India Vs New Zealand WTC Winner Prediction; Aakash Chopra On Virat Kohli Vs Kane Williamson Team | ક્રિકેટના 8 પંડિતોએ મેચના પરિણામની ભવિષ્યવાણી કરી, આકાશ ચોપરા સહિત 5એ માન્યું- NZની ટીમ ટ્રોફી જીતી શકે છે

[ad_1]

સાઉથહેમ્પટન6 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • ફાઈનલમાં વિલિયમ્સનની ટીમ કોહલીની ‘વિરાટ સેના’ પર હાવી થશે- નિષ્ણાતો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ યોજાશે. 8 ક્રિકેટ પંડિતોએ આ અંગે ભવિષ્યવાણી કરી છે. ICC ટેસ્ટ રેન્કિગમાં ભારત નંબર 1 અને ન્યૂઝીલેન્ડ નંબર-2 પર છે. આના સિવાય ભારતના આકાશ ચોપડા સહિત 5 ક્રિકેટ પંડિતોનું માનવું છે કે કેન વિલિયમ્સનની ટીમ કિંગ કોહલીની વિરાટ સેના પર ભારે પડી શકે છે. વળીં, ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર સર રિચર્ડ હેડલીનું માનવું છે કે બંને ટીમ પ્રબળ દાવેદાર છે જેથી કોણ જીતશે એ અંગે અનુમાન લગાડવું ઘણું મુશ્કેલ છે.

ભારતીય ટીમ 3 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી છે અને 6 જૂનથી ગ્રુપમાં ખેલાડીઓને તાલીમ શરૂ કરવાની અનુમતિ આપી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 17 મેના રોજ ઈંગ્લેન્ડમાં છે અને લગભગ 12 દિવસની તાલીમ લીધા પછી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટ પણ રમી ચૂકી છે. કીવી ટીમ 10 જૂનથી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ રમશે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન કરવાને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ ડ્રાઈવિંગ સીટ પર રહેશે. આની સાથે ફાઈનલ મેચમાં ડ્યૂક બોલનો ઉપયોગ કરાશે, જેથી ન્યૂઝીલેન્ડના બોલરને પણ આનાથી ઘણો ફાયદો પહોંચી શકે છે. વાંચો 8 ક્રિકેટ જગતના નિષ્ણાત એટલે કે પંડિતોના અભિપ્રાય…..

1. માઈકલ વૉનઃ ન્યૂઝીલેન્ડ​​​​​

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વૉનના આધારે ન્યૂઝીલેન્ડની ટીમ WTC ફાઈનલની ટ્રોફી પોતાને નામ કરશે. સ્પાર્ક સ્પોર્ટના એક ઈન્ટર્વ્યૂ દરમિયાન વૉને કહ્યું હતું કે ઈંગ્લિશ કંડિશન અને ડ્યૂક બોલ ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથી જેવા બોલર્સ માટે સહાયક રહેશે. આની સાથે ભારતીય ટીમ ઘણા વ્યસ્ત ટાઈમ-ટેબલને અનુસરીને ઈંગ્લેન્ડમાં આવી છે. એક સપ્તાહની અંદર ઈન્ડિયન ટીમે યોગ્ય પ્રેક્ટિસ કર્યા વગર મેચ રમવાની રહેશે. જેથી ઈંગ્લેન્ડ વિરૂદ્ધની 2 ટેસ્ટ મેચને કારણે કીવી ટીમની મોટાભાગની પ્રેક્ટિસ થઈ ગઈ હશે.

2. વીવીએસ લક્ષ્મણઃ ભારત

ભારતીય પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. તેઓએ સ્પોર્ટ સ્ટારને નિવેદન આપ્યું હતું કે બંને ટીમ પ્રબળ દાવેદાર છે. પરંતુ ભારત પાસે ફાઈનલ જીતવાની તક વધારે છે. આવું એટલા માટે કારણ કે ટીમ ઈન્ડિયાએ વિદેશી અને વિપરીત કંડિશન દરમિયાન શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. એમની માનસિકતા અત્યારે ઘણી ઉંચી છે. જ્યારે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન અને વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ હોમ ગ્રાઉન્ડ અને કન્ડિશનમાં મેત જીત્યા છે.

3 બ્રેટ લીઃ ન્યૂઝીલેન્ડને ફાયદો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ જણાવ્યું હતું કે બંને ટીમ સારૂ પ્રદર્શન દાખવીને આવી છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ પાસે ઈંગ્લિશ કંડીશનમાં બોલિંગ કરી શકે એવા નિષ્ણાત બોલરો છે, જેથી ન્યૂઝીલેન્ડ પાસે જીતવાની તક વધુ છે. બંને ટીમનું બેટિંગમાં પ્રદર્શન એક સમાન છે. પરંતુ ડ્યૂકના બોલ અને સ્વિંગ બોલિંગથી કીવી ટીમને હોમ કંડિશન જેવો માહોલ મળશે.

4. પેટ કમિન્સઃ ન્યૂઝીલેન્ડ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે પોતાની યૂ ટ્યૂબ ચેનલમાં જણાવ્યું હતું કે ફાઈનલની મેચ ઘણી રસપ્રદ રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમ પાસે સારી બોલિંગ લાઈનઅપ હોવાથી તેઓ ઓવરકાસ્ટ કન્ડિશનમાં ભારતીય બેટિંગ લાઈનઅપને મુશ્કેલીમાં મુકી શકે છે. વળીં, અત્યારે ઈંગ્લેન્ડમાં વરસાદ પણ વરસી રહ્યો છે, તો આવી પરિસ્થિતિમાં કીવી ટીમના ટ્રેન્ટ બોલ્ટ, કાઈલ જેમિસન અને સાઉથીને હોમ એડવાન્ટેજ પ્રાપ્ત થશે.

5. બ્રેન્ડન મેક્કલમઃ ન્યૂઝીલેન્ડ પાસે તક

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડનના આધારે કેન વિલિયમ્સનની ટીમ પાસે ફાઈનલ જીતવાની 60 ટકા સુધીની તક રહેલી છે. એણે ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે ફાઈનલ પહેલા ન્યૂઝીલેન્ડ પાસે ઈંગ્લિશ કંડિશનમાં રમવાની સાથે પ્રેક્ટિસ પણ થઈ ગઈ હશે. જેવી રીતે ન્યૂઝીલેન્ડ ભારતનું સમ્માન કરે છે, એમજ હું પણ ભારતનું સમ્માન કરૂ છું. ભારતીય ટીમ પણ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પડકાર ઊભો કરશે.

6. મોંટી પાનેસરઃ ભારત

ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોંટી પાનેસરે જણાવ્યું હતું કે ભારતીય ટીમનું પલડું ભારે છે. સાઉથહેમ્પટનની પીચ પર સ્પિનરને ટર્ન મળી શકે છે અને જે દિવસે-દિવસે વધતી જશે. અશ્વિન અને જાડેજા ભારતીય ટીમમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. ન્યૂઝીલેન્ડની પાસે ક્વોલિટી સ્પિનરની અછત છે અને આ કારણોસર ટીમ ઈન્ડિયા સારૂ પ્રદર્શન દાખવી શકે છે.

7. આકાશ ચોપરાઃ ન્યૂઝીલેન્ડ​​​​​​​

પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમનું પલડું ભારે છે. ફાઈનલ મેચમાં આ ટીમ જીતી શકે છે. વિરાટની ટીમ વિદેશી જમીન પર સારું પ્રદર્શન કરી શકી નથી. 2020માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડમાં ઓવરકાસ્ટ કંડિશનની અંદર હારનો સામનો કરવો પડ્યો હતો.

આકાશે કહ્યું- આપણે કીવી ટીમને ક્યારેય પણ ઓવરકાસ્ટ કંડિશનમાં હારનો સ્વાદ ચખાડ્યો નથી. જે ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતીને આવી હતી, એને ન્યૂઝીલેન્ડમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં આપણી મેઈન પ્લેઈંગ-11 રમી રહી હતી. સાઉથહેમ્પટનમાં પણ ઓવરકાસ્ટ કંડિશન હોવાથી ભારતીય ટીમને મુશ્કેલી પહોંચી શકે છે. હું ભારતને સંપૂર્ણપણે કોમ્પિટિશનની બહાર નથી રાખતો પરંતુ 55-45% ન્યૂઝીલેન્ડના પક્ષમાં છે.

8. સર રિચર્ડ હેડલીઃ કોઇએકની પસંદગી મુશ્કેલ

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર હેડલીએ કોઈપણ ટીમનો પક્ષ લેવાની મનાઈ ફરમાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે બંને ટીમ શક્તિશાળી છે અને સારુ પ્રદર્શન કરી રહી છે. બંનેની ટીમમાં દિગ્ગજ ખેલાડીઓ છે. જેથી હું અત્યારે કોઈપણ પ્રકારની ભવિષ્યવાણી કરવા ઈચ્છતો નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *