India Vs Sri Lanka 2nd T20I Live| Match Update | The Indian Team’s Last International T 20 Series Before The World Cup; In Team India’s 9 Cricketer Isolation | ઈન્ડિયન ટીમનાં 8 ઈનફોર્મ ખેલાડી આઇસોલેટ, જેમાંથી મોટાભાગનાં બેટ્સમેન; ટીમમાં 4 ખેલાડી ડેબ્યૂ કરશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs Sri Lanka 2nd T20I Live| Match Update | The Indian Team’s Last International T 20 Series Before The World Cup; In Team India’s 9 Cricketer Isolation

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઈન્ડિયન ટીમમાં દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, નીતીશ રાણા અને ચેતન સાકરિયાએ ડેબ્યૂ કરશે

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી T-20 મેચ આજે જ રમાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કૃણાલ પંડ્યા અને તેના સંપર્કમાં આવેલા અન્ય 8 ખેલાડી આ મેચમાં નહીં રમે. જોકે આ તમામ ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ તો નેગેટિવ આવી ગયો છે, પરંતુ કોવિડ પ્રોટોકોલને કારણે તેઓ 72 કલાક સુધી ગ્રાઉન્ડ પર અન્ય ખેલાડીના સંપર્કમાં આવી શકશે નહીં. વળી, કૃણાલ પંડ્યાને બીજી હોટલમાં આઇસોલેટ કરાયો છે.

શ્રીલંકા સામે ઈન્ડિયન ટીમની છેલ્લી 5 મેચ
ક્રમ કોણ કેટલા અંતરથી જીત્યું સમય
1 ઈન્ડિયન ટીમની 38 રનથી જીત 25 જુલાઈ 2021
2 ઈન્ડિયન ટીમની 78 રનથી જીત 10 જાન્યુઆરી 2020
3 ઈન્ડિયન ટીમની 7 વિકેટથી જીત, 15 બોલ બાકી 7 જાન્યુઆરી 2020
4 પરિણામ નહોતું આવ્યું (ટોસ બાદ મેચ રદ) 5 જાન્યુઆરી 2020
5 ઈન્ડિયન ટીમની 6 વિકેટથી જીત, 9 બોલ બાકી 12 માર્ચ 2018

કુલદીપ, વરુણ સહિત અન્ય યુવા ખેલાડીને મળશે તક
અનુમાન લગાવાઈ રહ્યું છે કે શિખર ધવન, દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સેમસન, નીતીશ રાણા, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચહર, ચેતન સાકરિયા, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી પ્લેઇંગ-11 માટે ઉપલબ્ધ રહશે.

આના સિવાય નેટ બોલર્સના રૂપમાં ઈશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરનજિત સિંહ પણ ટીમનો ભાગ છે. જો જરૂર જણાશે તો તેમની પસંદગી પણ કરાશે.

રસપ્રદ આંકડા

  • T-20 ફોર્મેટમાં 43 ઈનિંગ રમ્યો હોવા છતાં શ્રીલંકન કેપ્ટન શનાકાનો સ્ટ્રાઈક રેટ માત્ર 108 છે.
  • ઈન્ડિયાએ શ્રીલંકા સામે કુલ 20 મેચ રમી છે, જેમાં 1નો નિર્ણય આવ્યો નહતો.14 મેચ ઈન્ડિયાએ જીતી અને 5 શ્રીલંકા જીતી શક્યું છે.
  • 2016 પછી શ્રીલંકાનાં ટોપ ત્રણ હાઇસ્કોરર- કુસલ પરેરા, થિસારા પરેરા અને દનુષ્કા ગુણાતિલકા આ સિરીઝ માટે ઉપલબ્ધ છે. કુસલ ઈજાગ્રસ્ત છે, ગુણાતિલકા સસ્પેન્ડ છે જ્યારે થિસારા આ વર્ષની શરૂઆતથી જ નિવૃત્ત થઈ ગયો છે.

પૃથ્વી શૉ સહિત મહત્ત્વપૂર્ણ ખેલાડી આઇસોલેટ
અત્યારે ઈન્ડિયન ટીમના ખેલાડીઓ પૈકી પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ આઇસોલેશનમાં છે, જ્યારે શ્રીલંકન ખેલાડીઓનો કોવિડ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી.

શ્રીલંકાને મિડલ ઓર્ડરમાં ફેરફાર કરવાની આવશ્યકતા
શ્રીલંકન ટીમે મિડલ ઓર્ડરમાં વધુ મહેનત કરવાની જરૂર છે. અત્યારે કેપ્ટન દસુન શનાકા પણ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. જોકે બોલિંગમાં એનું પ્રદર્શન સારું છે. શ્રીલંકા પાસે મિડલ અને લોઅર ઓર્ડરમાં આક્રમક બેટ્સમેનની અછત સ્પષ્ટપણે નજરે પડી રહી છે. પહેલી મેચમાં માત્ર મિનોદ ભાનુકા (7 બોલ, 10 રન) અને ચરિથ અસલંકા (26 બોલ, 44 રન)ની સ્ટ્રાઇક રેટ સૌથી વધુ રહી હતી.

પિચ અને પરિસ્થિતિ
આ પિચ બેટ્સમેન માટે ફાયદાકારક રહેશે, જોકે સ્પિનર્સને ટર્ન પણ મળી શકે છે. કોલંબોમાં સોમવારે ભારે વરસાદ થયો હતો અને વાતાવરણ ખરાબ હોવાના કારણે આ મેચમાં પણ વિઘ્ન આવી શકે તેવી સંભાવના છે.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11

  • ઈન્ડિયન ટીમઃ શિખર ધવન (કેપ્ટન), દેવદત્ત પદિકલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટ કીપર), નીતીશ રાણા, દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરીયા, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તી
  • શ્રીલંકન ટીમઃ અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટ કીપર), સદીરા સમરવિક્રમા, ધનંજય ડિસિલ્વા, અશેન બંડારા, દસૂન શનાકા (કેપ્ટન), વનિંદુ હસરંગા, ચમિકા કરૂણારત્ને, ઇસુરૂ ઉદાન, દુશ્માંતા ચમિરા, અકિલા ધનંજય

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *