકા ટીમને હરાવી છે. બીજી બાજુ પાકિસ્તાને 155માંથી 92 મેચમાં શ્રીલંકન ટીમને હરાવી છે.

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પહેલી દ્વિપક્ષીય સિરીઝ 1982-83માં રમાઈ હતી. જેમાં ઈન્ડિયન ટીમ જીતી ગઈ હતી. શ્રીલંકા સામે ઈન્ડિયન ટીમે પહેલી મેચ 1979માં રમી હતી. જેમાં શ્રીલંકાએ ઈન્ડિયાને હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયા સિરીઝમાં ‘ફેવરિટ્સ’, વ્હાઈટ વોશ કરવાની તક
ઈન્ડિયન ટીમમાં મોટાભાગના ડેબ્યૂટન્ટ ખેલાડીઓ છે, તેમછતાં નિષ્ણાતોના મત મુજબ આ સિરીઝ જીતવાનો ચાન્સ ટીમ ઈન્ડિયા પાસે વધુ હતો. ઈન્ડિયન ટીમે ચેમ્પિયનની માફક રમીને 2-0થી સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. વળી, આ સિરીઝમાં ઈન્ડિયા ટીમ ફેવરિટ હોવાનું બીજુ કારણ એ પણ છે કે શ્રીલંકન ટીમના ખેલાડી અને બોર્ડ વચ્ચે વિવાદ પહેલા કરતા પણ વધુ વકર્યો છે. તેવામાં બોર્ડે 28 વનડેના અનુભવી એવા દસુન શનાકાને ટીમનો કેપ્ટન બનાવાતા નિષ્ણાતોનું માનવું છે કે ઈન્ડિયન ટીમ જ આ બંને સિરીઝ જીતી જશે. અત્યારે ઈન્ડિયન ટીમ 2-0થી આગળ છે. તેવામાં જો ઈન્ડિયન ટીમ ત્રીજી વનડે પણ જીતી જશે તો શ્રીલંકન ટીમનો વ્હાઈટ વોશ થશે.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11

 • ઈન્ડિયન ટીમ: શિખર ધવન (કેપ્ટન), દેવદત્ત પડ્ડીકલ, સૂર્યકુમાર યાદવ, નીતીશ રાણા, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ચેતન સાકરિયા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલ
 • શ્રીલંકન ટીમ: દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, કસુન રજિતા, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *