India Vs Sri Lanka 2nd T20I Postponed: 5 Cricket Tournaments And Leagues Hit By Corona | છેલ્લા 6 મહિનામાં 5 ટૂર્નામેન્ટ પર કોરોનાનો હુમલો; યૂરો કપ અને કોપા અમેરિકા જેવી ફુટબોલ ટૂર્નામેન્ટનું સફળતા પૂર્વક રમાઈ

[ad_1]

2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોના મહામારીનાં કારણે T-20 વર્લ્ડ કપ પણ UAE શિફ્ટ કરવો પડ્યો

ઈન્ડિયન પ્લેયર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી T-20 મેચ બુધવાર સુધી સ્થગિત કરાઈ છે. આની પહેલા પણ છેલ્લા 6 મહિનામાં કોવિડનાં કારણે 5 ક્રિકેટ ટૂર્નામેન્ટ અને મેચને સ્થગિત કરવી પડી હતી.

વળી, બીજી બાજુ મહામારીનાં સમયગાળા દરમિયાન યૂરો કપ અને કોપા અમેરિકા જેવી મોટી ટૂર્નામેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. યૂરો કપમાં તો ફેન્સને પણ સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની અનુમતિ અપાઈ હતી. ચલો તો તો એવી 5 ક્રિકેટ ટૂર્નામેન્ટ વિશે જાણીએ જે કોવિડનાં કારણે પ્રભાવિત થઈ…..

ટૂર્નામેન્ટની બાકીની 31 મેચ 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે

ટૂર્નામેન્ટની બાકીની 31 મેચ 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે

1. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021
વિશ્વની સૌથી ફેમસ ક્રિકેટ લીગ IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થઈ હતી. આ સીઝન 25 દિવસ અને 29 મેચ સુધી રમાઈ હતી, ત્યારપછી કોરોનાવાયરસનાં કેસ સામે આવતા એને સ્થગિત કરવી પડી હતી. ટૂર્નામેન્ટની પહેલા અને દરમિયાન ઘણા ખેલાડીઓ અને સ્ટાફનાં સભ્યો કોવિડ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. જોકે BCCIએ આ સીઝનને સફળતા પૂર્વક આયોજિત કરવા માટે બીજો માર્ગ શોધી લીધો છે. હવે આ ટૂર્નામેન્ટની બાકીની 31 મેચ 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે.

PSLનો બીજો ફેઝ 20 જૂનથી રમાવાનો શરૂ થયો હતો.

PSLનો બીજો ફેઝ 20 જૂનથી રમાવાનો શરૂ થયો હતો.

2. પાકિસ્તાન સુપર લીગ 2021
પાકિસ્તાન સુપર લીગ, IPL અને બીગ બૈશ લીગ પછી સૌથી ચર્ચિત ટૂર્નામેન્ટ લીગ છે. આ વર્ષે PSLની શરૂઆત 20 ફેબ્રુઆરીથી થઈ હતી, જે માત્ર 11 દિવસ સુધી ચાલી હતી. આ સીઝનમાં કુલ 16 ગેમ રમાઈ હતી અને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તેને સસ્પેન્ડ કરવી પડી હતી. આ સીઝનનો બીજો ફેઝ 20 જૂનથી રમાવાનો શરૂ થયો હતો.

ઈન્ટરનેશનલ સિરીઝ

3. ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા
ઇંગ્લેન્ડ ટૂર પર ઈન્ડિયન ટીમના વિકેટ કીપર રીષભ પંત સહિત થ્રો ડાઉન એક્સપર્ટ દયાનંદ ગરાની પોઝિટિવ આવ્યા હતા. ત્યારપછી આ બંને ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સામેની પ્રેક્ટિસ મેચથી બહાર થઈ ગયા હતા. આ સમય દરમિયાન તેમના સંપર્કમાં આવેલા અન્ય કેટલાક ખેલાડીને પણ આઇસોલેટ કરાયા હતા.

ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ પણ કોવિડનાં કારણે લંબાવાઈ હતી. શ્રીલંકન બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર કોરોના પોઝિટિવ આવતા સિરીઝને 13 જુલાઈના બદલે 18 જુલાઈથી શરૂ કરવી પડી હતી. વળીં, હવે પહેલી T-20 મેચ બાદ કૃણાલ પંડ્યા પોઝિટિવ આવતા ફરી એકવાર સિરીઝને સ્થગિત કરવાની ફરજ પડી છે. હવે જો બંને ટીમનાં તમામ ખેલાડી અને સભ્યોનાં કોવિડ રિપોર્ટ નેગેટિવ આવશે તો મંગળવારની મેચનું આયોજન બુધવારે કરાશે.

7 મેમ્બર પોઝિટિવ આવતા ઇંગ્લેન્ડે યુવા ટીમ પાકિસ્તાન સામે ઉતારી હતી

7 મેમ્બર પોઝિટિવ આવતા ઇંગ્લેન્ડે યુવા ટીમ પાકિસ્તાન સામે ઉતારી હતી

4. પાકિસ્તાન ટૂર ઓફ ઇંગ્લેન્ડ
કોરોના મહામારી વચ્ચે માત્ર ક્રિકેટ લીગ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ સિરીઝ પણ પ્રભાવિત થઈ છે. જૂનમાં પાકિસ્તાની ટીમ ઇંગ્લેન્ડનાં પ્રવાસે ગઈ હતી. આ ટૂર દરમિયાન ઇંગ્લેન્ડનાં 3 ખેલાડી અને 4 સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવતા, આખી ઇંગ્લેન્ડની ટીમને આઇસોલેટ કરવાની ફરજ પડી હતી. જેના કારણે ECBએ બેન સ્ટોક્સની કેપ્ટનશિપ હેઠળ પોતાની યુવા ટીમને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતારી હતી.

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇંન્ડિઝ વચ્ચેની બીજી વનડેમાં ટોસ થઈ ગયો હોવા છતાં મેચ સસ્પેન્ડ કરવી પડી

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇંન્ડિઝ વચ્ચેની બીજી વનડેમાં ટોસ થઈ ગયો હોવા છતાં મેચ સસ્પેન્ડ કરવી પડી

5. ઓસ્ટ્રેલિયા ટૂર ઓફ વેસ્ટઇન્ડિઝ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી વનડેને કોવિડને કારણે શરૂ થવાની કેટલીક સેકન્ડો પહેલાં જ અચાનક પડતી મુકાઈ હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વેસ્ટ ઇન્ડીઝના સપોર્ટ સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે બીજી વનડે પહેલાં ટોસની સાથે તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં મેચને સસ્પેન્ડ કરવી પડી હતી. ત્યારપછી બંને ટીમોનાં ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ આ મેચ ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *