India Vs Sri Lanka 1st ODI LIve Team India Can Go With 2 Allrounders, 2 Pacers And 2 Spinners, Rain Can Disturb The Match | શ્રીલંકન ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ઇશાન કિશન બર્થ-ડે પર વન-ડેમાં ડેબ્યૂ કરશે; સૂર્યકુમારને પણ તક મળી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs Sri Lanka 1st ODI LIve Team India Can Go With 2 Allrounders, 2 Pacers And 2 Spinners, Rain Can Disturb The Match

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રીલંકા અને ઈન્ડિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે (રવિવારે) કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટોસ જીતીને શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે શ્રીલંકા ટીમના અવિષ્કા ફર્નાંડો અને મિનોદ ભાનુકા બેટિંગ કરી રહ્યા છે. વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં શિખર ધવન ઈન્ડિયન ટીમનો કેપ્ટન છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો….

વરસાદનું વિઘ્ન નડી શકે છે
ભારતે સપ્ટેમ્બર 2018માં અફઘાનિસ્તાન સામે આ બંને ખેલાડી વગર છેલ્લી વન-ડે રમી હતી. મેચમાં વરસાદ વિધ્ન બને તેવી સંભાવના છે. ભારત અને શ્રીલંકા 4 વર્ષ પછી વન ડે સિરીઝ રમશે. ભારતની મેઈન ટીમ ઈંગ્લેન્ડ હોવાના કારણે આ ટીમનું સુકાનીપદ ધવન સંભાળી રહ્યો છે.

સૌથી વધુ નવા બેટ્સમેનને તક અપાશે
ટીમના બેટ્સમેનો અનુભ વગરના છે, પરંતુ બોલરોમાં ભુવનેશ્નર, ચહલ અને કુલદીપ અનુભવી છે. ધવન ઓપનિંગ કરી શકે છે. આઈપીએલ 2021માં 380 રન સાથે ઓરેન્જ કેપ પર ધવનનો કબ્જો હતો. શ્રીલંકાની ટીમમાં ચાર વર્ષમાં દાસુન શનાકા 10મો કેપ્ટન છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમે 33 વન-ડે રમી છે, જેમાંથી બંનેએ 15-15 જીતી છે, 3 ડ્રો રહી છે.

બંને ટીમો
ઈન્ડિયન પ્લેઇંગ-11: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકન પ્લેઇંગ-11: દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, ઇસરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *